SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ગ્રંથકારની પ્રશસ્તિ-૭૨૩ जाव जिणसासणमिणं, जाव य धम्मं जयम्मि विप्फुरइ । ताव पढिज्जउ एसा, भव्वेहिं सया सुहत्थीहिं ॥ ४९९ ॥ વિશ્વમાં જ્યાં સુધી આ જિનશાસન છે, અને જ્યાં સુધી ધર્મ વિકાસ પામે છે, ત્યાં સુધી સુખના અર્થે ભવ્યજીવો આ ઉપદેશમાળાનો પાઠ કરો. [૪૯] ગ્રંથકારની પ્રશસ્તિ શ્રી પ્રશ્નવાહન કુલરૂપ સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલ, પૃથ્વીતલ ઉપર જેની કીર્તિ ફેલાણી છે, જેમાં શાખાઓનો ઉદય થયો છે, વિશ્વમાં જેણે ચિંતવેલી વસ્તુને સિદ્ધ કરી છે, જેની વિશાળ છાયાના આશ્રયે રહેલા ઘણા ભવ્યજીવો શાંતિને પામ્યા છે, (૧) જે જ્ઞાનાદિરૂપ પુષ્પોથી પૂર્ણ છે, જે પ્રભાસંપન્ન ઉત્તમમુનિઓ રૂપ ફલસમૂહથી ફલિત (=ફલવાળો) છે, તે કલ્પવૃક્ષ સમાન શ્રી હર્ષપુરીય નામનો ગચ્છ છે. (૨) એ ગચ્છમાં ગુણરત્નોની ઉત્પત્તિ માટે રોહગિરિસમાન, ગંભીરતાના સાગર, ઊંચાઇમાં જેમણે પર્વતનું અનુકરણ કર્યું છે, ચંદ્ર જેવા સૌમ્ય, સમ્યગ્નાન અને વિશુદ્ધ સંયમના સ્વામી, સ્વાચારચર્યાના ભંડાર, શાંત અને નિ:સંગચૂડામણિ (=સંગરહિત મનુષ્યોમાં સર્વોત્તમ) એવા શ્રી જયસિંહસૂરિ થયા. (૩) જેમ રત્નાકર (=સમુદ્ર)માંથી રત્ન થાય તેમ એમનાથી (=જયસિંહસૂરિથી) તે શિષ્યરત્ન થયું કે જેના ગુણોને ગ્રહણ કરવામાં (=ગુણોનું વર્ણન કરવામાં) બૃહસ્પતિ પણ સમર્થ નથી એમ હું માનું છું. (૪) શ્રી વીરદેવ પંડિતે સુંદર મંત્રરૂપ અતિશય શ્રેષ્ઠ પાણીથી વૃક્ષની જેમ જેને સિંચ્યો છે તેના (=અભયદેવસૂરિના) ગુણોનું કીર્તન કરવામાં કોણ કુશળ છે? અર્થાત્ કોઇ કુશળ નથી. (૫) તે આ પ્રમાણે જેની આજ્ઞાને રાજાઓ પણ આદરપૂર્વક મસ્તકે ધારણ કરે છે, જેને જોઇને અતિદુષ્ટો પણ પ્રાયઃ પરમહર્ષને પામે છે, જેવી રીતે ક્ષીરસમુદ્રનું મંથન કરવામાં દેવો તૃપ્તિને ન પામ્યા તેવી રીતે જેના મુખરૂપ સમુદ્રમાંથી નીકળતા ઉજ્વલ વચનરૂપ અમૃતનું પાન કરવામાં તત્પર બનેલ લોકો તૃપ્તિ ન પામ્યા, (૬) જેના વડે અતિશય દુષ્કર તપ કરીને અને વિશ્વને બોધ પમાડીને, તે તે સ્વગુણોથી સર્વજ્ઞ પ્રભુનું આ શાસન તેજસ્વી કરાયું, જેનો યશ દિશાઓમાં રોક્યા વિના ફેલાય છે, આ યશ સંપૂર્ણ વિશ્વરૂપ ગુફાને નિર્મલ કરી રહ્યો છે, ભવ્યજીવોએ આ યશની સ્પૃહા બાંધી છે, અર્થાત્ ભવ્યજીવો આ યશને ઇચ્છે છે, આ યશ શ્વેતપાણીના જેવું નિર્મલ છે, (૭) યમુના નદીના પ્રવાહ જેવા નિર્મલ ૧. ભવભાવના ગ્રંથમાં ય_ળપ્રદળોત્તુ એ પાઠના સ્થાને ચત્તુળપ્રદળે પ્રમુ: એવો પાઠ છે. એ પાઠ બરોબર જણાય છે. આથી અહીં એ પાઠ પ્રમાણે અર્થ કર્યો છે. ૨. અહીં મુદ્રિતપ્રતમાં ચૈત્રુમ ના સ્થાને યો દ્રુમ એવો પાઠ જોઇએ. ભવભાવના ગ્રંથમાં દ્રુમ વ ય: સંમિત્ત: એવો પાઠ છે.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy