SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ સ્થૂલભદ્રકથા મૂળશુદ્ધિ ભાગ-૨ નમસ્કાર હો.....(૧૭૨). જે મારી વિવિધ પ્રકારની મીઠી મધુરી દેશી હોશિયારી ભળેલી ઉક્તિઓ વડે જરીક પણ હાલક ડોલક ન થયા તે સ્થૂલભદ્રને નમસ્કાર હો.... (૧૭૩). ત્રણ કાળમાં પણ કોઈથી ગાંજયા ન જાય એવા મોટા રાયવાળા ક્યાંય ન અટકે એવા ગર્વશાળી કંદર્પ - કામરાજાનું મર્દન કરવામાં વિજયપતાકા મેળવનાર આ સ્થૂલભદ્રને નમસ્કાર નમસ્કાર. (૧૭૪) જયારે એ પ્રમાણે ભક્તિથી તેણીએ ભગવાન થયેલા તેની પ્રશંસાકરી ત્યારે તે વિસ્મય પામેલો રથિક પૂછે છે, સ્થૂલભદ્ર મુનિ કોણ છે ?” (૧૭૫) તેથી ત્યારે તે વેશ્યા કહે છે “તું સાંભળ, નંદરાજાના પૂર્વવંશમાં બુદ્ધિનો ભંડાર કલ્પક નામે શ્રેષ્ઠ મંત્રી હતો. (૧૭૬) તેના વંશમાં મહાબુદ્ધિશાળી શકટાલ નામે સુવિખ્યાત મંત્રી થયો, તેનો આ સ્થૂલભદ્ર પુત્ર છે”, ઈત્યાદિ શરૂઆતથી બધું કહ્યું, (૧૭૭) આ પણ તે સાંભળીને સંભ્રાન્ત બનેલ ભક્તિ ભાવથી હાથ જોડી બોલે છે કે તે ધન્ય છે, તેને નમસ્કાર હો, તે સંયમધારીનો હું દાસ છું. એ અરસામાં તે વેશ્યાએ તેને સંવેગ પામેલા જાણી તેવા પ્રકારની ધર્મકથા કરી કે આ શુદ્ધ જિન ધર્મમાં લાગણીવાળો થયો - બોધ પામ્યો. (૧૮) તે રથિકને પ્રતિબોધ પામેલો જાણીને પોતાનો નિયમગ્રહણ વિગેરે સર્વ વિગત કહી, તે સાંભળી તે રથિક પણ કહેવા લાગ્યો કે હે ભદ્ર ! ભવસાગરમાં પડતા એવા મારો તે ઉદ્ધાર કર્યો, હું દીક્ષા લઈશ, તું તારે પોતાના નિયમનું પાલન કર. (૧૮૨) ગુરુ પાસે જઈને પ્રવ્રજયા સ્વીકારીને અતિ દૂસ્સહ-દુષ્કરસંયમને પાળે છે, ગુરુની સાથે વિચરે છે, ઈતરા = તે વેશ્યા પણ જિનધર્મ પાલન કરે છે. (૧૮૩) ભગવાન્ સ્થૂલભદ્ર પણ જયાં સુધી નિરતિચાર ચારિત્ર પાલન કરે છે, ત્યારે એક વખત ત્યાં બાર વરસનો મોટો દુષ્કાળ પડ્યો અને સાગરકાંઠે જઈને બધાય સાધુઓ રહ્યા, ફરી દુષ્કાળ પૂરો થયો પછી અહીં આવ્યા. (૧૮૫) તે દુષ્કાળમાં પરાવર્તન નહીં કરાતા બધુ જ શ્રુત ભૂલાઈ ગયું, ફરીથી સંઘે કુસુમનગરમાં સંમેલન કર્યું. (૧૮૬) અંગ, અધ્યયન કે ઉદેશો જેને જે કંઈ યાદ હતુ તે ગ્રહણ કરી સંઘે અગ્યાર અંગ મેળવ્યા. (૧૮૭) દષ્ટિવાદ તો છે નહીં,” એ પ્રમાણે તે કાર્યમાં ચિંતિત બનેલા-વિચારણા કરનારાઓએ ચૌદપૂર્વી ભદ્રબાહુ સ્વામી તે કાર્યમાં સમર્થ છે” એ પ્રમાણે જાણ્યું. (૧૮૮) તેથી તેમને લાવવા માટે મોકલેલા બે સાધુઓ ત્યાં પહોંચ્યા, વંદન કરી વિનંતી કરે છે કે સંઘ આજ્ઞા ફરમાવે છે- બોલાવે છે, તેથી અહીં આવ્યા છીએ.” (૧૮૯). તે ભદ્રબાદુસ્વામી કહે છે. (મું) દુષ્કર – દુઃખે પાર પામી શકાય એવું મહાપ્રાણ નામનું મોટું ધ્યાન આરંભ્ય છે, આ કારણથી મારું આવવું શક્ય નથી.” (૧૯૦)
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy