SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ મૂળશુદ્ધિ ભાગ-૨ નથી.તેથી અત્યારે અહીંથી નીકળી જઇએ પછી યથાયોગ્ય કરજો. ત્યારે ઉત્તરદિશાને પકડી ચાલ્યો. જેટલામાં કેટલીક ભૂમિ જાય છે, તેટલામાં અતિસુકુમાલ હોવાના કારણે તે સુકુમાલિકા તરસથી ઘણી પીડાતી રાજાને કહે છે ‘હે આર્યપુત્ર ! તરસથી અભિભૂત થવાથી મને આંખોથી કશુંયે દેખાતું નથી. તેથી જો પાણી નહી પીવડાવો તો ચોક્કસ હું મરી જ સમજો.' રાજાપણ સ્નેહવશ થયેલો ‘હે પ્રિયે ! ધીરી થા, જેથી હું પાણી લાવું છું', એથી તેને એક વૃક્ષની છાયામાં બેસાડી પાણી શોધવા અનેક વનરાજીથી ગીચ પર્વતના શ્રેષ્ઠ ઝરણા પાસે જાય છે, પરંતુ જયારે ક્યાંય પણ પાણી ન મળ્યું ત્યારે આગળ કષાય રસના ફળને દેખી પોતાની ભુજાની નસ ઉપર છુરી મૂકી લોહીનો પલાશપુટક-પડિયો ભર્યો, તુવરના ફળના પ્રયોગથી પાણી બનાવીને તેની પાસે આવ્યો. અને કહ્યું હે પ્રિયે ! આ મેં ઘણુ મેલુ પાણી મેળવ્યું છે તેથી આંખો બંધ કરી સ્વાદને લીધા વગર તૃષ્ણા રોગને ઉપશમન કરનાર કડવા ઔષધની જેમ પી જા, નહીંતર દુર્ગંછા થશે'. તેથી તે “તત્તિ” કહી સ્વીકાર કરીને આંખો બંધ કરી પાણીની બુદ્ધિથી પોતાના પતિનું લોહી પી જાય છે. સ્વસ્થ થઈ. ત્યારે ફરી કેટલોક પ્રદેશ આગળ ચાલે છે તેટલામાં સુકુમાલિકાએ કહ્યું, હે નાથ ! અત્યારે હું અતિશય ભૂખી થઈ છું તેથી ચાલવા સમર્થ નથી. તેથી ક્યાંથી પણ ભોજન લાવીને આપો, જો મારી જીવતીનું કામ હોય તો. ત્યારે તે રાજા તેના વચનથી પ્રેરાયેલો જેટલામાં કશું ભક્ષ્ય ન મળ્યું તેટલામાં છુરીથી પોતાના સાથળના માંસને છેદી સંરોહિણીથી પોતાનો ઘા રુઝાવી વનદવની આગથી પકાવી લાવીને આપ્યું. તેણે ખાધું. તેના આધારે ફરી ચાલવા સમર્થ થઈ. જેમાં ભેંકાર જંગલી જાનવરના અવાજથી રુંવાટી પણ ખડી થઈ જાય, એવા મોટા વનને અનુક્રમે ઓળંગી વારાણસી નગરીમાં પહોંચ્યા. પૂર્વે નહી જોયેલી એવી પોતાની તેવી અવસ્થા દેખીને ત્યાં ગયેલા તે રાજાએ વિચાર્યું ‘અહો ! ભવિતવ્યતાનું સામર્થ્ય. જેથી આની નજરમાં આવેલા પ્રાણીઓને તે નથી જે ન જોવા મળે. અને વળી રાજાઓના મસ્તકના મુકુટમણિથી ચમકદાર કરાયેલ ચરણકમળવાળા, કુંભના તટથી ઝરતા મદ જલવાળા જયકુંજરની હોદે ચઢનારા (૬) સમસ્ત કલાથી પરિપૂર્ણ ચંદ્રસમાન શ્વેતકમળને ધારણ કરનારા, ઉંચા કરાતા શ્વેત મનોહર દશીવાળા, શ્રેષ્ઠ ચામરોથી વીંઝાતા (૭) મદોન્મત્ત હાથી ઘોડા રથ ભટોથી વ્યાપ્ત અતિવિશાલ સૈન્યથી પરિવરેલા ક્યાં અમે હતા? જ્યાં આજે સામાન્ય માણસના જેવી બહુ દુ:ખદાયી દારુણ અવસ્થા ક્યાં ? ।।૮।। સર્વથા એવો તે કોઈ નથી જેને આપત્તિઓ હેરાન ન કરતી હોય; કહ્યું છે કે.... જેના ફેલાતા કિરણોથી આહત થયેલ અંધકાર દિશાના છેડે પણ ટકતો નથી, તે આ સૂરજ અંધકારથી અભિભૂત થાય છે. કાલના વશથી કોને આપત્તિઓ સ્પર્શતી (આવતી) નથી. ? ।।૩૭૫// તેથી હજી પણ જ્યાં સુધી પ્રાણો ધારણ કરુંછું, ત્યાં સુધી કાલને પસાર કરવાના કારણ ભૂત કંઈક કરવું જોઇએ. ત્યાં સેવામાં મારું ચિત્ત ઉત્સાહિત થતુંનથી કારણકે સેવામાં વર્તનાર પુરુષે નીચવૃત્તિથી સેવનીયના ચાટુશતો કરવા પડે-સ્વામીની ખુશામત કરવી પડે તેનો પ્રિય જો (આપણો) શત્રુ હોય તેની સાથે મૈત્રી ક૨વી પડે, પોતાના સ્નેહી બંધુ પણ તેમને અપ્રિય હોય તો ક્રોધ કરવો
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy