SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૨૯ કરીશ; કેમ કે તેનું સચેતાપણું છે. વળી કટાહને ઠળિયાને છોડીને ઉપરના ભાગને ભક્ષણ કરીશ. કારણ કે તેનું અચેતતપણું છે. આ પ્રમાણે સચિત સંબદ્ધ વાપરવાથી અતિચાર થાય છે. અને સંમિશ્ર=અર્ધપરિણતજલાદિ અથવા તાત્કાલિક પીસાયેલા કણિકાદિકલોટ આદિ. અભિષવ= સુરાસંધાનાદિઃદારૂ અને જીવસંસક્ત એવા અથાણાદિ. દુષ્પક્વાહાર=અર્ધ સીઝાયેલા એવા ખાધ પદાર્થો. આ પણ અતિચારો અનાભોગાદિથી કે અતિક્રમાદિથી સંમિશ્રાદિ ઉપજીવનમાં પ્રવૃત એવા શ્રાવકને થાય છે. અન્યથા અનાભોગાદિ વગર, જાણવા છતાં ભક્ષણ કરે તો વ્રતની મર્યાદાનું ઉલ્લંઘન થયેલું હોવાથી ભંગ છે. ભોગોપભોગમાન લક્ષણ ગુણવ્રત અન્યત્ર=ભોજનથી ગુણવ્રત જે કહેવાયું છે તેની અપેક્ષાએ જ અહીં=પ્રસ્તુત સૂત્રમાં, અતિચારો કહેવાયા છે; કેમ કે શેષ વ્રતના પાંચ પાંચ અતિચારોનું સાધર્મ છે. અન્યથા=ભોજનથી ગુણવ્રત ગ્રહણ કરવામાં ન આવે તો અન્યત્ર આવશ્યક નિર્યુક્તિ આદિમાં કર્મથી પણ આeભોગપભોગમાન ગુણવ્રત કહેવાયું છે. ત્યાં અન્યત્ર આવશ્યક નિર્યુક્તિ આદિમાં કર્મક જીવિકા માટે આરંભ છે=આજીવિકા માટે આરંભ છે, તેને આશ્રયીને ખરકર્માદિનું ક્રૂર લોકોને ઉચિત એવા કઠોર આરંભરૂપ કોટવાલ, ગુપ્તિ પાલક આદિનું વર્જન અથવા પરિમાણ કરવું જોઈએ. અર્થાત્ ભોગોપભોગ પરિમાણ વ્રતમાં આવા ખરકમદિવાળા આરંભ-સમારંભનું વર્જન કરવું જોઈએ અથવા શક્ય ન હોય તો પરિમાણ કરવું જોઈએ એમ આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે. અને અહીં આવશ્યક નિર્યુક્તિમાં આજીવિકાના અર્થે કરાતી ક્રિયાઓને આશ્રયીને ભોગપભોગ પરિમાણ વ્રત કહ્યું એમાં, અંગારકર્માદિ પંદર અતિચારો છે તે કહેવાયું છે – “અંગારકર્મ, વનકર્મ, સાટી કર્મ, ભાટી કર્મ, સ્કોટી કર્મ, વર્જવા જોઈએ. અને દંત લાક્ષા, રસ, કેશ અને વિષવિષયવાળું વાણિજ્ય છે. મંત્રપલણકર્મ, નિર્લાઇનકર્મ, દવદાનકર્મ, સરોવર, હદ તથા તળાવનું શોષણ અને અસતીનું પોષણ વર્જવું જોઈએ. I૧૧૩-૧૧૪" (શ્રાવકપ્રજ્ઞપ્તિસૂત્ર, ગાથા-૨૮૭-૨૮૮) વળી, ભાવાર્થ વૃદ્ધ સંપ્રદાયથી જાણવો અને તે=પંદર કર્માદાનનો ભાવાર્થ આ છે – “અંગારકર્મ અંગાર કરીને વેચે છે તે અંગારકર્મ. ત્યાં અંગારકર્મમાં છ જીવ નિકાયનો વધ થાય. તેથી તે અંગારકર્મ શ્રાવકને કલ્પતું નથી ||૧| વનકર્મ=જે વનની ખરીદી કરે છે ત્યારપછી વૃક્ષોને છેદીને, વેચીને મૂલ્યથી જીવે છે. આ રીતે=વનકર્મનો નિષેધ કર્યો એ રીતે પત્રાદિ છેદીને વેચવાનો પ્રતિષેધ કરાય છે. રા. શકટીકર્મ=જે ગાડાંઓ વગેરે કરીને તેનાથી આજીવિકા કરે છે અર્થાત્ ભારવહન આદિનાં કૃત્યો કરીને આજીવિકા કરે છે તે શકટીકર્મ છે. ત્યાં=શક્ટીકર્મમાં ગાયાદિના વધ-બંધાદિ દોષો થાય. ll ભાટીકર્મ=જે ભાટકને ગ્રહણ કરીને=ભાડાને ગ્રહણ કરીને, પોતાના ગાડા આદિ દ્વારા પરના ભારને વહન કરે છે અથવા અન્યોને ગાડાં, બળદ આદિ આપે છે તે ભાટીકર્મ છે. જા. સ્કોટીકર્મ=ભૂમિને ફોડવું અથવા હળથી ભૂમિનું સ્ફોટન=ખેતી કરવી. પા
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy