SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ મૂળશુદ્ધિ ભાગ-૨ સાધુ પણ ભદ્રબાહુ સ્વામીના બધાં વચનો જઈને સંઘને કહે છે. સંધ પણ ત્યાં એ પ્રમાણે શીખવીને બીજો સાધુ સંઘાટક મોકલે છે, કે તમે સૂરીને એમ કહેજો કે “જે સંઘની આજ્ઞા ન માને તેને શું દંડ કરાય ?” (૧૯૧, ૧૯૨) “તે સંઘ બાહ્ય કરાય” એમ સૂરી કહે ત્યારે તમે પણ કહેજો કે તમને પણ એવો દંડ લાગુ પડ્યો છે. (અહીં “ખાઈ” દેશ્ય શબ્દ વાક્યાલંકારમાં છે.) (૧૯૩) સાધુઓ પણ જઈને સંઘનો આદેશ સૂરિને કહે છે, તે સાંભળી થોડા નમ્ર બનેલા-પોતાની વાતથી પાછા ફરેલા તત્પર થઈ સૂરી કહે છે કે “એ પ્રમાણે કરશો મા. (૧૯૪). જેમ સંઘનું કાર્ય પણ સિદ્ધ થાય અને મારું પણ, સંઘની મહેરબાની - કૃપાથી કાર્ય પુરું થાય તેમ કરો, જલ્દીથી હોંશિયાર શિષ્યોને અહીં મોકલો. (૧૫) હું સાત વાચના આપીશ, એક ભિક્ષાચર્યાથી આવેલો, ફરી કાળવેળાએ, ત્યાર પછી બાહિરભૂમિથી આવેલો અને એક સંધ્યાકાળે- દિવસના અંતે, ત્રણ આવશ્યકના સમયે = રાઈ પ્રતિક્રમણ પહેલા સવારે પડિલેહણ પછી અપરાણે પ્રતિક્રમણ પછી રાત્રે વાચના આપીશ”, સાધુઓ પાસે સૂરીના વચન સાંભળીને સંઘ પણ તેને માન્ય કરી સ્થૂલભદ્ર વગેરે હોંશિયાર ૫૦૦ સાધુઓને મોકલે છે, સૂરી પણ તેમને વાચના આપે છે. (૧૯૬, ૧૯૭, ૧૯૮) બહુ ઓછી વાચનાના કારણે કંટાળીને, એક સ્થલભદ્રને છોડી બીજા બધા પોતાના સ્થાને આવી ગયા. (૧૯૯) અને ગુરુ તે સ્થૂલભદ્રને પૂછે છે તને ખેદ નથી થતો ? તે પણ જવાબ આપે છે મને કંટાળો - ઉદ્વેગ નથી આવતો પણ મારે વાચના થોડી પડે છે. (૨00). ત્યારે ગુરુએ કહ્યું લગભગ મારું આ મહાપ્રાણધ્યાન પૂર્ણ થવા આવ્યું છે, થોડા દિવસ અહીં થોભ (પછી) ઈચ્છા મુજબ વાચના આપીશ. (૨૦૧). અને ધ્યાન પૂરું થતા સૂરી ઈચ્છા પ્રમાણે વાચના આપે છે, એમ અનુક્રમે બે વસ્તુ ન્યૂન દસ પૂર્વ ભણ્યા. (૨૦૨) એ અરસામાં ત્યાં વંદન માટે પોતાના વિહારના ક્રમથી સંયમને સ્વીકારેલી સ્થૂલભદ્રની બહેનો આવી. ગુરુને વંદન કરી પૂછે છે “જયેષ્ઠ આર્ય ક્યાં રહેલા છે ?” સૂરી કહે છે “આ ઓરડામાં રહેલા છે.” (૨૦૩, ૨૦૪) ત્યારે તેમને વાંદવા તે બહેનો ચાલી, તે સ્થૂલભદ્ર પણ બહેનોને આવતી દેખીને ગારવથી સિહનું રૂપ વિકવ્યું (૨૦૫) દાઢાથી છૂટા પડેલા - વિકરાલ મુખવાળો, પીળા કેશરાવાળો, દેદીપ્યમાન નેત્ર યુગલવાળો સિહ જોઈ ડરની મારી તેઓ સૂરીશ્વરને કહેવા લાગી કે, જયેષ્ઠ આર્ય સિંહવડે ભક્ષણ કરાયા લાગે છે, કારણ કે ત્યાં મોં ફાડીને સિંહ રહેલો છે, ત્યારે સૂરી ઉપયોગ મૂકે છે (૨૦૫, ૨૦૬, ૨૦૭) અને સૂરી કહે છે, તમે જાઓ અને વંદન કરો, તે જયેષ્ઠ આર્ય જ છે, સિંહ નથી; ત્યારે ફરીથી ત્યાં ગયેલી સ્વાભાવિક રૂપે (મુનિને) દેખે છે. (૨૦૮) તુષ્ટ થયેલી વાદીને બેસેલી બહેનો પોતાના વૃતાંતને કહે છે “શ્રીયકે અમારી સાથે ત્યારે દીક્ષા લીધેલી (૨૦૯)
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy