SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૩ ફલસંબંધને અનુસરનારી હતી, અર્થાત્ પૂર્વભવમાં બાંધેલાં પુણ્યકર્મોનાં ફલોને સુખને, ભોગવતી હતી. દેવીઓના વિલાસના ગર્વને પણ દૂર કરનારી હતી, અર્થાત્ દેવીઓથી પણ અધિક વિલાસ કરનારી હતી. જેને સર્વ રાજાઓ નમેલા છે અને જેણે દૂરથી દીનતાનો ત્યાગ કર્યો છે એવા તે રાજાએ તે રાણીની સાથે પાંચ પ્રકારનાં વિષયસુખોને ભોગવતાં ઘણો કાળ પસાર કર્યો. આ તરફ તે જ નગરમાં સમુદ્રદત્ત નામનો શેઠ હતો. તેની પાસે નોકરો, પશુઓ, ભૂમિ, ચાંદી, સોનું, ધન, ધાન્ય, શંખ, પથ્થર, મોતી, પરવાળાં, પઘરાગમણિ, વૈડૂર્યમણિ, ચંદ્રકાંત મણિ, ઈંદ્રનીલમણિ, મહાનીલમણિ, રાજપક્મણિ વગેરે ઉત્તમ વસ્તુઓનો સમૂહ ઘણો હતો. આવી પરિપૂર્ણ સમૃદ્ધિથી તેણે કુબેરના પણ અતિશય ગર્વનો તિરસ્કાર કર્યો હતો. તેણે ગરીબ, અનાથ, અંધ અને લૂલાં, પાંગળાં વગેરે પ્રાણીઓના સર્વ પ્રકારના શોકને દૂર કર્યો હતો. તે સર્વ વેપારી વર્ગમાં મુખ્ય હતો અને ગુણસમૂહથી અત્યંત શ્રેષ્ઠ હતો. તેની સુમંગલા નામની પત્ની હતી. તે સુમંગલા જાણે સુંદર ગુણોનું ભાજત હોય તેવી હતી, જાણે સર્વ કલ્યાણકારી વસ્તુઓનું દષ્ટાંત હોય તેવી હતી, જાણે પુણ્યરૂપી રત્નોનું મહાનિધાન હોય તેવી હતી, જાણે સ્વકુલની સંતતિનું આભૂષણ હોય તેવી હતી, અને જાણે કોમલતારૂપી વનલતાનું કોમલતારૂપી વનલતાને ચઢવા માટે, વૃક્ષ હોય તેવી હતી. તે શેઠને તે પત્નીમાં ગાઢ રાગ બંધાયો હતો. જીવલોકમાં ઉત્પન્ન થયેલા શ્રેષ્ઠ વિષયસુખરૂપી સાગરના મધ્યભાગમાં મગ્ન બનેલા તે શેઠે ઘણો કાળ પસાર કર્યો. અવસરે તેમને ક્રમે કરીને પ્રિયંકર, ક્ષેમકર, ધનદેવ, સોમદેવ, પૂર્ણભદ્ર અને મણિભદ્ર નામના છ પુત્રો થયા. તે પુત્રો નિર્મલ આચારોના પાલનથી પવિત્ર હતા, સ્વભાવથી જ ગુરુજનનો વિનય કરવામાં તત્પર હતા, પરમકલ્યાણને આપવામાં તત્પર અને વિશુદ્ધ એવા ત્રિવર્ગમાં=ધર્મ, અર્થ અને કામમાં અનુરાગવાળા હતા, ઘણા અનુરાગથી આકર્ષાતી કીર્તિરૂપી કામિનીનું અત્યંત આલિંગન કરનારા હતા, સર્વ સજનોના મનને સંતોષ પમાડનારા અતિશય ઊછળતી દયા અને દાક્ષિણ્યતા જેવા શ્રેષ્ઠ ગુણોથી સુશોભિત શરીરવાળા હતા, કામદેવને લાવણ્યના કારણે થયેલા અતિશય ગર્વતો તેમણે પોતાના અતિશય શરીરસૌંદર્યથી તિરસ્કાર કર્યો હતો, તેઓ વેપારી લોકને ઉચિત વ્યવહાર કરવામાં યોગ્ય હતા, આથી તેમણે પિતાને કુટુંબચિંતાના બોજાથી અતિશય મુક્ત કર્યા હતા. એકવાર રાજા અંતઃપુરની અંદર સુંદર વાજિંત્ર વગાડી રહ્યો હતો ત્યારે ધારિણી રાણીએ કરણના અનેક પ્રકારોની સાથે સુમેળ થવાથી સુંદર અને રાજાના હદયને અતિશય આનંદ આપનારું નૃત્ય કર્યું. તેથી અતિશય પ્રસન્ન મનવાળા રાજાએ રાણીને વરદાન માંગવાનું કહ્યું. રાણીએ કહ્યું કે હે દેવ ! હમણાં આ વરદાન આપની પાસે જ રહો, અવસરે એ વરદાન હું માંગી લઈશ. આ રીતે સમય પસાર થઈ રહ્યો હતો ત્યારે એકવાર કામીજનોને વિલાસ કરવાના ઉલ્લાસમાં સહાય કરનાર કૌમુદીપર્વનો દિવસ આવ્યો. આ અવસરે રાણીએ રાજાને વિનંતિ કરી કે હે દેવ ! વરદાન આપીને મારા પર કૃપા કરો. વરદાનની માગણી આ પ્રમાણે કરી –
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy