SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪- ચરણશુદ્ધિદ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પાસસ્થા આદિનું વર્ણન વિશેષાર્થ– પ્રતિબંધ- શ્રાવકો વગેરેમાં પ્રતિબંધ=રાગ થાય. લઘુતા લોકમાં ‘અનાદેયવચન' વગેરેનું કારણ એવી લઘુતા થાય છે. જેમ કે– આ આધાર રહિત છે, એમને અમારું જ એક શરણ છે, બિચારા છે, ઇત્યાદિ. લોકોપકારનો અભાવ– એક સ્થળે રહેનારાઓનો જુદા જુદા દેશોમાં રહેનારા લોકો ઉપર સમ્યક્ત્વપ્રાપ્તિ આદિ ઉપકાર ન થાય. દેશવિજ્ઞાનનો અભાવ– ઘણા દેશોની ભાષા અને આચાર આદિનું જ્ઞાન ન થાય. તેનું જ્ઞાન ન થાય તો તે દેશમાં ઉત્પન્ન થયેલા શિષ્યોને પ્રતિબોધ અને અનુવર્તન વગેરે ન કરી શકાય. જ્ઞાનાદિની વૃદ્ધિનો અભાવ– જુદા જુદા દેશોમાં વિહાર કરનારાઓને ઘણા બહુશ્રુતોના દર્શન થવાથી અને શિષ્યપ્રાપ્તિ આદિથી જ્ઞાન-દર્શન-ચારિત્રની વૃદ્ધિ થાય. એક સ્થળે રહેવામાં તેની વૃદ્ધિ ન જ થાય. તેથી પુષ્ટ આલંબન વિના વક્રતાનું આલંબન લઇને એક જ સ્થળે ન રહેવું. [૨૦૧] માસકલ્પ આદિથી વિહાર કરનારાઓમાં પણ સ્વકાર્યને સાધવાની ઇચ્છાવાળા સાધુએ આવા (= નીચેની ગાથાઓમાં કહેવાશે તેવા) પ્રકારના જ થવું જોઇએ. અન્યથા સ્વકાર્યની સિદ્ધિ ન થાય એમ બતાવે છે– गयणं व निरालंबो, होज्ज धरामंडलव्व सव्वसहो । मेरूव्व निष्पकंपो, गंभीरो नीरनाहोव्व ॥ २०२॥ चंदोव्व सोमलेसो, सूरुव्व फुरंतउग्गतवतेओ । सीहोव्व असंखोभो, सुसीयलो चंदणवणंव ॥२०३॥ पवणोव्व अपडिबद्धो, भारुंडविहंगमोव्व अपमत्तो । मुद्धवहुव्वऽवियारो, सारयसलिलं व सुद्धमणो ॥२०४॥ સાધુએ આકાશની જેમ નિરાલંબ, પૃથ્વીમંડલની જેમ સર્વસહ, મેરુની જેમ નિષ્પકંપ, સમુદ્રની જેમ ગંભીર, ચંદ્રની જેમ સૌમ્યલેશ્ય, સૂર્યની જેમ સ્ફુરી રહેલા ઉગ્રતપ તેજવાળા, સિંહની જેમ અસંક્ષોભ્ય, ચંદનવનની જેમ અતિશય શીતલ, પવનની જેમ અપ્રતિબદ્ધ, ભારેંડપક્ષીની જેમ અપ્રમત્ત, મુગ્ધ વધૂની જેમ વિકારરહિત, શરદઋતુના પાણીની જેમ શુદ્ધ મનવાળા થવું જોઇએ. વિશેષાર્થ– જેવી રીતે આકાશ નિરાલંબ છે=પરના આધાર રૂપ નિશ્રાથી રહિત છે, તેવી રીતે સાધુ પણ સ્વજન-કુળ વગેરે નિશ્રાથી રહિત થાય. નિષ્રકંપ એટલે પરીષહઉપસર્ગરૂપ પવનથી ક્ષોભ ન પમાડી શકાય તેવો. ગંભીર એટલે બીજાઓથી જેનો મધ્યભાગ
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy