SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ મૂળશુદ્ધિ ભાગ-૨ અથવા હે પ્રભુ ! અહીં દોષ શું છે ? કારણ કે થોડા વધથી ઘણા જીવો જીવે છે, એથી પ્રાણ જાય તો પણ હું હિંસા ન છોડું. || ૯૯ ને એ પ્રમાણે ત્યારે રાજા ઉપાય કરી ન શક્યો, ત્યારે અધૃતિ પામેલો અધીરો બનેલો જિનવરના ચરણ કમળમાં આવે છે. જિનવરે કહ્યું “હે નરવર તું દુઃખી ન થા, - તું ઝુરીશ નહીં, કારણ કે આવતી ચોવીશીમાં તું પદ્મનાભ નામે પ્રથમ તીર્થંકર થઈશ.’ ||૧૦૧ તે સાંભળી હર્ષવશ ઉલ્લસિત રોમાંચવાળો ફરીથી જિનવરને વાંદી પોતાના ઘેર જાય છે. |૧૦૨ો. એ પ્રમાણે હારની આ ઉત્પત્તિ કહી, તથા કુંડલ યુગલ અને વસ્ત્ર યુગલની ઉત્પત્તિ કહી બતાવી. અત્યારે પ્રસ્તુત સાંભળો....૧૦૩ || ત્યારે અભયકુમારની માતા સુનંદાએ અભયકુમારની સાથે દીક્ષા લેવાની તૈયારી કરી. ત્યારે કુંડલયુગલ અને વસ્ત્રયુગલ હલ્લ વિહલ્લને આપ્યા. ચેલુણાએ પણ અઢારસરો હાર તેઓને આપ્યો. એ વખતે કોણિકે વિચાર્યુ કે “શ્રેણિકમને રાજય નહી આપે, તેથી બલાત્કારે ગ્રહણ કરું, એમ વિચારણા કરતા તેણે કાલ વગેરે દશકુમારોને ફોડ્યા. કોણિકે તેઓને કહ્યું કે “આપણે પિતાને બાંધી લઈએ, પછી અગ્યાર ભાગ કરી રાજય ભોગવશુ'. એ પ્રમાણે ચડાવી શ્રેણિકરાજાને બાંધ્યો, જેલમાં નાખ્યો. ચલણા પણ છુટી રીતે સ્વતંત્રપણે તેને મળી શકતી નથી. અને દરરોજ-નિતનિત ૧૦૮ ચાબકા મરાવે છે, ચેલ્લણા પણ સ્વયંધોત મદિરાથી કેશપાશને પલાડીને અને કુમ્માસના પિંડને છુપાવી તેને દરરોજ આપે છે. તેથી મદ્યપાનના કારણે કશાઘાતની તકલીફ ઓછી પડે. એ પ્રમાણે અગ્યારભાગમાં રાજય વિભક્ત કર્યું. એક દિવસ કોણિકનો પુત્ર-પદ્માવતીની કુખમાં ઉત્પન્ન થયેલો ઉદાયી નામનો કુમાર, ખોળામાં રહેલા તેની સાથે કોણિક ભોજન કરી રહ્યો છે. ત્યારે તે ઉદાયીએ થાળીમાં પેશાબ કર્યો. “આને પીડા ન થાઓ” એ કારણથી આને દૂર કર્યો નહીં. તેટલા માત્ર કૂરને દૂર કરી શેષ ભોજન કરવા લાગ્યો. આ બાજુ તે સમયે ચેલ્લણા તેની પાસે બેસેલી હતી. ત્યારે આનંદમાં આવેલા કોણિકે માતાને પુછ્યું “હે મા ! શું બીજા કોઈને પણ મારા જેટલો પુત્ર પ્રિય છે ? ચેલ્લણા બોલી “હે અતિ અભવ્ય ! આ તને કેવો પ્રિય ? જેવો તું તારા પિતાને પ્રિય હતો, જેથી પરુથી સડેલી આ તારી આંગળીને મોઢામાં ધારણ કરી રાખતા હતા. છતાંપણ પોતાના બાપને તે આવું કર્યું. તે કોણિક બોલ્યો “જો આમ છે, તો રાજાવાટિકામાં ગયેલા અમોને ત્યારે મને ગુલમોદક વળી હલ્લવિહલને ખંડમોદક કેમ મોકલતો હતો?” ચેલણાએ કહ્યું આહા અનાર્ય ! તે બધું રાજવૈરી હોવાથી હું કરતી હતી. ત્યારે કોણિકે કહ્યું “મા ! જો આમ છે તો મેં ખોટું કર્યું કે પોતાના પિતાને આપત્તિમાં નાંખ્યા. તેથી અત્યારે બેડી તોડી રાજ્ય ઉપર સ્થાપન કરું. એથી કુહાડી લઇને બેડી તોડવા દોડ્યો. અને દ્વારપાળોએઆવતો દેખ્યો. અને દેખીને પગમાં પડી તેઓએ શ્રેણિકને વિનંતી કરી કે “હે દેવ ! બીજા દિવસોમાં તો તે તમારો દુષ્ટ પુત્ર હાથમાં ચાબૂક લઈને આવતો હતો, વળી આજે તો કુહાડી હાથમાં લઈને આવી રહ્યો છે. શ્રેણિકે પણ “કોઈક=કદાચ બુરી રીતે કુમાર મારી નાંખે કશું કહેવાય નહી = જણાય નહીં” એમ વિચારી તાલપુટઝેર જીભના ટેરવે મૂકી દીધું. અને તેનાથી શ્રેણિકના પ્રાણપંખેરૂ ઉડી ગયા. તેને તેવો દેખી કોણિક વિષાદ પામેલો વિલાપ કરે
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy