SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૦૫રિજ્ઞાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પંડિતમરણું માહાભ્ય ઇગિત મરણનો અન્ય સ્થાને કહેલો વિધિ જાણવો, અને તે વિધિ પ્રસિદ્ધ છે. આ ત્રણ મરણોનો વિષયવિભાગ (કોણ કયા પચ્ચકખાણથી મરે તે) આ પ્રમાણે છે-“સર્વ સાધ્વીઓ, પ્રથમ સંઘયણ સિવાયના સાધુઓ અને સર્વદેશવિરતિધરો ભક્તપ્રત્યાખ્યાનથી મૃત્યુ પામે છે.” (આનાથી એ સિદ્ધ થયું કે પ્રથમ સંઘયણવાળા સાધુઓ ત્રણેય પ્રત્યાખ્યાનથી મૃત્યુ પામી શકે છે.) આ પ્રમાણે ત્રણ ગાથાનો અર્થ છે. [૪૭૮-૪૭૯-૪૮૦] બંને પ્રકારનું સપરાક્રમ મરણ કહ્યું. હવે બંને પ્રકારના અપરાક્રમ મરણને કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે છે अपरक्कमु बलहीणो, निव्वाघाएण कुणइ गच्छम्मि । वाघाओ रोगविसाइएहिं तह विज्जुमाईहिं ॥ ४८१॥ બલહીન અપરાક્રમી સાધુ વગેરે નિર્વાઘાતમાં ગચ્છમાં અનશન કરે. રોગ-વિષ આદિથી અને વિજળી આદિથી વ્યાઘાત થાય છે. વિશેષાર્થ- જે બળહીન છે, અર્થાત્ અન્ય ગચ્છમાં જવા માટે અસમર્થ છે, તે સ્વગચ્છમાં પણ અનશન સ્વીકારે, અન્ય ગચ્છમાં ન જાય. હવે જાતે જ વ્યાઘાતના સ્વરૂપનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છેરોગ-વિષ આદિથી અને વિજળી આદિથી વ્યાઘાત થાય છે. તેમાં જે રોગ આશ્કારી ન હોય, એટલે કે જલદી મૃત્યુ થાય તેવો ન હોય તે રોગમાં જે હજીપણ બળથી યુક્ત હોય તે પરગચ્છમાં પણ જાય. બલહીન તો સ્વગચ્છમાં પણ રહે. ક્ષણમાત્રમાં નાશ કરે તેવા આશકારી ભૂલ વગેરે રોગ અને વિજળી- વાઘ વગેરેનો ભય થાય ત્યારે જ્યાં રહેલો હોય ત્યાં જ અનશન સ્વીકારે. [૪૮૧] હવે પંડિતમરણના જ માહાભ્યની પ્રશંસા કરતા ગ્રંથકાર કહે છે– एकं पंडियमरणं, छिंदइ जाईसयाइं बहुयाइं । एक्कंपि बालमरणं, कुणइ अणंताई दुक्खाइं ॥ ४८२॥ એક પંડિતમરણ ઘણા સેંકડો જન્મોનો નાશ કરે છે. એકપણ બાલમરણ અનંત દુઃખોને કરે છે. [૪૮૨] ૧. શાસ્ત્રમાં પંડિતપંડિત, પંડિત, બાલપંડિત, બાલ અને બાલબાલ એમ મરણના પાંચ પ્રકાર જણાવ્યાં છે. તેમાં પહેલું જિનેશ્વરોને, બીજું સાધુઓને, ત્રીજું દેશવિરતિધરોને, ચોથું સમ્યગ્દષ્ટિઓને અને પાંચમું મિથ્યાષ્ટિઓને હોય છે. અથવા મતાંતરે કેવળીને પંડિતપંડિત મરણ હોય, ભક્તપરિજ્ઞાદિ પંડિતમરણ મુનિઓને હોય, દેશવિરતિધર અને અવિરતિસમ્યગ્દષ્ટિને બાલપંડિત મરણ હોય, તથા ઉપશમવાળા મિથ્યાષ્ટિને બાલમરણ હોય, કષાયથી કલુષિત અને દૃઢ આભિગ્રહિક મિથ્યાત્વીને બાલબાલ મરણ હોય. અથવા પાંચમાં પહેલાં ત્રણ મરણો પંડિતમરણો છે, અને છેલ્લાં બે મરણો બાલમરણો છે. તેમાં પહેલાં ત્રણ સમ્યગ્દષ્ટિને અને છેલ્લાં બે મિથ્યાદષ્ટિને હોય. (સંવેગરંગશાળા)
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy