SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ચરણશુદ્ધિ દ્વાર]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [સાધુને જિનપૂજાનો નિષેધ-૪૨૧ तित्थयरुहेसेणऽवि, सिढिलिज न संजमं सुगइमूलं । तित्थयरेणवि जम्हा, समयम्मि इमं विणिद्दिढें ॥ २२५॥ તીર્થકરને ઉદેશીને પણ પૂજાદિ આરંભની પ્રવૃત્તિથી સુગતિનું મુખ્ય કારણ એવા સંયમને સાધુ શિથિલ ન કરે. કારણ કે જેમના માટે તું પુષ્પસંઘટ્ટન વગેરે આરંભ કરવાની ઇચ્છા કરે છે તે તીર્થકરે પણ સિદ્ધાંતમાં આ (નીચેની ગાથામાં કહેવાશે તે) કહ્યું છે. [૨૨૫] તીર્થકરે જે કહ્યું છે તેને જ કહે છેचेइयकुलगणसंघे, आयरियाणं च पवयणसुए य । सव्वेसुवि तेण कयं, तवसंजममुजमंतेण ॥२२६॥ તપ-સંયમમાં ઉદ્યમ કરતા સાધુએ ચૈત્ય, કુલ, ગણ, સંઘ, આચાર્ય, પ્રવચન અને શ્રુત એ બધાયનું (કરવા જેવું) કર્યું છે. વિશેષાર્થ- ચૈત્ય=જિનમંદિર. કુલ=વિદ્યાધરકુલ વગેરે. ગણ-કુલનો સમુદાય. સંઘ સાધુ વગેરે. આચાર્ય પ્રસિદ્ધ છે. પ્રવચન=સૂત્ર અને અર્થ એ ઉભયસ્વરૂપ સકળ દ્વાદશાંગી. શ્રુત=કેવળ સૂત્ર. ચારિત્રાવરણીયકર્મના ક્ષયોપશમનો અભાવ હોવાથી સંયમ પાળવાને અસમર્થ ગૃહસ્થો પણ ચૈત્યનિર્માણ વગેરે કરીને કુશલ અનુબંધની પરંપરાથી સંયમને પામે છે. તેનાથી મોક્ષને સાધે છે. જે સાધુથી મુક્તિનું કારણ એવું સંયમ પણ પ્રાપ્ત કરાયું છે તેનાથી ચૈત્યનિર્માણપૂજા વગેરે કરાયેલું જ જાણવું. કારણ કે તેનું ફલ (=સંયમ) સિદ્ધ થઈ ગયું છે. વળી બીજું- સંયમવાનનું વચન ઉપાદેય હોય છે, અને સંયમીને ગુણ-દોષનું જ્ઞાન હોય છે. ઇત્યાદિ કારણોથી (સંયમને શિથિલ કરીને ચૈત્યનિર્માણ વગેરે કરે એના કરતાં) દેશનાદિ દ્વારા ચૈત્ય-કુલ-ગણ આદિના ઘણાં સુંદર કાર્યો કરે. તેથી સંયમ સમસ્ત વસ્તુઓને સિદ્ધ કરનાર હોવાથી સંયમમાં જ પ્રયત્ન કરવો જોઇએ, બીજામાં નહિ. [૨૨૬] હવે જો કોઈ અમે કહે કે, ચારિત્રપાલનથી જિનમંદિર કરાવવું વગેરે ઘણા લાભવાળું છે, તો આ વિષે સૂત્રકાર કહે છે सव्वरयणामएहि, विहूसियं जिणहरेहिं महिवलयं । जो कारिज समग्गं, तओऽवि चरणं महिड्डीयं ॥ २२७॥ જે સર્વરત્નમય જિનમંદિરોથી સંપૂર્ણ પૃથ્વીવલયને વિભૂષિત કરાવે તેનાથી પણ ચારિત્ર ઘણા લાભવાળું છે.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy