SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ પરિજ્ઞાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પંડિત મરણનું માહાભ્ય-૭૧૧ પંડિતમરણનો સ્વીકાર કર્યો છતે ધીરતા જ કરવી જોઇએ, વિહળતા ન કરવી જોઈએ. શા માટે? એ વિષે યુક્તિને કહે છે धीरेणऽवि मरियव्वं, काउरिसेणवि अवस्स मरियव्वं ।। तो निच्छियम्मि मरणे, वरं खु धीरत्तणे मरिउं ॥ ४८३॥ ધીરપુરુષે પણ અવશ્ય કરવાનું છે, કાયરપુરુષે પણ અવશ્ય કરવાનું છે. તેથી મરણ નિશ્ચિત હોવાથી ધીરપણામાં મરવું એ શ્રેષ્ઠ છે. [૪૮૩] પાદપોપગમન વગેરે પંડિતમરણથી મરેલા જીવો ક્યાં જાય તે કહે છેपाओवगमणइंगिणिभत्तपरिणाइविबुहमरणेण । जंति महाकप्पेसुं, अहवा पाविंति सिद्धिसुहं ॥ ४८४॥ પાદપોપગમન, ઇંગિની અને ભક્તપ્રત્યાખ્યાન આદિ પંડિત મરણથી જીવો વૈમાનિક દેવલોકમાં જાય છે, અથવા સિદ્ધિસુખને પામે છે. [૪૮૪] સિદ્ધિમાં પણ શું સુખ છે? કે જેથી તેના માટે આ કષ્ટ સહન કરવામાં આવે છે. તે કહે છે सुरगणसुहं समग्गं, सव्वद्धापिंडियं जइ हविज्जा । . नवि पावइ मुत्तिसुहं, ऽणंताहिवि वग्गवग्गूहिं ॥ ४८५॥ સર્વકાલ સમયોના સમૂહથી ગુણેલું દેવસમૂહનું સઘળું સુખ અનંતવર્ગવર્ગથી પણ મુક્તિસુખને પામતું નથી, અર્થાત્ મુક્તિસુખની તુલનાને પામતું નથી. વિશેષાર્થ- સર્વદેવ સમૂહનું ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળમાં થનારું જે સઘળું સુખ, તેને પણ સર્વકાલના જેટલા સમયો છે તે સમયની રાશિથી ગણવામાં આવે, વળી તેને પણ અનંતગણું કરવામાં આવે, યાવત્ તે સુખના સર્વ લોકાલોકના આકાશપ્રદેશોની સંખ્યા જેટલા ઢગલા કરીને તે ઢગલા ભેગા કરવામાં આવે, તેનો પણ વર્ગ કરવામાં આવે, ફરી તેનો પણ વર્ગ કરવામાં આવે, એમ તે સુખને અનંતવર્ગોથી વર્ગવાળું કરવામાં આવે, તો પણ તે સુખ મુક્તિના સુખની તોલે ન આવે. [૪૮૫] વળી– દેવો વગેરે પરમાર્થથી દુઃખી હોવાથી સુખી નથી જ, કિંતુ સિદ્ધો જ પરમાર્થથી સુખી છે એમ જણાવે છે दक्खं जरा विओगो, दारिदं रोयसोयरागाई । तं च न सिद्धाण तओ, तेच्चिय सुहिणो न रागंधा ॥ ४८६॥ ઉ. ૨૨ ભા.૨
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy