SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૩ અવગણના કરી. પછી જલદી તગરના મુખ્ય અન્ય માણસોની સહાય લઈને અને શ્રેષ્ઠ રત્નોથી ભરેલું પાત્ર હાથમાં લઈને રાજાને વિનંતિ કરવા માટે રાજાની પાસે આવ્યો. પછી તેણે આ પ્રમાણે વિનંતિ કરી:- હે દેવ ! મારા આ પુત્રો કોઈ પણ માનસિક દોષથી નગરની બહાર નીકળ્યા નથી એવું નથી. કિંતુ તેવા પ્રકારનો હિસાબ લખવામાં વ્યગ્ર હોવાથી (વહેલા) નીકળી શક્યા નહિ. સૂર્યાસ્ત થવાનો સમય આવ્યો ત્યારે નગરની બહાર નીકળવા માટે તેઓ ચાલ્યા, પણ પોળના દરવાજા બંધ થઈ જવાના કારણે તેઓ નીકળી શક્યા નહિ. આથી આ એક અપરાધને માફ કરો. મારા પ્રિય પુત્રોને જીવન આપવા વડે કૃપા કરો. આ પ્રમાણે વારંવાર કહેવા છતાં પોતાને સફલ કોપવાળો=મારો કોપ ક્યારેય પણ નિષ્ફળ ન જાય એમ માનતો, રાજા જ્યારે પુત્રોને છોડવા ઉત્સાહિત ન થયો ત્યારે શ્રેષ્ઠીએ રાજાના કોપની શાંતિ માટે એક પુત્રની ઉપેક્ષા કરીને પાંચ પુત્રોને છોડાવવાનો પ્રારંભ કર્યો. જ્યારે પાંચ પુત્રોને પણ છોડતો નથી ત્યારે બે પુત્રોની ઉપેક્ષા કરીને ચાર પુત્રોને છોડાવવાનો પ્રારંભ કર્યો. આ પ્રમાણે ચારને પણ ન છોડ્યા એટલે ત્રણ, બે અને છેવટે પાંચની ઉપેક્ષા કરીને એક મોટા પુત્રને છોડવાની વિનંતિ કરી. તેથી નજીકમાં રહેલા મંત્રી અને પુરોહિત વગેરેની અતિશય પ્રાર્થનાથી અને “મૂળમાંથી કુળનો ઉચ્છેદ કરવો એ મોટા પાપ માટે થાય છે એમ વિચારીને જેના ક્રોધની તીવ્રતા કંઈક ઓછી થઈ છે એવા રાજાએ એક મોટા પુત્રને છોડ્યો. નય .... મતિરોડ રૂતિ આ= આગળમાં બતાવે છે એ, આમાંગકથામાં, અર્થનો ઉપાય છે – જે પ્રમાણે તે વસંતપુર નગર છે તે પ્રમાણે સંસાર છે. જે પ્રમાણે રાજા છે તે પ્રમાણે શ્રાવક છે, જે પ્રમાણે શ્રેષ્ઠી છે તે પ્રમાણે ગુરુ છે અને જે પ્રમાણે છ પુત્રો છે તે પ્રમાણે આ છ જવનિકાય છે. અને જે પ્રમાણે તે પિતાના શેષ પુત્રોની ઉપેક્ષાથી એક પુત્રને મુકાવતાં પણ શેષ પુત્રના વધતી અનુમતિ નથી એ રીતે ગુરુ વિજપુત્ર જેવા છ જવનિકાયને તે તે પ્રવ્રયાના ઉત્સાહના ઉપાય વડે ગૃહસ્થપણાથી તદ્દધમાં પ્રવૃત એવા શ્રાવકથી=છ જવનિકાયતા વધમાં પ્રવૃત્ત એવા શ્રાવકથી મુકાય છે. જ્યારે આ શ્રાવક હજી પણ તેઓને મૂકવા માટે ઉત્સાહિત થતો નથી ત્યારે જ્યેષ્ઠપુત્ર જેવા ત્રસકાયને શેષની ઉપેક્ષાથી ત્રસ સિવાયના પૃથ્વી આદિ શેષની ઉપેક્ષાથી મુકાવતા ગુરુને પણ શેષ કાયતા વધની અનુમતિનો દોષ નથી. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. II૧૩/૧૪૬ ભાવાર્થ : યોગ્ય ઉપદેશક શ્રોતાને સમ્યક્ત પ્રાપ્ત થયા પછી ધર્મ કરવા માટે તત્પર જાણે તો તેને સર્વવિરતિનો ઉપદેશ આપે, તે સાંભળીને સર્વવિરતિના પાલન માટેનું તે શ્રોતામાં અસામર્થ્ય જણાય ત્યારે તે શ્રોતાને દેશવિરતિનું સ્વરૂપ બતાવીને દેશવિરતિનું વિધિપૂર્વક પ્રદાન કરે, ત્યારે સ્વીકારાયેલા વિરતિના દેશ અંશથી ઇતર અંશમાં ગુરુને અનુમતિનો દોષ નથી તે દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે –
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy