SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ મૂળશુદ્ધિ ભાગ-૨ દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ તથા ઔપચારિક, આ પાંચ પ્રકારનો મોક્ષ વિનય જાણવો જોઈએ. |૪૨૮. દ્રવ્ય-સર્વપર્યાયો જે જે પ્રમાણે જિનેશ્વરે ઉપદેશ્યા છે, તેઓની તે પ્રમાણે માણસ શ્રદ્ધા કરે તે દર્શન વિનય જાણવો. જરા જ્ઞાનને શીખે, જ્ઞાનને ગુણે (વારંવાર ભણે-ગોખે) જ્ઞાનથી કૃત્યો કરે, જ્ઞાની નવા કર્મો ન બાંધે તેથી તે જ્ઞાન વિનીત કહેવાય છે. ૪૩ી. જેનાથી યતના કરતો આઠ પ્રકારના કર્મોને ખાલી કરે છે, અને અન્ય નવા કર્મો બાંધતો નથી તેથી ચારિત્ર વિનય થાય છે. I૪૩૧ તપ વિનયમાં નિશ્ચલ મતિવાળો તપ દ્વારા અંધકારને દૂર કરે છે (આજ્ઞાનતા અને મોહના આવરણ હટાવવા માં ઉપયોગી છે માટે) અને સ્વર્ગ અને મોક્ષની પાસે આત્માને લઈ જાય છે. તેથી તપ વિનય કહેવાય છે. ll૪૩૨ ઔપચારિક વિનય સંક્ષેપથી બે પ્રકારે છે. પ્રતિરૂપયોગમાં જોડાવું અને આશાતના ન કરવી. I૪૩૩ વ્યાખ્યા - પ્રતિરૂપ વિનય કાયિકયોગમાં ૮ પ્રકારે, વાચિકયોગમાં ૪ પ્રકારે, માનસિક યોગમાં ૨ પ્રકારે છે, તેની આ પ્રરૂપણા છે. ૪૩૪ અભુત્થાન, અંજલિ જોડવી, આસન આપવું, અભિગ્રહ, કૃતિકર્મ, શુક્રૂષા, પાછળ જવું, સેવા-હાથ પગ દબાવવા આ આઠ પ્રકારનો છે. Il૪૩પ હિતમિત પરુષતા વગરનું - કઠોરતા ભર્યું નહી પરંતુ મીઠાશભર્યું બોલવું, અને વિચારીને બોલવું આ વાચિક વિનય છે. અશુભ મનનો રોધ કરવો અને શુભમાં મનને પ્રેરવું તે માનસિક વિનય; //૪૩૬ll પ્રતિરૂપ વિનય પરાનુવૃત્તિ(બીજાને અનુકુળ પડીએ તેમ વર્તવું તેવી) મતિવાળાનો હોય છે. કેવલીનો અપ્રતિરૂપ વિનય જાણવો. I૪૩શા ભો ! તમને આ પ્રતિરૂપ સ્વરૂપવાળો વિનય ત્રણ પ્રકારે કહ્યો. અનાશાતના વિનય “પર” પ્રકારે કહે છે. તીર્થકર, સિદ્ધ, કુલ, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની, આચાર્ય, વિર, ઉપાધ્યાય, ગણી આ તેર પદોની આશાતના ન કરવી, ભક્તિ તથા બહુમાન કરવું અને વખાણ કરવા. તીર્થકરાદિ ૧૩ને ૪થી ગુણતા “પર” થાય છે. (દશ વૈ. નિ. ગાથા ૩૧૦ થી ૩૨૬) જો એમ વિનય મૂળશુદ્ધિ રૂપ છે તેથી શું ? એથી કહે છે.. मूलं च विणओ धम्मे, सो य नाणाइ पंचहा । मूलसुद्धीइ जीवाणं, सव्वा कल्लाणसंपया ॥२०८।। ગાથાર્થ – મૂળશુદ્ધિથી - દર્શનશુદ્ધિથી પ્રાણીઓને સર્વ કલ્યાણ સંપદા - સૌખ્ય સામગ્રી આવે છે. ઇતિ શ્લોકાર્ચ ૨૦૮. સમસ્ત પ્રકરણનો ઉપસંહાર અને ઉપદેશ ગાથાવડે કહે છે.
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy