SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્ષુઇદ્રિયના અનિગ્રહમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [લોલાક્ષનું દૃષ્ણત-૪૬૧ ધનવતીએ તેને પૂછ્યું: આટલા દિવસો કયાં રહ્યો હતો? પ્રશ્નનો કોઇક ઉત્તર આપીને તેણે ધનવતીને કામમાં જોડી દીધી. સુરસુંદરીના વિરહથી વ્યાકુળ બનેલો દિવસ પસાર કરીને પૂર્વના ભયથી સંધ્યાએ જ રાજકુલમાં જઇને રહ્યો. પછી પાપોદયથી લોલાક્ષ રાતે શૃંગાર કરીને રતિઘરમાં બેઠેલી અને રાજાના આગમનની રાહ જોતી સુરસુંદરીની પાસે કોઇ પણ રીતે ગયો. તેના આગળ રૂપને જોતો તે જાણે ચિત્રમાં ચિતરેલો હોય તેવો થયો. પરવશ થયેલો તે દોડીને જેટલામાં આલિંગન કરે છે. (૧૫૦) તેટલામાં સુરસુંદરી પાછી હટી ગઈ, અને આ તરફ રાજા પણ ત્યાં આવી ગયો. પછી તેને બંધાવીને ચાબૂક વગેરેથી માર મરાવ્યો. આ તે શું આદર્યું છે ઇત્યાદિ આગ્રહથી તેને પૂછ્યું: ગભરાયેલો તે કંઇપણ ન બોલ્યો. તેથી ઉષ્ણ તલનું તેલ છાંટવું વગેરે વિડંબણાઓથી તેને આખી રાત તે રીતે ધરી રાખ્યો કે જેથી વિલાપ કરતા તેણે લોકને પણ દુઃખી કર્યો. પ્રભાત થતાં કોટવાલે રાજાના આદેશથી તેને ઉદ્યાનમાં મોટા વૃક્ષની શાખામાં લટકાવ્યો. પછી મરી ગયો છે એમ જાણીને રાજપુરુષો અને નગરલોકો ત્યાંથી જતા રહ્યા. કોઇપણ રીતે સંધ્યાએ તેનું બંધન તૂટી ગયું. તેથી તે જમીનમાં પડ્યો. રાતે શીતલ પવન વડે આશ્વાસન (ચૈતન્ય) પમાડાયેલ તે ઊભો થઈને ઘરે ગયો. ધનવતીએ પાલન કરીને તેને કોઇપણ રીતે સારો કર્યો. હવે એક દિવસ નીકળતા રાજાની આગળ મહાન દુંદુભિનો અવાજ સાંભળીને લોલા કોઈપણ માણસને પૂછ્યું: રાજા કયાં જાય છે? તેણે કહ્યું: ત્રિભુવનભાનુ કેવલી અહીં પધાર્યા છે. એથી રાજા એમની પાસે જાય છે. લોલાશે પૂછ્યું: સઘળું અંતઃપુર પણ જાય છે? માણસે કહ્યું: હા. પછી ધનવતીની નજર ચૂકવીને સુરસુંદરીને જોવા માટે દોડીને ત્યાં ગયો. આ તરફ રાજા સુરસુંદરીની સાથે કેવલીને નમીને ઉચિતસ્થાનમાં બેઠો. કેવલીએ ધર્મ કહ્યો. પછી અવસરે રાજાએ કેવલીને પૂછ્યું: હે ભગવન્! જ્યાં બાલક પણ સાક્ષાત્ દોષોને જુએ છે ત્યાં પણ તે માણસ અકાર્યમાં કેમ પ્રવર્યો કે જે માણસને મેં અકાર્યના કારણે મરાવી નાખ્યો. તે જ્ઞાનમહાસાગર! આ કહો. તેથી કેવલીએ કહ્યું છે રાજ! આ કથા મોટી છે, તો પણ સંક્ષેપથી સાંભળો. ભવાવર્તનગરમાં ત્રણ ભુવનનો નિષ્કારણ વૈરી અને સર્વત્ર અખ્ખલિત પ્રતાપવાળો મોહરાજા છે. તથા તેનો રાગકેશરી મોટો પુત્ર છે. વિષયાભિલાષ નામનો તેનો મંત્રી છે. તેના (=વિષયાભિલાષના) પણ “ઈદ્રિય” એવા સામાન્ય નામવાળા પાંચ પુત્રો છે. તે પાંચના વિશેષ નામો ક્રમશઃ આ જાણ- સ્પર્શન, રસન, ઘાણ, દર્શન(=ચક્ષુ) અને શ્રવણ. આમાંની એક એકની અનંતશક્તિ જાણીને મોહરાજા આદિએ એમનો વિચાર કર્યો. તે આ પ્રમાણે– ૧. વાવત્તા વ્યાતિ) શબ્દથી નામધાતુ બનીને સંબંધક કૃદંતનું વાવત્તિક રૂપ બન્યું છે.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy