SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ८४ ચંડપુત્ર કથા મૂળશુદ્ધિ ભાગ-૨ ગત- ગુજરી ગયેલા માણસની ? સ્ત્રીની પૃચ્છા કેવીરીતે થાય ? વિષ્ણુવાદિ શબ્દ કયો ગયાલંકાર = ગદા છે અલંકાર જેમનું, ? શત્રુને સમાપ્ત કરનાર શસ્ત્ર કયું ગદા ? સંસારમાં દરિદ્ર કુલ કેવું હોય ? અલંકાર વગરનું અને રાજભવન કેવું હોય ? હાથી અને ઘરેણાવાળુ. હાથી એકાએક શું પૂછે ? વાનરાઓ ક્યાં ભંગાય છે ? || ૧૧૫ // રાજાએ કહ્યું ફરી કહે, તે ફરીવાર બોલી, તેની પછી લખીને રાજાએ કહ્યું - હે પિયે ! હું સમજી ગયો - ગજાલંકાર - ગજ, ગય-ગુજરી ગયેલાનો વાચક શબ્દ વર્જવામાં આવે છે, “ગુજરી ગયો” (મરીજા) તેવો શબ્દ બોલવામાં વર્જવો જોઇએ, એ પ્રમાણે સમસ્ત પંડિત પુરુષો વડે પ્રશંસા કરવા લાયક, ધાર્મિક માણસોને ઈષ્ટ, દેવોવડે ઈચ્છવા યોગ્ય, મિથ્યાત્વથી નાશ પામેલી - અંધ બનેલી બુદ્ધિવાળા પ્રાણીસમૂહને દુઃખદાયી, પાપના ભારથી ભરેલા સત્ત્વ સમૂહથી મશ્કરી કરવા યોગ્ય, અભવ્ય જનોને પ્રતિ કટાક્ષ કરનાર એવા વિનોદો વડે રહેતા તેઓને કાળ પસાર થાય છે. (અહીં આપેલા ઉખાણાની સ્પષ્ટતા થતી નથી, વાચકવર્ગ જાતે વિચારે). હવે એક દિવસ ક્યારેક નિયુક્ત પુરુષે માથું નમાવી કહ્યું – “તમને વધામણી હો” અહીં જ શ્રેષ્ઠ ઉદ્યાનમાં દેવ વગેરેથી વંદનીય, આગમ વિહિત ક્રિયા કરવામાં જેમનું ચિત્ત ચોટેલું છે, સુપ્રશાંત, ગુણવાનું, જ્ઞાનલક્ષ્મીથી ઝગમગતા ભવ્ય જીવો માટે કલ્પવૃક્ષ સમાન, ઘણા શિષ્યોથી પરિવરેલા ગુણાકર નામના મહાન આચાર્ય આ નગરમાં સમોસર્યા છે. || ૧૧૯ છે. તે સાંભળી ભક્તિવશ વિકસિત થયેલ રોમરાજીવાળો રાજા વધામણી આપનાર માણસને તુષ્ટિદાન આપીને / ૧૨૦ || - બધા રાજાઓ સાથે રાણી જોડે રાજા ગુરુ પાસે ગયો. ત્રણ પ્રદક્ષિણા કરીને (આપી) ભૂમિતલે બેઠો. / ૧૨૧ | ભગવાન્ પણ ધર્મ કહે છે... “ભો ! ભો ! આ ભવમાં પૂર્વે કરેલ સુકૃત-ધર્મથી અચિંત્ય શક્તિવાળી પદવી પ્રાપ્ત થાય છે. જે ૧૨૨ . તેથી તે ધર્મને જ ફરી શુધ્ધ મનથી કરો. સદ્ધર્મ કર્મ સર્વ દુઃખોનું દહન કરવા માટે અનામજબૂત શસ્ત્ર છે.’ || ૧૨૩ તે સાંભળી પરમ ભક્તિથી રાજા ગુરુને વિનવે છે - હે ભગવન્! જેટલામાં રાજયને સુવ્યવસ્થિત કરું ત્યારે તેટલામાં તમારા ચરણકમલમાં દીક્ષા સ્વીકારી વાયુથી ઉપાડેલી શિખાની ફળીના ની જેમ ઘણું હાલક ડોલક-ચંચલ મનુષ્ય જન્મને સફળ કરીશ.” | | ૧૨૫ / “તું પ્રતિબંધ-રાગ કરીશ નહી” ગુરુએ એમ કહ્યું ત્યારે રાજા ઘેર ગયો, અને સામંત (ખંડીયા રાજા) - મંત્રી વગેરેને-સમસ્ત પરિવારને પૂછી શાંતિમતિના પુત્ર શ્રેષ્ઠકુમાર જિનશેખરને આખી પ્રજા સાથે મળી રાજય ઉપર સ્થાપન કર્યો. તે ૧૨૬ / અને પ્રજાને કહ્યું આજથી તમારો આ સ્વામી છે. જો આ ગુણસંપન્ન હોય તો પ્રયત્નપૂર્વક સેવા કરજો . ૧૨૭ | ત્યારે પ્રણામ કરી રાજા કહેવા લાગ્યો “હે પુત્ર ! મેં આ પ્રજાનું સાધર્મિક માનીને લાલન
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy