SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૬ જિનાજ્ઞાથી પ્રતિષિદ્ધ કરવામાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [આલંબનના બે પ્રકાર જ્ઞાનાદિ કાર્ય છે. જ્ઞાનાદિકાર્યરૂપ આલંબનની સાથે જે વર્તે તે સાલંબનસેવી. આવો થયો છતો કંઈ પણ અનેષણીય વગેરે સેવે તે સાલંબનસેવી. સાલંબનસેવી મોક્ષમાં જાય છે. તે સાલંબનસેવી કેવી રીતે કહેવાય છે તે કહે છે– (૧) મારા વિના તીર્થના ઉચ્છેદની આપત્તિ આવે, હું તીર્થના અવિચ્છેદન કરીશ, અર્થાત્ હું તીર્થનો વિચ્છેદ નહિ થવા દઉં. (૨) અથવા જ્ઞાન-દર્શન-ચારિત્રના સાધક સૂત્રોને ભણીશ. (૩) અથવા પછીથી તીવ્રતપ કરવા વડે ઉદ્યમ કરીશ. (૪) અથવા મારા વિના ગચ્છમાં અનુચિતપણાનો પ્રસંગ આવે. હું ગચ્છને સિદ્ધાંતમાં કહેલી નીતિથી સારીશ=સન્માર્ગમાં પ્રવર્તાવીશ. ઇત્યાદિ પુષ્ટ આલંબનથી રોગાદિ આપત્તિને પામેલો જે સાધુ અશુભમનથી નિવૃત્ત, ગીતાર્થ અને બીજા ઉપાયથી આપત્તિના નાશને ન જોતો અનેષણીયતા આદિ દોષથી દુષ્ટ પણ ઔષધ વગેરેને સેવે છે, આવા પ્રકારનો સાલંબનસેવી તે જિનાજ્ઞાનું ઉલ્લંઘન ન કરવાથી મોક્ષમાં જાય છે. તેથી યથોક્ત તીર્થનો અવિચ્છેદ વગેરે જ જ્ઞાનાદિની વૃદ્ધિનું જનક આલંબન છે, બીજું નહિ. તે આ પ્રમાણે“યતના નહિ કરવાની ઇચ્છાવાળા જીવ માટે સંપૂર્ણ લોક નબળા) આલંબનોથી ભરેલો છે. યતના નહિ કરવાની ઇચ્છાવાળો જીવ નિત્યવાસ વગેરે જે જે (નબળા) આલંબનને જુએ છે, તે તે આલંબનને કરે છે=લે છે.” આ પ્રમાણે વિસ્તારથી સયું. [૨૩૨] શા માટે આ પ્રમાણે રોગાદિ આપત્તિને પામેલાએ પણ જ્ઞાનાદિની વૃદ્ધિનું જનક આલંબન શોધવું જોઇએ? એવા પ્રશ્નનો ઉત્તર કહે છે सालंबणो पडतो, अप्पाणं दुग्गमेवि धारेइ । इय सालंबणसेवा, धारेइ जई असढभावं ॥ २३३॥ સાલંબન પડતો જીવ દુર્ગમસ્થાનમાં પણ પડતા પોતાને ધારી રાખે છે. એ જ પ્રમાણે સાલંબન સેવા અશઠભાવવાળા સાધુને ધારી રાખે છે. વિશેષાર્થ– પડતા જીવો વડે જેનો ટેકો=આશ્રય લેવાય તે આલંબન. આલંબન દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે છે. તેમાં ખાડો વગેરેમાં પડતા જીવો વડે જે દ્રવ્યનો ટેકો લેવાય તે દ્રવ્ય આલંબન. તે દ્રવ્ય પણ પુષ્ટ અને અપુષ્ટ એમ બે પ્રકારે છે. તેમાં અપુષ્ટ એટલે દુર્બલ. જેમ કે તૃણ અને વેલડી વગેરે. પુષ્ટ એટલે દઢ. જેમ કે કઠણ વેલડી વગેરે. ભાવ આલંબન પણ પુષ્ટ અને અપુષ્ટ એમ બે પ્રકારે છે. તેમાં પુષ્ટ પૂર્વોક્ત તીર્થનો અવિચ્છેદ વગેરે. શઠપણાથી માત્ર સ્વમતિથી કલ્પેલું અપુષ્ટ છે. આલંબનની સાથે જે વર્તે છે તે સાલંબન. સાલંબન જીવ ખાડો વગેરે દુર્ગમસ્થાનમાં પણ પડતા પોતાને પુષ્ટ આલંબનના ટેકાથી ધારી રાખે છે. એ જ પ્રમાણે આલંબનથી સાથે વર્તે તે સાલંબન, અર્થાત્ પુષ્ટ આલંબન.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy