SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૪૭ ખરી પડેલા ઉત્તરીય = ઓઢણીને સ્થાપન કરવાના બહાને કોઈક દેવી ઉંચા ઘન ગોળાકાર અને મનોહર એવા મોટા સ્થૂલ સ્તનતટને દેખાડે છે. ૬િ૭થી કેટલીક બગાસા ખાય છે, કેટલીક રોમાંચ કરે છે, ઈત્યાદિ અનેક પ્રકારના વિકાર વશથી ભરેલી કેટલી તૃષ્ણા-ઉત્કંઠા સાથે ધ્રુજે છે. કેટલીક લાંબા અને ગરમ નસાસા મૂકે છે. દેવીઓ ભગવાનને અક્ષભિત જાણીને-દેખીને જિનેશ્વરને એ પ્રમાણે બોલે છે. છેલ્લાં હે ! સ્વામી દીન એવી અમારા ઉપર કરુણા કરો. અમારા કામથી તપેલા અંગોને પોતાના સંગમરૂપી અભયઅમતરસથી શાંત કરો, અમારા ઉપર અનુકંપા કેમ કરતા નથી, વ્રતને) છોડી અમારી સાથે રમો, હે નિષ્કપ ! મદનાતુર જીવોનો કલ્પાંત કરવો-ડરવું વગેરે દુઃખને તું જાણે જ છે. ||૭૧il હે સુભગ ! ત્રણ લોકમાં દુર્લભ એવું દેવસુંદરી સાથેના સુરતને-સંભોગ સુખને કોણ મેળવે ? તેમાં પણ અમારા અપુણ્યથી તુ અપેક્ષા વગરનો કમ વિવિધ વિલાસ હાસ્ય રસભાવથી ભરપૂર પ્રેમ તો રહેવા દો, હે સુભગ | સામાન્ય દૃષ્ટિથી તું દેખતો પણ કેમ નથી ? l૭૩. જે તારા કુણા કોમલ પણ મનમાં કામદેવના બાણો ભંગાઈ ગયા, તે જ બાણો માનથી કઠિન એવા અમારા મનને કેવી રીતે ભેદ છે ? II૭૪ અથવા અન્ય સુખના આસંગમાં રાગ રસિક માણસ ઉપર જે અનુરાગ કરવો તે વગડામાં રડવા જેવું છે. ||૭પા એ પ્રમાણે મદનાતુર એવી સુરસુંદરીનાં વચનો સિદ્ધિસુખનો સંગમ કરવામાં ઉત્સુક મનવાળા એવા જગ7ના ચિત્તને રમાડી શકતા નથી. I૭૬ll એ પ્રમાણે તે દેવીઓના ન તો ગીતથી, ન તો મધુરવીણાના શબ્દોથી, નહીં આસન અને અભિનય-અંગ મરોડના હાવભાવથી ગમી જાય એવાં મનોહર નાટક વડે, અને નહીં હાવભાવ વિશ્વમવિલાસ બિબ્લોકનું કામ વિકાર વિવિધ ચેષ્ટાથી, અને નહીં નિપુણ ઉક્તિઓવડે જગતબંધુનું મન સુભિત થયું. I૭૮ તે જાણીને દેવ સૂર્યોદય અને અવર-જવર કરતો દેશ દેખાડીને બોલવા લાગ્યો “હે દેવાર્ય ! તું હજી પણ કેમ ઉભો છે ? કારણ કે આંખોય દેશ ફરી રહ્યો છે”, ભગવાન પણ દેવમાયાને જાણીને તે જ પ્રમાણે ઊભા રહ્યા. ll૭૯-૮૦ના એ પ્રમાણે તેણે આ વીશમો અનુકૂળ ઉપસર્ગ રચ્યો, એપ્રમાણે તે દેવે રાત્રિને ભયંકર ઘોર બનાવી અને વીશ ઉપસર્ગો કર્યા. ૮૧ છતાં પણ ભગવાન વીર જિનેશ્વર સ્વામી છ જવનિકાયના હિતને જ ધ્યાવે છે. અવધિજ્ઞાનથી તે જાણીને દેવ સંગમક અધિક વૈષને વહન કરવા લાગ્યો. મેં ૮૨ વેષથી ભરેલો તે વિચારે છે. “કાલે ચલાયમાન કરીશ”, બીજા દિવસ તેમજ કરે છે. એ પ્રમાણે છમહિના સુધી નિરંતર ઉપસર્ગો કરે છે ૮૩ તે ઉપસર્ગ સહન કરતા જિનેશ્વરને છ મહિનાનો ઉત્કૃષ્ટ તપ થયો, છેલ્લે પણ નિર્વેદ પામ્યો -થાક્યો છતો એ પ્રમાણે બોલે છે “તમે સત્યપ્રતિજ્ઞાવાળા છો, હું ભ્રષ્ટપ્રતિજ્ઞાવાળો થયો” તેથી સ્વર્ગ મોક્ષ અથવા અન્ય જે કંઈ મનગમતું હોય તે બોલ હું તમને આપું” છતાં પણ ભગવાન વીર કશું બોલતા નથી. “તમે જાઓ, ભમો, હું કશુ કરીશ નહીં”, એ પ્રમાણે દેવ કહેવા લાગ્યો.
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy