SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ સ્થૂલભદ્રકથા મૂળશુદ્ધિ ભાગ-૨ તેનું રૂપ દેખી ચલિતમનવાળો તેજ ક્ષણે પ્રાર્થના કરવા લાગ્યો. તે વેશ્યા પણ બોલી હે ભગવદ્ ! અમે દ્રવ્ય વિના કોઈની હોતી નથી. (૧૩૭) તે સાધુ કહેવા લાગ્યો અમારી પાસે દ્રવ્ય કયાંથી હોય ? “આ ભલે કષ્ટ સહન કરે” એમ વિચારી તે પણ બોલી નેપાળદેશમાં અપૂર્વ સાધુને રાજા શ્રેષ્ઠ રત્નકંબલ આપે છે, ત્યાં જઈ તેને આણી લાવો, “રાગના રસથી વ્યાકુળ બનેલ અંગવાળા એ સાધુએ પણ જલ્દી તે તરફ પ્રયાણ આદર્યું. (૧૩૮, ૧૩૯) પાણી, કાદવ, ત્રસાદિ જીવજંતુઓથી વ્યાપ્ત પૃથ્વીને ગણકાર્યા વિના અનુક્રમે ત્યાં પહોંચ્યા, રાજા પણ તેને કંબલરત્ન આપે છે. (૧૪૦). તેને લઈ પાછો ફરેલો જેટલામાં આવે છે ત્યારે વચ્ચે માર્ગમાં ચોરોએ બાંધ્યો, કારણ કે તે ચોરોને પક્ષીએ કહ્યું કે લાખ આવે છે, ત્યારે ચોરનાયક ઝાડ ઉપર ચઢેલા પુરુષને પૂછે છે કે ભદ્ર ! શું કોઈપણ આવતું દેખાય છે ? (૧૪૨) તે કહે છે એક સાધુને મૂકી તેવા પ્રકારનો બીજો કોઈ દેખાતો નથી, ત્યાં સાધુ આવ્યો, તેને જોયો, પરંતુ કંઈપણ-કશું દેખાયું નહીં (૧૪૩) તેઓએ છોડી મૂક્યો. તું જા, સાધુ પણ ચાલવા માંડ્યો, ત્યારે પક્ષી બોલવા લાગ્યું “લાખ ગયો” ત્યારે સેનાપતિ કહે છે કે “ભગવન્! તમારી પાસે કંઈપણ છે ખરું? તું સાચુ કહે, કારણ કે આ પક્ષી આ પ્રમાણે બોલે છે, સાધુ પણ (દીન-દયામણો બની) કહે છે “મારી પાસે છે આ વાંસની મધ્યે વેશ્યા માટે એક રત્નકંબલ મૂકેલી છે.” તેથી ચોરનાથે છોડી મૂક્યો. (૧૪૬). આવીને તે રત્નકંબલ રુપકોશાના હાથમાં આપી. તે વેશ્યા પણ વિચારે છે, રાગને કંઈપણ દુષ્કર નથી. (૧૪૦) તેથી આને પ્રતિબોધ પમાડું એમ વિચારી (ટૂકડાકરી) નાળી-ગટ્ટરમાં રત્નકંબલ નાખે છે, તે દેખી સાધુ બોલે છે મહામૂલ્યવાનનો તું નાશ કેમ કરે છે ? (૧૪૮) તે વેશ્યા બોલી “હે મૂઢ ! તું આનો શોક કરે છે. (પરંતુ) તું આત્માનો શોક કેમ નથી કરતો ? શીલાંગરૂપી પાવનરત્નનો દુષ્ટચિંતા ખરાબભાવ દ્વારા તે નાશ કર્યો. (૧૪૯). તે સાંભળી સંવેગ પામેલો તે સાધુ કહે છે “સમ્યફ અનુશાસન ઈચ્છું છું, સંસારમાં પડતા મારું આજે તેં રક્ષણ કર્યું.” (૧૫) અત્યારે ગુરુ પાસે જાઉં છું, તને ધર્મલાભ હો કે જેથી આલોચના પ્રતિક્રમણ કરી પાપથી પાછો હઠેલો તપસંયમને કરું. (૧૫૧). પકોશાએ કહ્યું કે ભગવન્! “મિચ્છામિ દુક્કડ” કે જેથી બ્રહ્મવ્રતવાળી પણ મેં કાર્યને (તમારી શાન ઠેકાણે લાવવાના પ્રયોજનને) આશ્રયી તમારી કદર્થના કરી. (૧૫) પરંતુ તમને બોધ પમાડવા માટે આ ઉપાય મારા વડે રચાયો. તેથી તે બધું ક્ષમા કરી ગુરુ. વચનમાં ઉદ્યમ કરો. (૧૫૩). ઈચ્છે” એ પ્રમાણે કહી ગુરુ સમીપે ગયો. ગુરુએ પણ ઘણો જ ધૂત્કારીને આલોચના આપી. (૧૫૪) આલોચના કરી પાપથી પાછો હઠેલો ફરીથી પણ મુનિ તપ સંયમ કરવા લાગ્યો. ખુશ થયેલા
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy