SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ પદ્માવતી કથા ૧૧૯ અંતઃપુર-રાણીવાસમાં પ્રધાન રૂપાદિથી દેવાંગનાઓને જિતનારી ધારિણી નામની રાણી છે. તેના ગર્ભમાં ઉત્પન્ન થયેલ, અનેક ગુણોનું સંભવ સ્થાન તેમજ ૭૨ કળામાં કુશલ, કૌતુકમાં અતિ આસક્ત સુમંગલ નામનો પુત્ર છે. તે રાજાના મહામંત્રીને સેનક નામે પુત્ર છે, જે કદરૂપો છે. તેનું વર્ણન કરે છે.... જેના પગ અતિશય પહોળા ને જાડા છે. સુપડા જેવા નખ છે, જંઘા નાની અને વિષમ છે, સાથળ એક બીજા સાથે ઘસાય તેમ જોડાયેલા છે. કેડ વાંકી છે, લટકતું પેટ છે, પેટ વિષમ છે. છાતી ઊંચી નીંચી છે, ભુજાઓ સાવ નાની છે. વિષમ ખાંધવાળી નાની ડોક છે. હોઠથી બહાર નીકળનારા અતિશય વાંકા દાંત છે, હોઠો લબડતા છે, અતિશય ચપટી અને ભંગાયેલી નાસિકા છે, આંખ બિલાડી જેવી છે, ભુંડ જેવું ભાડતલ છે. અપલક્ષણવાળા કાન છે, અગ્નિની શિખા જેવો વાળનો સમૂહ છે. આવા પ્રકારના રૂપવાળા તે મંત્રીપુત્રની જનસમૂહ મશ્કરી - હાંસી ઉડાવે છે. રાજાનો પુત્ર સુમંગલ તે દિવસથી તેની હાંસી મજાક કરવા લાગ્યો. તથા રાજપુત્ર ક્રીડાથી-ખેલ કૌતુકના કારણે ઘણા પ્રકારની વિડંબનાથી મંત્રીપુત્રને ઘણો હેરાન કરે છે. રાજપુત્ર દ્વારા દરરોજ હેરાન કરાતા તેને વૈરાગ્ય ઉત્પન્ન થયો, અને એણે વિચાર્યું..... પૂર્વભવમાં તેવું કંઈક પાપ કર્યું હશે જેથી આ ભવમાં નરકના દુઃખ સરખા આ દુઃખો મારા માથે આવી પડ્યા છે. તે ૬ || તેથી અત્યારે તેવું કરું જેથી આવતા ભવમાં આવી હેરાનગતિ ન પામું, એમ વિચારી નગરમાંથી નીકળી ગયો. ત્યારે ગામ નગર - આકરમાં ભમતો એક તાપસના આશ્રમે પહોંચ્યો. ત્યાં કુલપતિને જોયા. ભાવપૂર્વક પ્રણામ કર્યા. કુલપતિએ આશીર્વાદ આપ્યા અને પૂછ્યું કે “હે વત્સ ! તું ક્યાંથી અને કયા કારણે અહીં આવેલો છે ?” તે બોલ્યો - વસંતપુરથી ઘરથી નિર્વેદ પામેલો અહીં આવ્યો છું. ત્યારે કુલપતિએ “પાત્રભૂત છે-યોગ્ય પાત્ર છે”, એમ જાણી ધર્મદેશના આપી. તે સાંભળી તાપસ થયો. સંવેગના અતિશયથી ઉગ્ર તપ અનુષ્ઠાન કરે છે, જેટલામાં ઉષ્ટ્રિકાશ્રમણ - મોટા ઘડામાં બેસી તપસ્યા કરનાર - આજીવિકમતનો સાધુ થયો.વિહાર કરતો વસંતપુર પહોંચ્યો. પ્રસિદ્ધિ થઈ કે આવા પ્રકારનો આ મહાતપસ્વી છે. રાજાએ આ સાંભળ્યું કે અહીં કોઈ મહામુનિ આવેલા છે. ત્યારે પરમ ભક્તિથી રાજા તેને વંદન કરવા ગયો. વંદન કરીને પૂછ્યું કે હે ભગવન્! તમારા વૈરાગ્યનું કારણ શું? મુનિએ કહ્યું હે મહારાજ ! સંસાર જ પહેલું નિર્વેદનું કારણ છે, અને બીજુ સુમંગલ નામનો રાજપુત્ર પરમ કલ્યાણમિત્ર મારા વૈરાગ્યનું કારણ છે. રાજાએ કહ્યું કેવી રીતે ? ત્યારે મૂળથી માંડી બધું પોતાનું ચરિત્ર કહી સંભળાવ્યું. જેમ જેમ રાજા આ તપસ્વીવડે કહેવાતુ પોતાનું દુશ્ચરિત્ર સાંભળે છે, તેમ તેમ તે જ ક્ષણે તે રાજા શરમાઈ જાય છે. || ૮ || રાજા તેના પગમાં પડી ખમાવે છે, તે જ હું પાપી તમને ઉગ કરનાર છું તેથી જે અકાર્ય કર્યું તે ક્ષમા કરો. | ૯ || તેથી ત્યારે મેં નિરપરાધી તમને હેરાન કર્યા તે ક્ષમા કરો. અત્યારે તમને દેખી મારું હૃદય ઘણું દિલગીર થઈ રહ્યું છે-ખેદ પામે છે. તે ૧૦ |
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy