SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૪-ઉપસંહાર દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પ્રશસ્તિ શ્રી મુનિચંદ્રસૂરિના સંપર્કથી જેણે ગંગાનદીની જેમ સંપૂર્ણ પૃથ્વીતલને પવિત્ર કર્યું છે, (૮) જેનાથી વિવેકરૂપ પર્વતના મસ્તકે ઉદયને પામીને સૂર્યની જેમ વિકસતા કલિકાલમાં અજ્ઞાનરૂપ અંધકારની વિસ્તારવાળી સ્થિતિનો નાશ કરાયો છે, જેણે સમ્યગ જ્ઞાનરૂપ કિરણોથી પૂર્વમુનિઓથી આચરાયેલા માર્ગને સમ્યક્ પ્રકાશવાળો કર્યો છે, તે અભયદેવસૂરિ થયા. તેમનાથી તે માર્ગ પૃથ્વી ઉપર પ્રસિદ્ધ થયો. (૯) શ્રુતદેવીના વચનથી તેમણે જ (=અભયદેવસૂરિએ જ) પોતાના શિષ્યલેશ શ્રી હેમચંદ્રસૂરિના મુખથી સૂઝયુક્ત આ વિવરણ કર્યું છે. [૧૦] દરેક અક્ષરની ગણતરીથી આ સંપૂર્ણ ગ્રન્થનું પ્રમાણ તેર હજાર આઠસો ને અડસઠ [૧૩૮૬૮] શ્લોક પ્રમાણ થયું છે. કલ્યાણ થાઓ ! ૧. અહીં ભવભાવના ગ્રંથમાં તેગ: પ્રસિદ્ધો મુવિ એવો પાઠ છે. એ પાઠ શુદ્ધ જણાય છે. આથી અહીં એ પાઠ પ્રમાણે અર્થ લખ્યો છે. ભાવાનુવાદકારની પ્રશસ્તિ માલધારી પરમ પૂજય શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ વિરચિત સ્વોપજ્ઞટીકા સહિત ઉપદેશમાલા ગ્રંથનો સિદ્ધાંતમહોદધિ સ્વ. આચાર્યદેવશ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર સ્વ. પરમગીતાર્થ આચાર્યદેવશ્રી હીરસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન વર્ધમાનતપોનિધિ આચાર્યદેવશ્રી લલિતશેખરસૂરીશ્વરજી મ.ના શિષ્ય ગુરુતત્ત્વ વિનિશ્ચય, પંચવસ્તુક, ધર્મબિંદુ, યોગબિંદુ, યોગદષ્ટિસમુચ્ચય, પંચાશક, નવપદ પ્રકરણ, શ્રાદ્ધદિનકૃત્ય, શીલોપદેશમાલા, વીતરાગસ્તોત્ર, યતિલક્ષણસમુચ્ચય, ચૈત્યવંદન મહાભાષ્ય આદિ અનેક ગ્રંથોનો સરળ ભાવાનુવાદ કરનાર આચાર્યશ્રીરાજશેખરસૂરિએ કરેલો ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો. ૦ પ્રારંભ સમય છે વિ. સં. ૨૦૫૫ પ્રથમ જેઠ સુદ-૬, • પ્રારંભ સ્થળ ૦. સંભવનાથ જૈન મંદિર વિરાર (જી.થાણા) વિ. સં. ૨૦૫૭ ચૈત્ર સુદ-૭ • સમાપ્તિ સ્થળ • માલદે-મારુ રત્નત્રયી આરાધનાભવન મુંબઈ-મુલુંડ (ગોવર્ધનનંગર)
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy