SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૧૫ પરંતુ ભગવાન્ સ્થૂલભદ્રને જેમ જેમ ક્ષોભ પમાડવામાં આવે છે તેમ તેમ તે સિદ્ધક્ષેત્રની જેમ ધ્યાનમાં વધારે નિશ્ચલ બને છે. (૧૧) ત્યારે ધ્યાનમાં અડિખમ જોઈને અને ધર્મનું શ્રવણ કરવાથી ઉપશાંત બનેલી તે રુપકોશા પરમ શ્રાવિકા બની ગઈ. (૧૨) ચારિત્રભાવમાં સ્થિર ચિત્તવાળી બારવ્રત ધારણ કરવામાં ઘણી જ નિશ્ચલ – મક્કમ મનવાળી, સંવેગના રંગથી રંગાયેલી એ પ્રમાણે અભિગ્રહ ગ્રહણ કરે છે. (૧૨૧) જો ક્યારેક કોઈપણ હિસાબે મને રાજા કોઈક પુરુષને આપે તેને છોડી શેષ પુરુષના ત્યાગનો મારે આ જન્મારામાં હે ભગવન્ ! નિયમ હો, (૧૨૨) હવે વર્ષાકાળ વીતી ગયા પછી પોતાની પ્રતિજ્ઞાના મોટા ભારને પાલન કરનારા બધાય મહાત્મા અનુક્રમે પોતાના સૂરીશ્વરના ચરણમૂળમાં આવે છે. (૧૨૩). હવે આવતા સિંહગુફાવાસી સાધુને પ્રત્યે થોડાક સામે જઈને દુષ્કરકારક ! તમારું સ્વાગત થાઓ, એ પ્રમાણે ગુરુએ કહ્યું. (૧૨૪). એ પ્રમાણે અન્ય બેનું પણ ગુરુએ સન્માન કર્યું, હવે અનુક્રમે સ્થૂલભદ્રને આવતા જોઈને અચાનક એકાએક સૂરિવર ઊભા થઈ સામે ગયા, અને કહેવા લાગ્યા કે દુષ્કર ! દુષ્કર કારક! મહાસત્ત્વશાળી ! તમારું સ્વાગત હો. તે દેખી બીજા ત્રણે ઘી નાંખવાથી આગની જેમ ભડકે બળ્યા. (૧૨૬). તેઓ વિચારે છે કે જુઓ મંત્રીપુત્ર ઉપર ગુરુ કેવો અનુરાગ રાખે છે સર્વ રસ યુક્ત આહાર કરતા આને વળી દુષ્કર શું ? (૧૨૭) “બીજા વર્ષાકાળમાં આને જણાવશું' એ પ્રમાણે વિચારતા સંયમમાં રત રહ્યા, અનુક્રમે ફરી વર્ષાકાળ આવ્યો. (૧૨૮) તેથી ત્યારે સિંહગુફાથી આવેલા સાધુ પોતાના ગુરુને પૂછે છે કે હું પકોશાના ઘેર જાઉં અને સદા સર્વરસયુક્ત આહારને કરતો ત્યાં ચાતુર્માસ પુરુ કરીશ. તેથી ત્યારે “આ સ્થૂલભદ્રમુનિ ઉપર મત્સરવાળો છે'' એ પ્રમાણે જાણીને ઉપયોગ મૂકીને ગુરુ કહે છે કે વત્સ ! આ બાબતમાં તું આગ્રહ ન કર, સ્થૂલભદ્રને મૂકી અન્ય કોઈ ત્યાં રહેવા સમર્થ નથી. (૧૨૯, ૧૩૦, ૧૩૧) સાધુ પણ કહે છે આ પ્રમાણે કરી શકાય છે. આમાં દુષ્કર શું છે? ગુરુ કહે છે તે વિનાશને પામીશ એમાં સંદેહ નથી'. (૧૩૨). ગુરુના તે વચન ગણકાર્યા વિના તે સિંહગુફાવાસી ક્ષણમાત્રમાં ત્યાં પહોંચી ગયો. તેને દેખી તે વેશ્યા વિચારવા લાગી કે “આ સાધુ કેમ આવે છે ?” (૧૩૩) હાં ! આ જાણ્ય શ્રીસ્થૂલભદ્ર ઉપર મત્સરના વશથી આવે છે. તેથી સંસારમાં પડતા આ સાધુને બોધ પમાડું (૧૩૪). (ત્યારે) સામે આવી વંદન કરે છે અને કહે છે “આપ આદેશ કરો કે જે મારે કરવા યોગ્ય હોય”, સાધુ પણ કહે છે “મને ચિત્રશાળામાં વસતિ આપ. (૧૩૫) ત્યાં વસતિ આપી મનોજ્ઞ આહાર જમાડી મધ્યાહ્નકાળે પરીક્ષા નિમિત્તે સ્ત્રીભાવ દર્શાવે છે. (૧૩૬)
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy