SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૨ ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) દ્રિવ્યસ્તવથી ભાવસ્તવ મહાન વિશેષાર્થ- દરેક ગામમાં અને દરેક નગરમાં જિનમંદિર બનાવીને સંપૂર્ણ પણ પૃથ્વીતલને જિનમંદિરોથી જે વિભૂષિત કરાવે, તેનાથી પણ, એટલે કે માત્ર એક જિનમંદિર કરનાર વગેરેના કાર્યની વાત દૂર રહી, કિંતુ યથોક્ત (દરેક ગામમાં અને દરેક નગરમાં) જિનમંદિર કરનારના કાર્યથી પણ, ચારિત્રપાલન ઘણા લાભવાળું છે. કારણ કે આગમમાં સર્વોત્કૃષ્ટગુણવાળા પણ શ્રાવકથી ચારિત્રી અનંતગુણ વિશુદ્ધ ગુણવાળો કહેવાય છે. આથી જ જેમણે સર્વરત્નમય જિનમંદિર વગેરે કરાવ્યું છે તેવા પણ ભરત ચક્રવર્તી વગેરે તે જ દિવસે દીક્ષિત બનેલા પણ ચારિત્રીને ભક્તિથી પંચાંગ પ્રણિપાત કરે છે. [૨૨૭] હવે દ્રવ્યસ્તવથી ભાવસ્તવ જ અતિશય મહાન છે એ જ વિષયને આગમપાઠથી જ સમર્થન કરતા સૂત્રકાર કહે છે दव्वत्थया य भावत्थओ य बहुगुणत्ति बुद्धि सिया । अनिउणमइवयणमिणं, छज्जीवहियं जिणा बिंति ॥ २२८॥ छज्जीवकायसंजम, दव्वए सो विरुज्झई कसिणो । तो कसिणसंजमविऊ, पुप्फाईयं न इच्छंति ॥ २२९॥ ભાવસ્તવથી દ્રવ્યસ્તવ ઘણા લાભવાળુ છે એવી કોઇની બુદ્ધિ થાય તો આ અનિપુણ મતિવાળાનું વચન છે, જિનો તો છ જવનિકાયના હિતને જ મુક્તિનું કારણ કહે છે. છ જવનિકાયનું હિતરૂપ તે સંયમ દ્રવ્યસ્તવમાં સંપૂર્ણ ઘટી શકતું નથી. તેથી સંપૂર્ણ સંયમની પ્રધાનતાવાળા સાધુઓ પુષ્પ વગેરેને ઇચ્છતા નથી. વિશેષાર્થ- અહીં દ્રવ્ય શબ્દનો અર્થ ગૌણ અથવા કારણ છે. તેથી દ્રવ્યસ્તવનો અર્થ આ પ્રમાણે થાય. દ્રવ્યરૂપનેeગૌણતાને પામેલો સ્તવ તે દ્રવ્યસ્તવ. અથવા દ્રવ્યરૂપ= ભાવસ્તવનું કારણભૂત સ્તવ તે દ્રવ્યસ્તવ. તેથી ગુણવાને જિનમંદિર બનાવવું, પુષ્પ-ગંધધૂપ આદિથી પૂજા કરવી વગેરે દ્વારા આદર-સત્કાર કરવો તે દ્રવ્યસ્તવ. ભાવથી= પરમાર્થથી સ્તવ તે ભાવસ્તવ. ગુણવાનોના જ સદ્ગુણોનું કીર્તન, અંતરંગ પ્રીતિ, સારી રીતે તેમની આજ્ઞાનું પાલન ઇત્યાદિથી પૂજન કરવું તે ભાવસ્તવ. ગાથામાં આવેલા બે ચ શબ્દો દ્રવ્યસ્તવના અધિકારીએ દ્રવ્યસ્તવ અને ભાવસ્તવના અધિકારીએ ભાવસ્તવ કરવો જોઇએ એમ વિષયનું નિયતપણું કરે છે. આ બેમાં પરસ્પરની અપેક્ષાથી દ્રવ્યસ્તવ ઘણા લાભવાળું છે એમ કોઈને બુદ્ધિ થાય, તે આ પ્રમાણે- દ્રવ્યસ્તવ કરવામાં ધનના ત્યાગથી શુભ જ અધ્યવસાય થાય, તીર્થની ઉન્નતિ કરવાનું થાય, કરાતા દ્રવ્યસ્તવને જોઇને બીજાઓ પણ પ્રતિબોધ પામે, ઇત્યાદિ સ્વ
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy