SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ મૂળશુદ્ધિ ભાગ-૨ આ અંતરામાં રાત્રિ પૂરી થઈ ગઈ તારા નાશ પામી ગયા, ઘુવડો છૂપાવા લાગ્યા. કાગડા કાં કાં કરે છે, ચિડિયા ચીંચીં કરે છે , જંગલી પશુઓ નાસવા લાગ્યા, દેવસમૂહ સ્તુતિ કરવા લાગ્યો. વિવિધ જાતના પ્રભાતવાજિત્રનો સમૂહ વાગવા લાગ્યો. ત્યારે અનુક્રમે આકાશની શોભા કંઈક પીળાશ વાળી થઈ ગઈ. અને વળી..... જેના તારારૂપી આભૂષણો ખરી પડ્યા છે, અંધકારરૂપી વાળ જેણે ત્યજી (દેવામાં આવ્યા છે) દીધા છે એવી કાંઈક પીલાશ પામેલી આકાશલક્ષ્મી કુમારની ભાર્યાની જેમ પંખીઓના ન્હાને રડે છે. એ અરસામાં પરનારીમાં આસક્ત બનનારાની આ હાલત થાય છે. તે જોવા અને જોવડાવવા માટે જાણે અંધકારના વિસ્તારને દૂર હડસેલી સૂરજ ઉદય પામ્યો. લા. ત્યારે તેણીએ એક પુરુષને પૂછયું કે “આ છાવણી કોની છે ?” તે માણસે કહ્યું “રત્નપુરથી આવેલ ઇદ્રદત્તકુમારની છે.” કુમારના વધના પરમાર્થને જાણનારી તેણીએ કહ્યું કે “તમારા સ્વામીને વીરચર્યાએ નીકલેલ સૂરપાલ કુમારે મારી નાંખ્યો છે. જો તમને વિશ્વાસ ન હોય તો અમુક સ્થાને જઈ જુઓ. ત્યારે કેટલામાં જઈને જુએ છે તેટલામાં તેમ જ દેખે છે. હાહાં-કંદન કરવામાં પરાયણ નાયક વગરનું હોવાથી ઈદ્રદત્તનું સૈન્ય ભાગી ગયું. આ વૃત્તાંત ઈદ્રદત્તના પિતાને કહ્યો. તે પણ મોટી સામગ્રી સાથે સૂરપાલ ઉપર આવ્યો. મોટું ઘમસાણ યુદ્ધ થયું. ત્યારે ત્યાંથી કોઈ રીતે પોતાના પુત્રને દુવિલાસને જાણી, સૂરપાલને ખમાવી ઇંદ્રદત્તના પિતા મહસેન રાજા પોતાના સ્થાને ગયા. તે જ્વાલાવલી પણ બીકથી ભાગતી મહાપુરનગર ભણી જતા ધનદત્ત સાર્થવાહને મળી. તે ધનદત્તે પણ તેના રૂપયૌવનથી ખેંચાયેલ મનવાલાએ તેને પત્ની તરીકે સ્વીકારી. આ મહાપુર પહોંચ્યો. ત્યાં પણ “આ તો દુર્વિનીતા છે' એથી કરી સાર્થવાહે તેના ઉપર પ્રેમ ઢીલો કર્યો. ઘણું શું ? પોતાના ઘેરથી કાઢી મૂકી ત્યારે પ્રદુષ્ટ (દ્વષયુક્ત) ચિત્તવાળી તે નગરના આરક્ષક પાસે જાય છે. તેણે પણ દેખીને પત્ની તરીકે સ્વીકારી. પ્રદુષ્ટા તેણીએ સાર્થવાહની કરવેરાની ચોરીની ભૂલ આરક્ષકને જણાવી દીધી, તેણે પણ ખાત્રી પ્રમાણપૂર્વક જાણીને રાજાને કહ્યું. રોષે ભરાયેલ રાજાએ પણ પરિવાર સાથે સાર્થવાહને જેલમાં નાખ્યો. મહાકષ્ટ સર્વસ્વ અપહાર-જત કરી સાર્થવાહને છૂટો કર્યો. આરક્ષકે પણ ક્યાંક દુશ્ચેષ્ટાના કારણે નિદર્ય પૂર્વક તે જ્વાલાવલીને ફટકારી. ત્યારે તેના ઉપર રોષે ભરાઈ છતી રાત્રે ઘરથી નીકળી ગઈ. તથાવિધ ભવિતવ્યતાના યોગે ભિલ્લચોરોએ મેળવી, તેઓએ પણ ઘરેણા વગેરે લઈને “આ ઉત્તમ ભેટ છે' એથી કરી પલ્લી પતિને સોંપી. તેણે પણ “અહો ! સુંદર ભેટ લાવ્યા' એથી ખુશ થઈ એઓને ઘણું ઇનામ આપ્યું. આ પલ્લીપતિએ પણ તેને બધાથી પ્રધાન પોતાની પત્ની બનાવી. અનુરાગને પરવશ થયેલો તેનો જ આદેશ માનતો રહે છે. એક વખત તેણે પલ્લીપતિને કહ્યું “હે પ્રિયતમ ! જો તું સમર્થ હોય તો એક પ્રાર્થના કરું, જો તેને તું કરે”. તેણે કહ્યું “હે સુંદરિ ! તને જે મનગમતું હોય તે કહે. ૧૦ના તેનું મન જાણી તે કહે છે કે “મહાપુરથી ચંડવીર્યને લાવીને મારી આગળ ઘણો હેરાન કરો” |૧૧|| ત્યારે પલ્લીપતિએ કહ્યું “હે પ્રિયે ! જે તને ગમે તે નિશ્ચય હું કરીશ'. તેથી પોતાના ભિલ્લોને આદેશ કર્યો કે “અરે ! કોઈપણ રીતે ચંડવીર્યને બાંધી અહીં લાવો: ત્યારે તે ચોર પુરુષોએ ત્યારે
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy