SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ જિનાજ્ઞાથી પ્રતિષિદ્ધ કરવામાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [કાલિકસૂરિનું દૃષ્ટાંત-૪૨૭ પ્રશ્ન- સાલંબન શબ્દનો પુષ્ટાલંબન અર્થ કેમ કર્યો? ઉત્તર- માત્ર પોતાની મતિથી કલ્પલ આલંબનમાત્ર સર્વત્ર વિદ્યમાન છે. આથી અહીં આલંબન શબ્દથી કોઈ સ્વમતિકલ્પિત આલંબન ન પકડી શકે એટલા માટે સાલંબન શબ્દનો પુષ્ટાલંબન અર્થ કર્યો. સેવા એટલે પ્રતિષિદ્ધનું આચરણ. પુષ્ટાલંબન રૂપ જે સેવા તે સાલંબન સેવા. સાલંબન સેવા સંસારરૂપ ખાડામાં પડતા માયારહિત સાધુને ધારણ કરી રાખે છે. આ પ્રમાણે આલંબનને શોધવામાં આ લાભ છે. [૨૩૩]. જો આ પ્રમાણે છે તો તેથી શું? એ પ્રશ્નના ઉત્તરને કહે છેउस्सग्गेण निसिद्धं, अववायपयं निसेवए असढो । अप्पेण बहुं इच्छइ, विसुद्धमालंबणो समणो ॥ २३४॥ અપવાદના રોગપ્રાપ્તિ આદિ સ્થાનને પામેલો માયારહિત સાધુ ઉત્સર્ગથી અનેષણીય પરિભોગ વગેરે જેનો નિષેધ કર્યો છે તેનું પણ સેવન કરે છે. કારણ કે વિશુદ્ધ આલંબનવાળો આ સાધુ અલ્પસંયમવ્યયથી ઘણા સંયમલાભને ઇચ્છે છે. વિશેષાર્થ– ઉત્સર્ગ એટલે સામાન્યથી કહેલ વિધિ. અપવાદ એટલે વિશેષથી કહેલ વિધિ. વિશુદ્ધ આલંબન એટલે માયારહિત આલંબન. [૩૪] પ્રતિષિદ્ધનું સેવન કરતો પણ આ સાધુ દોષનો ભાગીદાર કેમ બનતો નથી એવા પ્રશ્નનો ઉત્તર કહે છે पडिसिद्धपि कुणंतो, आणाए दव्वखेत्तकालन्नू । सुज्झइ विसुद्धभावो, कालयसूरिव्व जं भणियं ॥ २३५॥ દ્રવ્ય-ક્ષેત્ર-કાળને જાણનાર સાધુ આજ્ઞાથી પ્રતિષિદ્ધને પણ કરતો વિશુદ્ધભાવવાળો હોવાથી કાલિકસૂરિની જેમ શુદ્ધ થાય છે. કારણ કે (આગમમાં નીચે પ્રમાણે) કહ્યું છે. વિશેષાર્થ અક્ષરાર્થ પછી જ કહીશું. ભાવાર્થ તો કથાનકથી કહેવાય છે કાલિકસૂરિનું દૃષ્ટાંત ધરાવાસ નામનું નગર છે કે જ્યાં જાણે કુબેરે સ્થાપિત કર્યા હોય તેમ સર્વભયોથી મુક્ત ધનના ઢગલાઓ દેખાય છે. સિંહની જેમ શત્રુરૂપી મહાહાથીઓથી દુખેથી જોઈ શકાય તેવો વસિંહરાજા તે નગરીનું પાલન કરે છે. તેની સુરસુંદરી નામની રાણી છે. તેમનો કાલ નામનો પુત્ર છે. તે પુત્ર બાલ્યાવસ્થાથી જ ગુણવાન છે. સુદપક્ષના ચંદ્રની જેમ
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy