SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૨-સત્સંગ વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સોમા-ચિત્રભાનુનું દૃષ્ટાંત તેથી તેં ઘણો અયુક્ત નિર્ણય કર્યો છે. દોહલો ન પૂરાવાથી તે પ્રતિદિન ક્ષીણ થાય છે. તેથી ગભરાયેલો દાસ શૂન્ય બનીને નગરમાં ભમે છે. (૧૦૦) હવે બ્રાહ્મણથી પૂછાયેલા તેણે બ્રાહ્મણને સઘળો ય અભિપ્રાય કહીને વિનંતિ કરી કે, મારી પત્નીને જીવન આપવામાં તારા સિવાય બીજો કોઇપણ સમર્થ નથી. તેથી કૃપા કરીને કોઇપણ રીતે તેવું કર કે જેથી પત્ની અને ગર્ભ જીવે, અને હું પણ સુખનો ભાગી થાઉં. આ પ્રમાણે સાંભળીને બ્રાહ્મણને કરુણા ઉત્પન્ન થઇ. બ્રાહ્મણ રાજમહેલમાં અસ્ખલિતપણે પ્રવેશ પામે છે. તેથી એક દિવસ રાજપુરુષોની દૃષ્ટિને છેતરીને મોરને બગલમાં નાખીને બહાર કાઢ્યો. પછી દાસને આપ્યો. હર્ષ પામેલા તેણે મોરને મારીને પત્નીને આપ્યો. રાજાને ખબર પડતાં સંપૂર્ણ નગરમાં પડહ વજડાવ્યો. હવે દાસ વિચારે છે કે, રાજા સ્વયં કોઇપણ રીતે આ જાણશે તો મારું જીવન નથી. તેથી જઇને રાજાને કોઇપણ રીતે તે રીતે કહું કે જેથી આ અપરાધ બ્રાહ્મણના માથે પડે. આ પ્રમાણે વિચારીને તેણે રાજાને કહ્યું કે, ચિત્રભાનુ બ્રાહ્મણ મોરને મારીને ભક્ષણ કરી ગયો છે. આ મિત્રનું રહસ્ય (=ખાનગી વાત) પણ દેવના હિત માટે મેં કહ્યું. તેથી રાજાએ વિચાર્યુંઃ જ્વલનસિહંના તે પુત્રને હું પણ સારી રીતે ઓળખું છું. પણ તેના માટે આ વાત સ્વપ્નમાં પણ ઘટે નહિ. આમ છતાં વિધિના વિલાસો અચિંત્ય છે. તેથી તેને અહીં બોલાવીને કહું કે તું તે અભિપ્રાયને કહે. પછી રાજાએ બ્રાહ્મણને આજ્ઞાપૂર્વક બોલાવીને કહ્યું: અરે દુષ્ટ! તેં આવું પાપ કેવી રીતે કર્યું? જેથી અતિશય નિર્દય તું મારા પુત્રતુલ્ય, સારી રીતે રક્ષણ કરાયેલ, અને શ્રેષ્ઠ તેવા પ્રકારના મોરને મારીને ખાઇ ગયો. પછી બ્રાહ્મણે વિચાર્યું: આ સારું થયું કે જેથી આ લોકાપવાદ મારો જ થયો, પણ મિત્રનો ન થયો. આ પ્રમાણે હર્ષ પામેલા બ્રાહ્મણે કહ્યું: હે દેવ! કોઇક કર્મવશથી કરતા મારા વડે આવું થયું. તેથી અહીં જે યોગ્ય હોય તે કરો. બ્રાહ્મણે આ પ્રમાણે કહ્યું એટલે આશ્ચર્ય પામેલા રાજાએ વિચાર્યું: અહો! હું નથી જાણતો. પણ અહીં કોઇપણ પરમાર્થ હોવો જોઇએ. આવી આકૃતિથી, આવા મુખથી અને આવી નાસિકાથી આ વિષયમાં આ નિશ્ચિત છે કે કોઇપણ રીતે એણે કર્યું નથી. પછી રાજાએ કોટવાલને બોલાવીને એકાંતમાં કહ્યુંઃ આ બ્રાહ્મણની પ્રયત્નપૂર્વક રક્ષા કરવી. પણ આને વધસ્થાનમાં લઇ જા. ત્યાં બધી રીતે તેને ગભરાવીને આ વિષે પરમાર્થ શો છે તે પૂછ. હવે કોટવાલ જેની આગળ નગારું વાગી રહ્યું છે. તેવા બ્રાહ્મણને બહાર લઇ ગયો. ત્યાં કોટવાળે તિરસ્કારપૂર્વક તેને પૂછવાનું શરૂ કર્યું. મરાતો હોવા છતાં બીજી રીતે બોલતો નથી, તે જ કહે છે. ઘણીવાર પણ પીલાયેલી દ્રાક્ષ કડવા રસને બહાર કાઢતી નથી. આ તરફ રાજા દાસને બંધાવીને લઇ આવ્યો. પછી ચાબુકનો માર વગેરે વિવિધ યાતનાઓથી બહુ વિડંબના કરવા પૂર્વક પૂછ્યું: આમાં જે સાચું હોય
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy