SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ અધ્યાય-૫ | સૂત્ર-૮૪, ૮૫ ૩૪૧ તેના ચિત્તને માર્ગમાં લાવવામાં ગીતાર્થ સહાયક બને છે, તેથી તેના પરિણત ગીતાર્થની સહાયના બળથી સાધુએ અનશનમાં યત્ન કરવો જોઈએ. વળી, જેઓ પોતાના સંહનન, ચિત્તવૃત્તિ કે સહાયનો વિચાર કર્યા વગર અનશનમાં યત્ન કરે છે તેઓને અનશન કરતી વખતે અનશન કરવાનો સુંદર ભાવ હોવા છતાં શાસ્ત્રવચનનું અપર્યાલોચન હોવાથી કે શાસ્ત્રવચનનું જ્ઞાન હોવા છતાં તેનો અનાદર કરીને ઉપેક્ષા કરે તો શાસ્ત્રવચન પ્રત્યે ઉપેક્ષાનો અધ્યવસાય હોવાથી તે અનશનનો પરિણામ જ મલિન બને છે. વળી, અનશનકાળમાં શું કરવું જોઈએ તેના વિષયમાં અનાભોગના કારણે અનશન કરે તો શુભભાવ હોવા છતાં શરીર આદિની શક્તિના અભાવને કારણે દુર્બાન થાય તો તિર્યંચ આદિ ભવની પણ પ્રાપ્તિ થાય. માટે સાધુએ શાસ્ત્રમર્યાદાનું સમાલોચન કરીને અનશનમાં ઉદ્યમ કરવો જોઈએ. II૮૪/૩૫all અવતરણિકા - नन्वनयोर्द्रव्यसंलेखनाभावसंलेखनयोः काऽत्यन्तमादरणीयेत्याह - અવતરણિકાર્ચ - “નથી શંકા કરે છે કે આ દ્રવ્યસંલેખવામાં અને ભાવસંલેખવામાં કઈ અત્યંત આદરણીય છે? એથી કહે છે – સૂત્ર: भावसंलेखनायां यत्नः ।।८५/३५४ ।। સૂત્રાર્થ: ભાવસંખનામાં યત્ન કરવો જોઈએ. ll૮૫/૩૫૪ll ટીકા : 'भावसंलेखनायां' कषायेन्द्रियविकारतुच्छीकरणरूपायां 'यत्नः' आदरः कार्यः, द्रव्यसंलेखनाया अपि भावसंलेखनार्थमुपदेशात्, अयमत्र भावः - इह मुमुक्षुणा भिक्षुणा प्रत्यहं मरणकालपरिज्ञानयत्नपरेण स्थेयम्, मरणकालपरिज्ञानोपायाश्च आगमदेवतावचनसुप्रतिभातथाविधानिष्टस्वप्नदर्शनादयोऽनेके शास्त्रलोकप्रसिद्धा इति, ततो विज्ञाते मरणकाले पूर्वमेव द्वादश वर्षाणि यावदुत्सर्गतः संलेखना વર્યા, તત્ર ૨ – “વત્તારિ વિવિજ્ઞાડું વિનિબૂદિયારું વત્તારિ | संवच्छरे य दोण्णि उ एगंतरियं च आयामं ।।२०१।।
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy