SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સાધુનું સુખ--૪૩૯ ગંભીર જિનવચન સૂક્ષ્મબુદ્ધિથી રહિત પુરુષો વડે દુઃખથી જાણી શકાય તેવું છે. માટે મધ્યસ્થ બનીને પ્રયત્નપૂર્વક જિનવચન વિચારવું. [૨૪૯] પ્રશ્ન– જો આમ છે તો તમે કહેલી યુક્તિથી જિનપ્રવચનમાં કોણ ચારિત્રી છે અને કોણ ચારિત્રી નથી એમ નિશ્ચય કરવાનું શક્ય નથી. ક્યારેક નિશ્ચય થાય તો સમસ્ત વ્યવહારનો અભાવ થવાનો પ્રસંગ આવે. ઉત્તર– આ આ પ્રમાણે નથી. કારણ કે ગંભીર પણ શ્રુતરૂપ સમુદ્રના પરમાર્થને કેટલાક તીક્ષ્ણ બુદ્ધિવાળા મહામુનિઓ જાણે જ છે. તો પછી ચારિત્રના વિષયમાં આ કયો પરમાર્થ છે? એ વિષયને કહે છે उस्सग्गववायविऊ, गीयत्थो निस्सिओ य जो तस्स । अनिगूहंतो विरियं, असढो सव्वत्थ चारित्ती ॥ २५० ॥ સર્વત્ર વીર્યને નહિ ગોપવતો અને સર્વત્ર અશઠ એવો ઉત્સર્ગ-અપવાદનો જાણકાર ગીતાર્થ અથવા ગીતાર્થનો નિશ્રિત ચારિત્રી છે. વિશેષાર્થ સર્વત્ર વીર્યને નહિ ગોપવતો એટલે પોતાની શક્તિ પ્રમાણે તપ અને સંયમ આદિમાં ઉદ્યમને નહિ છોડતો. સર્વત્ર અશઠ એટલે વૈયાવૃત્ત્વ આદિ કર્તવ્યમાં દંભરહિત. ગીતાર્થ એટલે જેણે સ્વયમેવ સિદ્ધાંતના પરમાર્થને ગ્રહણ કર્યું છે અને સમ્યક્ પરિણમાવ્યું છે તેવા અને ઉત્સર્ગ-અપવાદના સ્વરૂપને અને વ્યાપારને જાણનારા આચાર્ય વગેરે. નિશ્ચિત એટલે જે સ્વયં તેવા પ્રકારના સૂત્રાર્થોને ભણ્યો નથી, અને એથી આચાર્યાદિની નિશ્રામાં રહેલો છે તેવો નૂતનદીક્ષિત વગેરે. કાલ પ્રમાણે ઉચિત રીતે યતના કરનાર ઉક્ત પ્રકારનો સાધુ “આ ચારિત્રી છે” એમ વ્યવહાર કરાય છે. [૨૫૦] હવે ચારિત્રશુદ્ધિના જ ફલસ્વરૂપ ચરણદ્વારને કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે– रागाइदोसरहिओ, मयणमयद्वाणमच्छरविमुक्ो । जं लहइ सुहं साहू, चिंताविसवेयणारहिओ ॥ २५१ ॥ तं चिंतासयसल्लियहियएहिं कसायकामनडिएहिं । દ ડમિનફ જોઇ, સુરવરવહુચવટ્ટીહિં? | ૨૫૨૫ રાગાદિ દોષોથી રહિત, કામ-મદસ્થાન-મત્સરથી વિયુક્ત, ધનોપાર્જન-રક્ષણ-વ્યય આદિની ચિંતારૂપ વિષવેદનાથી રહિત અને જિનાજ્ઞામાં લીન સાધુ અહીં પણ જે સુખને ઉ. ૫ ભા.૨
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy