SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ મૂળશુદ્ધિ ભાગ-૨ જ્વાલાવલી કથા તેના છિદ્રને જાણે છે-જુએ છે કે તે આજે નગરથી પાંચ ગાઉ દૂરે જંગલમાં ચંડિકાના ભવનમાં મદ્યપાનમાં આસકત બની રહેલો છે. ત્યારે તેને જાણી મહાવેગથી તે ભિલ્લો ત્યાં ગયા. અને જુએ છે. અને વળી દુકાન બંધ કરી ઘણો દારુ પીવાથી અશક્ત શરીરવાળો વમનના બિભત્સ કાદવમાં ભૂમી ઉપર આળોટતા તેને તે ભિલ્લો ગાઢ બંધને બાંધી પોતાના સ્વામી પાસે લઈ આવ્યા. તે પલ્લીપતિએ પણ જ્વાલાવલીને એ પ્રમાણે કહ્યું “હે પ્રિયે ! તું જો, તારા વેરીને અત્યારે ગાઢ બંધને બાંધી અહીં લાવ્યા છે, તે દયિતે– પ્રિયે ! જે કાંઈ તને ગમે તે પોતાના હાથે કર. ૧૪. ત્યારે મને કદર્થના કરતો હતો તે શું તું જાણે છે?' એમ બોલતી તેણીએ અનેક પ્રકારની વિડંબનાઓ તેને કરી. નિદર્ય એવી તેણીએ તે પ્રમાણે બિચારાને પોતાના હાથે હેરાન કર્યો કે જે કોઈપણ કહેવા સમર્થ નથી, તે જ પ્રમાણે કર્દથના કરાતો મરણ પામ્યો. ૧૬ll ત્યારે તે પલ્લીપતિ સાથે સ્વભાવથી સારભૂતસુખને અનુભવતી તેનો સમય વીતે છે - અને વળી.... જેમ જેમ તેઓનો વિઠંભ વધે છે, તેમ તેમ કામ પણ વધે છે પરંતુ કોઈ પણ રીતે તૃપ્તિ થતી નથી Rશા તૃણ અને કાઇથી જેમ આગ, હજારો નદીઓથી જેમ સાગર તૃપ્ત થતો નથી તેમ મૈથુન સુખથી તે પણ તૃપ્ત થતી નથી. એક દિવસ આણે ઘણી રીતે કહેવા છતાં નિવૃત્તવેદ વાળા પલ્લિપતિએ તેણી સાથે કોઈ પણ હિસાબે ક્રીડા કરી નહીં ૧૯ / ત્યારે તે રોષે ભરાઈ પલ્લિપતિના નાનાભાઈને અતિશય મોહથી મુગ્ધ બનેલી તેણીએ આવા વચનો કહી વિનંતિ કરી કે, હે નાથ ! રોકટોક વિના નિત નિત મારી સાથે વિષયસુખ ભોગવ તથા આને કેદખાનામાં નાખી રાજય કર.' રવા. એ પ્રમાણે કહેતા લોભ અને મોહથી મુગ્ધ બનેલો છતો ભિલ્લોને ભેદી પલિપતિને જલ્દી બાંધે છે, બરાબર હથકડી બાંધી કેદખાનામાં નાખે છે, જાતે રાજય કરે છે તથા આણીના આદેશને પણ કરે છે. ૨૩ી. હવે તે પલ્લીનાથ પણ દરરોજ દુઃખી દુઃખી થયેલો ત્યાં રહે છે. હવે એક દિવસ ક્યારેક તેની હથકડી ઢીલી પડી ગઈ. ભવિતવ્યતા વશે રક્ષપાલક ગાઢ પ્રમાદમાં ઊઠીને ધીરે ધીરે તેના વાસઘરમાં જાય છે. ૨૬ રાત્રે તેની સાથે સુખથી સૂતેલ તેના ભાઈની પાસેથી તલવાર લઈ નાના ભાઈનું માથુ વધેરી નાખે છે. અને ભયંકર ક્રોધના આવેશથી તેણીના પણ કાન નાક અને હોઠ કાપીને લઈ લીધા અને મહાભયંકર અંધકારમય કારાવાસમાં બાંધીને નાંખે છે. //રશા ત્યાં ઘણી વેદનાથી પીડાયેલી તીક્ષ્ણ દુઃખસમૂહને અનુભવી મરીને છઠ્ઠી પૃથ્વીમાં નારકી થઈ. |૨૮ ત્યાંથી નીકળી મહાદુઃખદાયી ભવસાગરમાં ભમશે. એ પ્રમાણે આ જવાલાવલી અનેક સંતાપકરનારી થઈ ૨૯ || અને વળી ગર્ભમાં રહી ત્યારે માતાને સંતાપ કરાવેલ, બાલપણામાં બધા છોકરાઓ-ટાબરિયાઓને દુઃખ દેનારી થઈ, ત્યાર પછી વૃદ્ધિ પામતા પિતાને ઉગ કરનારી થઈ, યૌવન સમયે પતિને દારુણ
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy