________________
ઓતપ્રોત બનીએ છીએ ત્યારે અધ્યાત્મ જ્ઞાનનો દિવ્ય રસાસવાદ અને આનંદ માણી શકાય છે. ભાષા જુની છે પણ અતિ મધુર-મીઠી છે; વારંવાર વાંચન-મનન કરીએ છતાં કંટાળે નથી આવતો - પરંતુ દર વાંચન તથા મનન પછી નવાં ને નવાં અદ્દભૂત રહસ્ય સમજવા મળે છે!
સ્વાનુભવે સમજાય તેવી આ પુસ્તિકાની વિશિષ્ટતા છે. સૌ કોઈ જિજ્ઞાસુ વાંચક આ વાતને સાક્ષાત્કાર કરે એવી અમારી નમ્ર પ્રાર્થના છે. જ્ઞાની મહાપુરુષેએ અધ્યાત્મ જ્ઞાનની મહત્તા બતાવતાં કહ્યું છે -
બહુ ક્રોડ્યો વરસે ખપે, કર્મ અજ્ઞાને જેહ,
જ્ઞાની શ્વાસોચ્છવાસમાં, કર્મ ખપાવે તેહ. જેમ જેમ અધ્યાત્મ જ્ઞાનને વિકાસ થતો જાય છે તેમ તેમ કર્મોને વિનાશ જલદી ને જલદી થતો જાય છે અને પરમ આનંદ તથા દિવ્ય સુખને પ્રત્યક્ષ અનુભવ પણ થતો જાય છે. શ્રી વીતરાગ પ્રભુની આ અણમેલ જ્ઞાન પ્રસાદીરૂપ વિમાનમાં પ્રવેશ મેળવી લઈએ એટલે સોહામણું મેક્ષમાં જલદી પહોંચી, અનંતા સિદ્ધ ભગવંતને મેળાપ થઈ જાય એ શું મહાનમાં મહાન લાભ નથી....? ' વૈદ્યરાજ કહે છે કે બદામપાક આપણું મગજને પુષ્ટિ આપે છે. એજ રીતે આ અધ્યાત્મ જ્ઞાનરૂપ બદામપાક આપણું આત્માને અખૂટ પુષ્ટિ આપે તે છે! મોક્ષપુરીના રાજમાર્ગ પર દોડતું કરી મુકે તેવું અદૂભુત બળપ્રદ છે! અનંત સિદ્ધ ભગવતો સાથે મેળાપ કરાવી શાશ્વત સુખના ભેક્તા બનાવી દે તેવું છે!
એકાદ લેટરી ખરીદી, પંદર-વીસ લાખનું પ્રથમ ઈનામ મેળવી લક્ષધિપતિ થવાના આપણા કેડ પરિપૂર્ણ થઈ શકે કે કેમ એ પ્રશ્નાથ છે પણ આ અધ્યાત્મ જ્ઞાનરૂપ લેટરીને આપણે હૃદયસ્થ કરી લઇએ તે .................. એના ઉત્કૃષ્ટ ઈનામરૂપ મેક્ષ મેળવવાના કેડ તે અવશ્ય ને અવશ્ય પરિપૂર્ણ થવાના જ છે-એમાં જરાય શંકાને સ્થાન નથી.
રત્ન કદમાં નાનું હોય છે પણ કિંમતમાં એ ખૂબ જ મૂલ્યવાન હોય છે;