SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮- ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [અપવાદમાં ઉત્સર્ગની ભજના સૂત્રમાં જે કહ્યું છે તેને જ કહે છેउस्सग्गे अववायं, आयरमाणो विराहओ होइ । अववाए पुण पत्ते, उस्सग्गनिसेवओ भइओ ॥२४६॥ ઉત્સર્ગ પ્રાપ્ત થયે છતે, અર્થાત્ અપવાદની જરૂર ન હોય ત્યારે, અપવાદ આચરતો જીવ વિરાધક છે. ગ્લાનાદિ અવસ્થામાં અપવાદ પ્રાપ્ત થયે છતે ઉત્સર્ગને સેવનારો ભજનીય છે=કોઇક શુદ્ધ છે અને કોઈક શુદ્ધ નથી. [૨૪૬] “અપવાદના પ્રસંગે ઉત્સર્ગને સેવનારો ભજનીય છે” એ વિષયને બે ગાથાઓથી સ્પષ્ટ કરતા સૂત્રકાર કહે છે किह होई भइयव्वो, संघयणघिइजुओ समत्थो उ । एरिसओ अववाए, उस्सग्गनिसेवओ सुद्धो ॥२४७॥ इयरो उ विराहेई, असमत्थो जं परीसहे सहिउं । धिइसंघयणेहिं तू, एगयरेणं च सो हीणो ॥ २४८॥ પ્રશ્ન- હે ભગવન્! આ કેવી રીતે ભજનીય થાય છે? ઉત્તર- સંઘયણ-વૃતિથી યુક્ત અને સમર્થ એવો સાધુ અપવાદમાં ઉત્સર્ગને સેવે તો શુદ્ધ છે. બીજો કે જે ધૃતિ-સંઘયણ એ બંનેથી કે બેમાંથી કોઈ એકથી નિર્બલ છે અને પરીષહોને સહન કરવા માટે અસમર્થ છે તે સંયમને વિરાધે છે. વિશેષાર્થ- સંઘયણ-વૃતિથી યુક્ત એટલે વજ ઋષભનારાચ વગેરે દઢ સંહનનથી અને સંયમમાં સ્થિરતા રૂપ ધૃતિથી યુક્ત. સમર્થ એટલે બલની વૃદ્ધિથી યુક્ત. આવો જિનકલ્પિક વગેરે સાધુ અપવાદના પ્રસંગમાં પણ ઉત્સર્ગને સેવે તો શુદ્ધ જ છે. કારણ તેને આ રીતે પણ આર્તધ્યાન વગેરે ન સંભવે. બીજો કે જે ધૃતિ-સંઘયણ એ બંનેથી કે બેમાંથી કોઈ એકથી નિર્બલ છે, અને એથી સુધા-તૃષા વગેરે પરીષહોને સહન કરવા માટે અસમર્થ છે, અસાર શરીરવાળો તે અપવાદના પ્રસંગે ઉત્સર્ગને સેવે તો આર્તધ્યાન વગેરે થવાથી સંયમને વિરાધે છે. [૨૪૭-૨૪૮] હવે જિનશાસનને ઉત્સર્ગ-અપવાદ આદિના વિશેષજ્ઞાનથી ગહન જોઇને સૂત્રકાર કહે છે– गंभीरं जिणवयणं, दुविण्णेयं अणिउणबुद्धीहिं । तो मज्झत्थेहिं एवं, विभावणीयं पयत्तेणं ॥ २४९॥ ૧. ટીકામાં સત્ય તેના સ્થાને સવારે પ્રાપ્ત હોવું જોઇએ.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy