SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૦- ચક્ષુઇંદ્રિયના અનિગ્રહમાં] ઉપદેશમલા (પુષ્પમાલા) [લોલાક્ષનું દૃષ્ટાંત જુએ છે તે ધન્ય છે. ઇત્યાદિ વિચારતો અને તેની પાસે જવા માટે અસમર્થ તે તેને જોવાના ઉપાયની ક્રોડો ચિંતારૂપ ગ્રહથી પકડાયો. તેણે કંચુકીને (આ કોણ છે એમ) પૂછ્યું. કંચુકીએ કહ્યું: આ રાણી આ રાજાની સુરસુંદરી નામની મુખ્ય રાણી છે. આથી તે પૂર્વથી અધિક ચિંતારૂપ જવરથી ગ્રહણ કરાયો. આ દુર્લભ છે. એમ હૃદયથી વિચારતો તે કોઈપણ રીતે સ્વઘરે ગયો. (૧૨૫) ત્યાં પણ ભોજન કરતો નથી. ઊંઘતો નથી. ક્ષણવાર પણ કયાંય રતિને પામતો નથી. નિસાસા નાખે છે. પડખાં ફેરવે છે. શૂન્ય હુંકારો આપે છે. ધનવતીએ આગ્રહથી પૂછ્યું તો પણ કંઇપણ કહેતો નથી. પછી રાતે સૂતો. પણ સર્વથા નિદ્રાને પામતો નથી. અનેક લાખો વિકલ્પો કરીને સહસા ઊભો થયો. ભર રાતે બિઢાઇથી પોતાને થનારા ઘણા અપાયોને ગણકાર્યા વિના રાજાના ઘર સન્મુખ ચાલ્યો. આ તરફ એક વિદ્યાસાધક નગરમાં ભમે છે. તેને રાજઘરના અર્ધા માર્ગે આ લોલાક્ષ મળ્યો. તેણે લોલાક્ષને પોતાના સહાયક માણસોથી પકડાવીને બંધાવ્યો. પછી કરુણ આક્રંદન કરતા તેને એક મોટી અટવીમાં લઈ ગયો. પછી તેને પર્વતગુફામાં રાખીને કાપવાનું શરૂ કર્યું: કરુણ વિલાપ કરતા તેના શરીરમાંથી લોહી સહિત ટુકડા કાપીને ૧૦૮ વાર અગ્નિમાં નાખે છે. સાધક તેના શરીરમાં પડેલા ઘાવ-જખમને આહાર-ઔષધિના ક્રમથી રુઝવીને શરીરને પુષ્ટ કરીને ફરી પણ તે જ પ્રમાણે તેના માંસને ૧૦૮ વાર અગ્નિમાં નાખે છે. કેટલાક દિવસ પછી ફરી ફરી આ પ્રમાણે કરવામાં આવે છે. આ પ્રમાણે આ નરક સમાન દુઃખ સહન કરતો હોવા છતાં વિચારે છે કે, હે યમ! જો કે તું મારા ઉપર કુપિત થયો છે અને મારું મરણ પણ ચિંતવે છે, તો પણ મને એકવાર સુરસુંદરીના સર્વ અંગોનું રૂપ બતાવીને પછી તેને જે રુચે તે કરજે. ઇત્યાદિ માનસિક અને શારીરિક દુઃખથી સંત તે ત્યાં પણ દિવસો પસાર કરે છે. હવે એકવાર કંચનપુરનો નિવાસી અને શ્રી નિલયશેઠનો બાળપણથી મિત્ર ભુવનોત્તમ નામનો એક સાર્થવાહ વેપાર માટે જઈને પાછા ફરતી વખતે તે પ્રદેશમાં નિવાસ કરે છે. સાર્થવાહના પરિજનોએ દિવ્યયોગથી કોઇપણ રીતે તેને પર્વતની ગુફામાં જોયો. તેમણે સાર્થવાહને કહ્યું. તેથી સાર્થવાહ પરિવાર સહિત જલદી ત્યાં આવ્યો. તેથી ભયથી વિદ્યાસાધક નાસી ગયો. સાર્થવાહ લોલાક્ષને પોતાના સાર્થમાં લઈ ગયો. પછી તેણે તેના ભોજનાદિની વ્યવસ્થા કરાવી, અને અત્યંગ વગેરે ઘણું શરીર પરિકર્મ કરાવ્યું. પછી તેને પૂછ્યું: તું અહીં કેવી રીતે આવ્યો તે કહે. તેણે કહ્યું હું વેપાર માટે રાજગૃહનગરમાં જેવી રીતે આવ્યો તે રીતે તમે જાણો જ છો. પછી ત્યાં રહેલો હું વિદ્યાસાધક વડે રાત્રિએ બજારમાર્ગમાંથી અપહરણ કરાયો. હવે હું સમર્થ છું, તેથી તમે આ પોતાના કરિયાણાને છોડો, અર્થાત્ મને હવે સારું થઈ ગયું છે તેથી તમે આ તમારું કરિયાણું લઈને આગળ ચાલો. મારા માતા-પિતાને કહેજો કે તે પણ થોડા દિવસોમાં આવે છે. ઇત્યાદિ પ્રશ્નોના ઉત્તરો આપીને પોતાને છોડાવી તે રાજગૃહનગરમાં પોતાના ઘરે ગયો.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy