SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ચરણશુદ્ધિદ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સ્થિરવાસમાં દોષો ૪૦૩ ' વિશેષાર્થ– સૂત્રને ભણતા સાધુએ જો કોઇક રીતે આલંબનથી તીવ્રતાપ ન કર્યો, તથા તે સાધુ વિહારકલ્પનું ઉલ્લંઘન કરીને એક જ ક્ષેત્રમાં કેટલોક કાળ રહ્યા, તો પણ સૂત્ર ભણાઈ જાય ત્યારે વિશેષથી તીવ્ર તપવિશેષ કરે અને દ્રવ્યાદિમાં અપ્રતિબદ્ધ બનીને વિવિધ દેશોમાં વિહાર કરે. આ કથનથી નાલેસુ વિહરિઝા એ ગાથાના પણ અર્થનું વ્યાખ્યાન થઈ જ ગયું છે. આટલો વિશેષ છે- દ્રવ્યમાં એટલે શ્રાવક વગેરે દ્રવ્યમાં. “દ્રવ્યાદિમાં” એ સ્થળે આદિ શબ્દથી ક્ષેત્ર, કાલ અને ભાવનું ગ્રહણ કરવું. પવનરહિત વસતિ વગેરે ક્ષેત્રમાં, શરદઋતુ વગેરે કાળમાં અને શરીરપુષ્ટિ વગેરે ભાવમાં આસક્ત બન્યા વિના વિહાર કરે. અહીં તાત્પર્ય આ છે- સુખની લાલચથી દ્રવ્યાદિમાં આસક્ત થઈને એક સ્થળે ન રહે, તો એક સ્થળે કયા કારણથી રહે? પુષ્ટ આલંબનથી એક સ્થળે રહે. માસકલ્પ આદિથી વિહાર પણ દ્રવ્યાદિમાં આસક્તિથી રહિતને જ સફલ બને. માસકલ્પ આદિથી વિહાર પણ જો- અમુક નગર વગેરેમાં જઈને ત્યાં ઘણી સમૃદ્ધિવાળા શ્રાવકોને અથવા ઘણા શ્રાવકોને મેળવું મારી પાસે આવનારા કરું, અને તેવી રીતે કરું કે જેથી તે શ્રાવકો મને છોડીને બીજાના ભક્ત ન થાય ઈત્યાદિ દ્રવ્યપ્રતિબંધથી, તથા અમુક ક્ષેત્ર પવનરહિત વસતિ આદિના કારણે રતિને ઉત્પન્ન કરનારું છે, આ ક્ષેત્ર તેવા પ્રકારનું નથી ઈત્યાદિ ક્ષેત્રપ્રતિબંધથી, વિહાર કરતા સાધુઓ માટે પાકેલા અને સુગંધી ડાંગર વગેરેથી આ શરદઋતુનો કાલ વગેરે રમણીય છે ઈત્યાદિ કાલ પ્રતિબંધથી, સ્નિગ્ધ અને મધુર આહાર આદિ મળવાથી ત્યાં ગયેલા મને શરીરપુષ્ટિ વગેરે સુખ થશે, અહીં તે સુખ મળતું નથી, વળી બીજુંઆ પ્રમાણે ઉદ્યવિહારથી વિહાર કરતા મને જ લોકો ઉદ્યતવિહારી કહેશે, અમુકને તો શિથિલ કહેશે ઇત્યાદિ ભાવપ્રતિબંધથી કરે તો એ વિહાર પણ કાર્યસાધક જ ન થાય. તેથી સ્થિરતા કે વિહાર દ્રવ્યાદિમાં પ્રતિબંધથી રહિતને જ સાધક બને છે. [૨૦] “એક સ્થળે રહેનારાઓને કયો દોષ લાગે કે જેથી માસિકલ્પ આદિથી વિહાર કરવો જોઇએ” એ પ્રશ્નનો ઉત્તર આપે છે पडिबंधो लहुयत्तं, न जणुवयारो न देसविन्नाणं । ના અવઠ્ઠી, તોસી વહારપદ્યુમ્ન | ૨૦૧TI અવિહારપક્ષમાં (=ઘણા કાળ સુધી એક સ્થળે રહેવામાં) પ્રતિબંધ, લઘુતા, લોકોપકારનો અભાવ, દેશવિજ્ઞાનનો અભાવ અને જ્ઞાનાદિની વૃદ્ધિનો અભાવ વગેરે દોષો થાય છે. “આ કથનથી તાળવેસુ વિરિજ્ઞા એ ગાથાના પણ અર્થનું વ્યાખ્યાન થઈ જ ગયું છે.” આવા ઉલ્લેખના આધારે એ સિદ્ધ થાય છે કે આ ગ્રંથમાં આ સ્થળે નાગાલેનું વિMિા એ અંશ જેમાં આવતો હોય તેવી એક સંપૂર્ણ ગાથા લુપ્ત થઈ ગઈ છે. કારણ કે અહીં આ સ્થળે આવી કોઇ ગાથા મુદ્રિત થઇ નથી.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy