SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ મૂળશુદ્ધિ ભાગ-૨ ત્યારે રાજયને ઈચ્છતી હોતી, અત્યારે વળી તપ નહિ આચરેલ મને સંસારમાં નાંખ્યો છે. આ બાળકોનું જરાક મરણ ન થયું-જરીક મરણથી બચી ગયા. તે ૩૩ . તેથી અત્યારે પણ આ રાજ્યને ગ્રહણ કર, અતિ દારુણ દુખને જન્મ આપનાર, સંસારના કારણભૂત આનાથી મારે કોઈ કામ નથી'. એમ કહીને મંત્રી સામંતોને બોલાવીને ગુણચંદ્રને રાજય ઉપર સ્થાપ્યો અને બીજાને - બાલચંદ્રને યુવરાજપદે સ્થાપ્યો. | ૩૫ | ત્યાર પછી સર્વ સામંત વગેરેને તે ભળાવીને-સોંપીને સદ્ગુરુ પાસે ઠાઠમાઠથી દીક્ષા સ્વીકારે છે. | ૩૬ છે. મુનિચંદ્ર ભાઈનો પુત્ર અને બીજો પુરોહિત પુત્ર મુનિજનોને ઉપસર્ગ - હેરાન કરવામાં રસ ધરાવતા હતા. ઉગ્ર તપ કરતા નિપુણ બુદ્ધિવાળા તે સાગરચંદ્ર મુનિએ તેઓને શિક્ષા આપીને બળાત્કારે બંનેને દીક્ષા આપી, રાજપુત્રને તો દીક્ષા સમ્યફ પરિણત થઈ. બીજો પુરોહિત પુત્ર - “મને બળજબરીથી દીક્ષા આપી”. એમ ગુરુ ઉપર દ્વેષ કરીને અને ધર્મ ઉપર કંઈક દુર્ગછા કરી, આરાધના વિધિથી બને (મૃત્યુ પામી) દેવલોકમાં ગયા. પરંતુ જિનેશ્વરે બ્રાહ્મણપુત્રને દુર્લભ બોધિ કહેલો છે. તે માતા ! (મિત્ર) મને પ્રતિબોધ પમાડજે એમ બીજાને પ્રાર્થના કરી, Aવીને તે પુરોહિતપુત્ર અહીં મેતાર્થ થયો, આઠ કન્યાઓને પરણ્યો. // ૪૧ છે. (મિત્ર) દેવે મહામુશ્કેલે બોધ પમાડ્યો, પણ ફરીથી શ્રેણિકની પુત્રી નવમી કન્યાને પરણીને અનુપમ ભોગ ભોગવી / ૪૨ || મહામુનિ બન્યો, સુવર્ણકારના ઘેર ગયો, સુવર્ણના જવલા ન દેખાતા સોનીએ મુનિને પૂછ્યું, તે મુનિએ પણ જીવદયાથી જવનું હરણ કરનાર ક્રાંચ - કાબરનું નામ ન લીધું, ક્રોધિત બનેલ સોનીએ ઘોર ઉપસર્ગ કર્યો તેથી કેવલજ્ઞાન ઉત્પન્ન કરી પરમ સુખવાળા મોલમાં પહોંચ્યો. જે પ્રમાણે તે થયું તે બધુ અન્ય ગ્રંથથી જાણી લેવું. સાગરચંદ્ર મુનિ પણ શુદ્ધ ચારિત્રનું પાલન કરી અનશન વિધિથી મરણ પામી દેવલોકમાં ગયા. (પ્રિયદર્શના કથા સમાપ્ત). बंधुनेहखयंकारी, नारी पउमावई इव । नारी जालावली चेव, महासंतावकारिणी ॥१६९॥ ગાથાર્થ – પદ્માવતી નારીની જેમ ભાઈ બંધુના સ્નેહને મીટાવનારી નારી છે, જવાલાવલીની જેમ મહાસંતાપને કરનારી નારી છે. તે ૧૬૯ મે કહ્યું છે...કે સ્ત્રી માટે ભાઈના યુગલનો-બે ભાઈમાં ભેદ પડ્યો. સંબંધનો ભેદ કરવામાં સ્ત્રી જ મૂળ કારણ છે. કામને પ્રાપ્ત નથી કર્યા - કામ ભોગને મેળવ્યા વિના ઘણા રાજાઓ એવા છે કે જેના વંશને નારીઓએ મૂળથી ઉખેડી નાંખ્યા. /૩૬૯ી કોણિકની પત્ની તે પદ્માવતી, તથા જ્વાલાવલી નામની સ્ત્રીની જેમ અથવા અગ્નિશિખાની શ્રેણીની જેમ નારી ઘણું જ દુઃખ આપનારી છે. ૧૬મા ભાવાર્થ તો કથાનકોથી જાણવો. તેમાં પદ્માવતીની કથા કહે છે. પદ્માવતી કથા જ આ જ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વસંતપુર નગરમાં જિતશત્રુ નામનો રાજા છે. તેને આખાયે
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy