SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૨૯ દંતવાણિજ્ય=પૂર્વમાં જ ભીલોને જે મૂલ્ય આપે છે તમારે મને હાથીના દાંતો આપવાના. તે શરતે મૂલ્ય આપે છે, તેથી તેઓ=ભીલાદિ, હાથીઓને હણે છે. કેમ હાથીઓને હણે છે ? તેથી કહે છે – શીધ્ર આ દંતવાણિજ્ય કરનાર પુરુષ, વાણિજક=નવો ધંધો આપશે એથી કરીને હાથીને હણે છે. એ રીતે કર્યકરોને=શંખ આદિ લાવનારાઓને શંખનું મૂલ્ય આપે છે અને પૂર્વમાં લાવેલ શંખોની ખરીદી કરે છે તે દંતવાણિજ્ય છે. 19 લાક્ષાવાણિજ્ય પણ એ રીતે જ છે–દંતવાણિજ્યની જેમ જ લાક્ષાવાણિજ્ય છે. વળી, ત્યાં=લાખના વ્યાપારમાં, દોષ કૃમિઓ હોય છે=લાક્ષાનિષ્પત્તિમાં ઘણા જીવોનો સંહાર થાય છે. છા રસવાણિજ્ય=કલ્પપાલપણું=દારૂ વેચવાનો ધંધો. તેમાં=સુરાદિમાં અનેક પ્રકારના મારણ, આક્રોશ, વધાદિ દોષો છે. ૧૮TI. કેશવાણિજ્ય=દાસી આદિને ગ્રહણ કરીને જે અન્યત્ર વેચે છે તે કેશવાણિજ્ય છે. અહીં પણ=કેશવાળા માણસો આદિને વેચવાના ધંધામાં પણ, પરવશીપણું આદિ અનેક દોષો છે. IC વિષવાણિજ્ય=વિષનું વેચાણ, અને તે વિષનું વેચાણ શ્રાવકને કલ્પતું નથી. જે કારણથી તેના વડે વિષ વડે, ઘણા જીવોની વિરાધના થાય. ૧૦ના યંત્રપીડનકર્મ તલ, શેરડી વગેરેના યંત્રાદિથી તલ આદિનું પીડન. I[૧૧ નિલાંછનકર્મ ગાય આદિનું વદ્ધિતકકરણ અંગછેદન આદિનું કરણ. ૧૨ા. દવદાનકર્મ : વનમાં અગ્નિને જે કરે છે તે દવદાનકર્મ છે. શેના માટે કરે છે ? તે સ્પષ્ટ કરે છે – જે પ્રમાણે ઉત્તરપથમાં વન બાળે છતે ત્યાં મોટું તૃણ ઊગે છે અને તેમાં=વનને બાળવામાં, ઘણા જીવોનો વધ થાય છે. II૧૩] સરોવર તળાવનું પરિશોષણ : જે સરોવર વગેરેને શોષે છે. ૧૪ અસતીનું પોષણ : જે કારણથી દુરાચારી એવી દાસીને પોષે છે અને તેના દુરાચાર સંબંધી ભાડાને ગ્રહણ કરે છે જે પ્રમાણે ગોલ્લવિષયમાં અસતીઓનું પોષણ થાય છે I૧૫ અને આ ૧૫ કર્માદાન, આવા જાતિવાળા બહુ સાવદ્ય કનું માત્ર દિશાદર્શનરૂપ છે, તેથી તે સર્વતો પરિહાર કરવો જોઈએ. વળી, ૧૫ની સંખ્યાની મર્યાદા રાખવા માટે પરિગણન કરેલ નથી=અન્ય સાવધ કર્મોની સ્વતંત્ર ગણના કરેલ નથી પરંતુ શ્રાવકે તે સર્વનું વર્જન કરવું જોઈએ. અને અહીં=ભોગપભોગવ્રતમાં આ રીતે ૨૦ સંખ્યાના અતિચારોનું કથન અન્યત્ર પણ=અન્ય વ્રતોમાં પણ પાંચ અતિચારની સંખ્યાનું તેના જાતીયમાં વ્રતપરિણામના કાલુષ્યના કારણ એવા બીજા પણ અતિચારોનો સંગ્રહ જાણવો એ જણાવવા માટે છે, તેથી સ્મૃતિઅંતર્ધાન આદિ સર્વ વ્રતોમાં યથાસંભવ અતિચાર જાણવા.
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy