SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ સુકુમારિકા કથા ૧૪૫ વગરની નગરીની જેમ સમર્થ પણ તે નગરી અસમંજસવાળી થઈ ગઈ. વ્યવસ્થા વગરની નગરીમાં સુખી માણસ પણ અડધી ક્ષણ-કાચીસેકંડ પણ નિદ્રા મેળવી શકતો નથી. તેઓ ત્યારે તેવા પ્રકારનો નગરનો ઉપદ્રવ દેખી વિમલ મતિવાળા મહામંત્રીઓએ વિચાર્યું - “અહો! આ રાજય નાશ પામ્યું સમજો, જો બીજો રાજા ન કરવામાં આવે તો. કારણ કે ઘણું કહેવા છતાં રાજા વિષય વ્યસનને મૂકતો નથી”. એમ વિચાર કરી એકાંતમાં રાજાના મોટા પુત્રને કહ્યું કે “ભો કુમાર ! નીતિશાસ્ત્રમાં નિષેધ કરેલી એવી કામક્રીડામાં મગ્ન બનેલ તારા પિતા કુલક્રમથી આવેલ રાજ્યલક્ષ્મીને અત્યારે બીજાઓ દ્વારા હારવા લાગ્યા (બેઠા) છે. તેને જો તમારા જેવો રાજય મહાભારની ધુરાને વહન કરવા માટે દ્રઢ ખાંધવાળા વૃષભ જેવો પણ એ પ્રમાણે ઉપેક્ષા કરશે તો હંત ! મનસ્વિતા હણાઈ સમજો, તેથી કોઈ પણ હિસાબે આ પોતાના પિતાને દૂર કર અને ચુતરંગસેનાને વશ કરી તું સ્વર્યા રાય લક્ષ્મીને સ્વીકાર. જેથી તમારા ચરણ રૂપી શ્રેષ્ઠ ઝાડની છાયાને મેળવી સમર્થ – સમસ્ત પરપક્ષના ઉપદ્રવનો તાપ શાંત થવાથી અમે સુખચેનથી રહીશું. ત્યારે તે મંત્રીવચનને સાંભળી કુમારે કહ્યું “ભો ભો મંત્રીઓ, તેટલામાં અવશ્ય જે કરવાનું છે તે તમે કરી લો. તમે જે કરશો તે સુંદર થવાનું. નહીંતર તમને મંત્રીપદે પૂર્વરાજાઓ સ્થાપન કરત નહીં, એથી જે તમને ઇચ્છિત છે તે વિલંબ વિના કરીશ'. ત્યારે “મોટી મહેરબાની” એમ બોલતા હૃષ્ટ તુષ્ટ પ્રફુલ્લિત વદનકળવાળા મંત્રીઓ ઊભા થયા. ત્યારે બીજા દિવસે સંપૂર્ણ સૈન્ય વશ કરી કુમારે દેવી સુકુમાલિકા સહિત પિતાને યોગ મદિરા પીવડાવી. જેને પીવાથી પરવશ થયેલાની જેમ, મૂછિત થયેલાની જેમ, પરાધીન થયેલાની જેમ ક્ષણવારમાં (રાજા) વિવશ થઈ ગયો. ત્યારે કુમારે “આ શરાબના ઘેનમાં રહેલો છે' એમ પુરુષો પાસે મહામૂલ્યવાનું પલંગ ઉપર આરુઢ થયેલા દેવી સહિત રાજાને ઉપડાવીને અતિ ગહન મોટામસ ઝાડના સમૂહથી વ્યાપ્ત કાયર માણસોને ભય અને ક્ષોભ-ખળભળાટ આપનાર એવા મોટા જંગલમાં લઈને મૂકી દીધો. પત્ર લખીને તેના વસ્ત્રાંચલમાં બાંધી દીધો. અને વળી “તમને વ્યસનમાં આસક્ત જાણી તમામે તમામ રાજદરબારીઓએ દેવીની સાથે આ મોટા વનમાં મૂકેલ છે ||૪|| તેથી આ જાણી આ બાજુ ફરી પાછા વળવું નહીં, એમ બોલશો નહીં કે મને કહ્યું નહીં, એમ જાણી તને યોગ્ય લાગે તે કરો' પો. ત્યારે રાત પૂરી થતા ઘેન ઉતરતા ફરી પાછા આવેલા જીવનની જેમ સંજ્ઞા-ચૈતન્યને મેળવી જેટલામાં દિશાઓ જુએ છે તેટલામાં અતિ ભંયકર ઝાડથી ગીચ અનેક જંગલી પશુઓના પગલાથી ચિતરાયેલ ધરણીતલ અને મહાવનને જુએ છે,તે દેખીને આને વિચાર્યું, હેત ! શું આ ઇંદ્રજાલ જેવું દેખાય છે ?' જેટલામાં આ પ્રમાણે વિચારે છે તેટલામાં પોતાના વસ્ત્રમાં બંધાયેલ પત્રને જુએ છે, તે વાંચીને પરમાર્થને જાણી દેવીને કહ્યું “હે પ્રિયે ! આપણે કામમાં ઘણા આસક્ત હોવાથી પરિવારે કાઢી મૂક્યા', તેથી ત્યારે “મારા રાજયનું અપહરણ કરનાર કોણ છે ?” એમ બોલી તલવાર લઈ સામે જવા તૈયાર થયો. સુકુમાલિકાએ કહ્યું નાથ ! આમ ના કરો, પરિવારરહિતને પુરુષકાર યોગ્ય
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy