SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ અવતરણિકાર્ય : પરંતુ અહીં=સંલેખવામાં, શું કરવું જોઈએ ? તે બતાવે છે – સૂત્ર ઃ સંદનનાધપેક્ષળમ્ ||૮૪/૩૩|| સૂત્રાર્થ : ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૮૪ સંહનન આદિની અપેક્ષા રાખવી જોઈએ. II૮૪/૩૫૩]I ટીકા ઃ 'संहननस्य' शरीरसामर्थ्यलक्षणस्य आदिशब्दात् चित्तवृत्तेः सहायसम्पत्तेश्च 'अपेक्षणम्' आश्रयणं कार्यम्, संहननाद्यपेक्ष्य संलेखना विधेयेति भाव इति ।।८४ / ३५३ ।। ટીકાર્યઃ ‘સંનનસ્ય’ કૃતિ ।। શરીરના સામર્થ્યરૂપ સંઘયણની, ‘આદિ’ શબ્દથી=સંહનન આદિમાં રહેલ ‘આદિ’ શબ્દથી, ચિત્તની વૃત્તિની અને સહાયસંપત્તિની અપેક્ષા રાખવી જોઈએ=સંઘયણ આદિની અપેક્ષા રાખીને સંલેખતા કરવી જોઈએ એ પ્રકારનો ભાવ કરાય છે. ।।૮૪/૩૫૩।। ..... ભાવાર્થ: પૂર્વસૂત્રમાં કહ્યું કે સાધુ સંયમનું પાલન કરીને અને સર્વ ઉચિત પ્રવૃત્તિ કરીને સંપન્ન થયેલા હોય તે મહાત્મા પોતાના ઉત્તરના વિશિષ્ટ ભવની પ્રાપ્તિ અર્થે અંત સમયે સંલેખના કરે. તેથી હવે સંલેખના કરતાં પૂર્વે સાધુએ પોતાના શરીરનું સામર્થ્ય, પોતાના ચિત્તની વૃત્તિ અને સંલેખનામાં સહાયક એવા ગીતાર્થ સાધુની અપેક્ષા રાખીને યત્ન કરવો જોઈએ. તેથી એ પ્રાપ્ત થાય કે જો શ૨ી૨નું સામર્થ્ય ન હોય તો દેહની પીડામાં આર્ત થયેલા સાધુ જિનવચન અનુસાર ચિત્તને પ્રવર્તાવીને સદ્ગતિની પ્રાપ્તિ કરી શકતા નથી. માટે પોતાના શરીરના સામર્થ્યનો ઉચિત વિચાર કરીને સંલેખના સ્વીકારવી જોઈએ. વળી, શ૨ી૨નું સામર્થ્ય કદાચ હોય, તેથી ક્ષુધા આદિ પીડાથી આકુળ ન થાય પરંતુ સંલેખનાકાળમાં પોતાનું ચિત્ત જિનવચન અનુસાર આત્માને ભાવિત કરવામાં યત્ન કરી શકે તેમ ન હોય અને સંલેખનાને કારણે નિદ્રાળુ કે અન્યમનસ્કતાવાળું ચિત્ત બને તો સંલેખનાના ફળરૂપ વિશિષ્ટ ભવની પ્રાપ્તિ થઈ શકે નહિ. માટે જે સાધુ સંલેખનાકાળ દરમ્યાન પ્રધાનરૂપે નિદ્રાનો પરિહાર કરીને અને બહુલતાએ જિનવચન અનુસાર ચિત્ત પ્રવર્તાવી શકે તેવી સંપન્ન ભૂમિકાને પામેલ હોય તેવા સાધુએ અનશનમાં યત્ન કરવો જોઈએ. વળી, અનશન કાળ દરમ્યાન કોઈક નિમિત્તથી જીવ પ્રમાદમાં વર્તે કે વારંવાર ક્ષુધાદિ ભાવો પ્રત્યે ચિત્ત જાય કે વારંવાર વિચાર આવે કે આયુષ્ય જલ્દી પૂરું થાય કે અન્ય તેવા નિરર્થક વિચારમાં જીવ પ્રવર્તે ત્યારે
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy