SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૨૪૭ મહીના સુધી વિચરે છે. ll૪૨૧-૪૨૨ ઘેર ગયેલો પ્રતિમા સ્વીકારેલ શ્રાવકને ભિક્ષા આપો” એમ બોલે, પ્રતિમા સમાપ્ત થતા વ્રતને સ્વીકારે છે. અથવા પ્રતિમામાં સ્થિત રહે છે, અથવા ઘેર જાય છે. ૨૦૦થી ૨૦૫ એમ છ શ્લોકનો અર્થ થયો. પ્રતિમા સ્વરૂપનો નિચોડ કાઢવા માટે શ્લોક કહે છે.. नाममेत्तं इमं वुत्तं, किंचिमत्तं सरूवओ । उवासगपडिमाणं, विसेसो सुयसागरे ॥२०६॥ ગાથાર્થ નું નામ માત્રથી આ કંઈક પ્રતિમાનું સ્વરૂપ કહ્યું છે. શ્રુત સાગર - દશાશ્રુત સ્કંધ વગેરેમાં શ્રાવક પ્રતિમાનું વિશેષ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. ૨૦૬ો જે કૃત્ય છે તેનું પ્રતિપાદન કરી ઉપદેશ આપે છે... किच्चमिणं कुणंताणं, मूलसुद्धी भविस्सइ । तीए विणा उ सव्वं पि, उच्छुफुल्लं व निप्फलं ॥२०७।। ગાથાર્થ – આ કૃત્ય કરનારને મૂળશુદ્ધિ-વિનયશુદ્ધિ થશે. વિનયશુદ્ધિ વિના બધું જ કામ શેલડીના ફૂલની જેમ નિષ્ફળ થાય છે. સમ્યગદર્શન વિનયની અંદર સમાવેશ પામી જતું હોવાથી આમ કહ્યું છે. આ શ્લોકનો ભાવાર્થ છે.ll ૨૦૭થી મૂળનું જ પ્રતિપાદન કરવા માટે શ્લોક કહે છે.. ધર્મમાં વિનય મૂળ છે, અને તે જ્ઞાનાદિ પાંચ પ્રકારનો છે, મૂળશુદ્ધિથી જીવોને સર્વ કલ્યાણ પરંપરા થાય છે. કહ્યું છે.... ચાતુરંત સંસારથી મોક્ષ માટે આઠ પ્રકારનો વિનય છે. માટે વિદ્વાન્ વિનયને “વિલીન સંસાર” એમ કહે છે. I૪૨૩મા ધર્મ એટલે અરિહંત પ્રભુએ ફરમાવેલ દાનાદિ ધર્મમાં વિનયમૂળ છે. જો એમ છે તો વિનયનું સ્વરૂપ શું છે ? એથી કહે છે.. તે જ્ઞાનાદિ પાંચ પ્રકારનો છે. જ્ઞાન દર્શન ચારિત્ર તપ ઔપચારિક સ્વરૂપ છે. લોકનો ઉપકાર લોકોપચારથી (આદિ) માંડી છેક મોક્ષ આપવાના સ્વભાવવાળો પાંચ પ્રકારનો મોક્ષ વિનય છે. દશવૈકાલિકની નિર્યુક્તિમાં કહ્યું છે.... (૧) લોક ઉપચાર વિનય (૨) અર્થ નિમિત્તે અને (૩) કામના હેતુ માટેનો વિનય (૪) ભય વિનય (૫) મોક્ષ વિનય, ખરેખર વિનય પાંચ પ્રકારનો છે. દ્વાર ગાથા છે. ૪૨૪ ઊભા થઈ સામે જવું, હાથ જોડવા, આસન આપવું, અને અતિથીની પૂજા કરવી, અને વૈભવથી દેવતાની પૂજા કરવી આ લોકોપચાર વિનય છે. ૪૨પા અભ્યાસવૃત્તિ, અભિપ્રાયને અનુસરવું, દેશ કાલને ઉચિતદાન આપવું, અભ્યત્યાન કરવું, અંજલિ-આસનનું દાન, આ બધું ધન માટે કરવું તે ધન વિનય છે. ૪૨દી એ પ્રમાણે (કામ-ઇચ્છા પૂરી કરવા સ્ત્રી વિગેરેના પગે પડવું – મીઠા મધુરા શબ્દ બોલવા ઇત્યાદી) કામવિનય અને (જેનાથી ડરે તેને હાથ જોડે ઇત્યાદી) ભય વિનય આનુપૂર્વીથી જાણવો. મોક્ષમાં પાંચ પ્રકારનો વિનય પ્રરૂપ્યો છે. તે આ છે. //૪૨થી
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy