SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ સત્સંગ વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સોમા-ચિત્રભાનુનું દૃષ્ટાંત-૬૭૧ કરવા માટે) સંકેત કરે છે. હવે તે બધા ય બધી ય રીતે તેનો ઉપહાસ કરે છે, અને કયુક્તિઓથી તેની પાસેથી બે અશ્વોને છોડાવે છે. તો પણ તે છોડતો નથી. તેથી ભય પામેલા અશ્વપતિએ એકાંતમાં પત્નીને કહ્યું: અશ્વરક્ષકપુરુષને સ્વપુત્રી પરણાવીએ. તેથી ગુસ્સે થયેલી પત્નીએ કહ્યું: જે દરિદ્ર છે, જેનું કુળ અને વંશ અજ્ઞાત છે અને જે માત્ર નોકર છે તેને આપણી પુત્રી પરણશે? તેથી અશ્વપતિએ કહ્યું: હે મૂઢ! જે અશ્વો સર્વલક્ષણોથી સંપૂર્ણ છે, જેમના પ્રભાવથી ઘરમાં અન્ય પણ અશ્વ વગેરે થાય, જેમનું મેં પ્રાણની જેમ પ્રયત્નથી આટલા લાંબા કાળ સુધી રક્ષણ કર્યું છે, જે મારા ઘરના સારભૂત છે, તે અશ્વો તેણે લઈ લીધા છે. જો આ અશ્વોને બીજે લઈ જાય તો મારું બધું ય નિરર્થક થાય. પુત્રી આપેલી હોય તો તે મારા ઘરે રહે, અને તેથી અશ્વો પણ રહે. આ પ્રમાણે બધું ય બરોબર થાય. સ્વયં પુત્રી પણ તેના પ્રત્યે અનુરાગવાળી થયેલ જણાય છે. આ પ્રમાણે યુક્તિઓથી પત્નીને મનાવી લીધી. પછી તેને સ્વપુત્રીને પરણાવીને પોતાના ઘરે રાખ્યો. સમય જતાં તે જ તેના ઘરની બધી વસ્તુઓનો માલિક થયો. તે ક્રમશઃ ત્યાં બીજાં પણ કલ્યાણોને પામ્યો. તેથી હે પ્રિયસખી! આ અશ્વરક્ષકની જેમ ઉપહાસ આદિના ભયથી બધા ય આત્મહિતનો ત્યાગ નથી જ કરતા. ઈત્યાદિ પરીક્ષાઓથી પરીક્ષા કરાયેલી સોમા ચલિત ન થાય તેવી જણાઈ એટલે શીલરતિ તેને મુનિની પાસે લઈ ગઈ. પછી સીમાએ ગૃહસ્થનાં સમ્યત્વથી યુક્ત બાર વ્રતોને સમ્યક્ સ્વીકાર્યા. સ્વીકારીને કોઈપણ રીતે તેવી રીતે પાળ્યાં કે જેથી દેવોને પણ નમસ્કાર કરવા યોગ્ય બની. તો પછી મુનષ્યોની શી વાત કરવી? પછી મહાવ્રતોને લઈને પરમસુખવાળા મોક્ષને પામી. આ પ્રમાણે શુભના સંગથી સોમા આ લોકસંબંધી અને પરલોક સંબંધી લાભને પામી. હવે ઉત્તમબ્રાહ્મણ ચિત્રભાનુના કુસંગના ફલને અનુસરીશ, અર્થાત્ કહીશ ચિત્રભાનુએ જુવાનીના કારણે કુસંગ કરવાથી આ લોકમાં શો દોષ થાય તે જોઉં એમ વિચારીને તે જ નગરમાં રાજાના દાસની સાથે સંગ કરવાનું શરૂ કર્યું. તે રાજાના દાસને સદા ય વસ્ત્ર અને તંબોલ વગેરે આપે છે. સઘળાં ય કાર્યોમાં રાજાના દાસને પોતાના શરીરની સમાન જુએ છે. તે કોઇ ઉપકાર નથી કે જે ઉપકાર બ્રાહ્મણે રાજાના દાસ ઉપર ન કર્યો હોય. સ્નેહથી અંતરમાં પ્રવેશેલો તે રાજદાસના દબાણથી ગહ કરવા યોગ્ય દારૂ આદિમાં ગુપ્તપણે પ્રવૃત્તિ કરે છે. ક્યારેક તે રાજદાસની પત્ની ગર્ભવતી બની. ગર્ભવતી બન્યા પછી તેણે કોઈપણ રીતે અતિશય શ્રેષ્ઠ રાજમયૂર જોયો. તેથી તેને રાજમયૂરના જ માંસનું ભક્ષણ કરવાનો દોહલો થયો. તેણે પતિને દોહલો કહ્યો. હવે ભય પામેલા તેણે તેને આ પ્રમાણે કહ્યું: રાજપ્રિય મોરને લેવાની વાત તો દૂર રહી, કિંતુ તેને કોઇપણ પ્રાયઃ કરીને જોવા પણ પામતો નથી.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy