SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૧ ૨૭. કાલસૌરિકે છીંક ખાધી ત્યારે કહે છે. “જીવીશ નહીં મરીશ નહીં. એ પ્રમાણે બોલી દેવા સમવસરણથી નીકળી ગયો ! ૭૯ || હવે શ્રેણિક રાજાએ નજરથી પુરુષોને ઈશારો કર્યો કે આને પકડો, તેઓ તેની પાછળ જેટલામાં લાગ્યા તેટલામાં તે દેવ ચલાયમાન ચમકદાર કુંડલાદિ આભૂષણોથી શોભાયમાન થઈ આકાશમાં ઊડી ગયો. ઘેર પહોંચ્યો, શ્રેણિકે પુરુષોને પૂછ્યું તેઓએ પણ બધી વાત કરી, તેથી રાજાને આશ્ચર્ય થયું. બીજા દિવસે શ્રી જિનેશ્વર ભગવાનને વૃતાંત પૂક્યો. | ૮૨ / ભગવાને કહ્યું આ તો દર્દીરાંક દેવ, “જો આ દેવ છે. તો તમને રસી કેમ લગાડતો હતો ?' || ૮૩ / તે રસી ન હતી પરંતુ તે તો ગોશીષચંદન હતું, પરીક્ષા કરવા માટે તેણે તને દૃષ્ટિમોહ કર્યો. | ૮૪ ||. - રાજા કહે છે “જો એમ છે તો છીંકાદિની વાત કેવી રીતે ઘટે ?' ભગવાન બોલ્યા “તેણે બધું સાચું જ કીધું છે.” || ૮૫ | ‘હું મરું તો મોક્ષ થાય, જીવું તો દુઃખ છે, તને વળી અહીં રાજય છે મરી જતા તારે નરકમાં જવું પડશે, અભયકુમાર અહીં પણ ગુણો ઉપાર્જન કરે છે અને પછી પરલોકમાં પણ સ્વર્ગને પ્રાપ્ત કરશે. કાલસૌરિક અહીં પણ પાપ કરે છે, પરલોકમાં પણ નરકમાં જશે. . ૮૭ || તે સાંભળી રાજા કહે છે, “તમે સ્વામી હોવા છતાં શું હું નરકમાં જઈશ ?' જિનેશ્વર કહે છે આ તો ભાવિ ભાવ છે'. / ૮૮ | પોતાના તીવ્ર નારકના દુઃખોથી મુગ્ધ બનેલ રાજા ભગવાનને કહે છે-છતાં પણ અહીં વારવા માટેનો કોઈ ઉપાય ખરો ? || ૮૯ /. જેથી નરકમાં જવું ન પડે, ભગવાન પણ કહે છે, ઉપાય છે, જો કપિલા દાસી પાસે સાધુને ભિક્ષા અપાવ, કાલસૌરિક પાસે હિંસા બંધ કરાવી ને ૯૦ || એપ્રમાણે સાંભળી વંદન કરી જેટલામાં ઘર તરફ ચાલ્યો તેટલામાં ખુશ થયેલ દર્દરાંક દેવે રાજાને અઢારચક્ર (સેરો) હાર અને બે ગોળ દડા, એવાટકા આપ્યા અને કહ્યું કે જે તુટી ગયેલા આ હારને સાંધશે તે અવશ્ય મૃત્યુ પામશે. | ૯૨ / ચેલણાને હાર આપ્યો અને નંદાને વર્તકયુગલ, તેથી રીસાયેલી નંદા કહેવા લાગી “શું હું આ દાનને યોગ્ય છું? આ છોકરાઓને યોગ્ય છે. એમ બોલતે રોષે ભરાયેલી તેણીએ થાંભલા ઉપર પછાડયા. ત્યારે એકમાંથી વસ્ત્રયુગલ અને બીજામાંથી કુંડલ યુગલ મહામૂલ્યવાન નીકળ્યા ત્યારે ખુશ થયેલી દોડીને ગ્રહણ કરે છે. તે ૯૫ / રાજાએ કપિલાને કહ્યું સાધુને ભિક્ષા આપ, જેથી તારા મનને જે ગમે તે ખુબ આપીશ” તે બોલે છે જો મારા બધાં અંગો શ્રેષ્ઠ સોનાથી મઢાવી દે તો પણ જન્માંતરમાં પણ આવું હું ન કરું, ને ૯૭ | કાળસૌરિકને કહ્યું હિંસા છોડ, તને ગામ નગરાદિ આપું, તે કહે છે પ્રિયાની જેમ મને આ ખૂબ પ્રિય છે તેથી આને છોડવા હું સમર્થ નથી || ૯૮ /
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy