SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૮-ગૃહસ્થવેયાવચ્ચ વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સુભદ્રા સાથ્વીનું દૃષ્ટાંત જંઘાની ઉપર રાખે છે. આંગળીએ વળગેલા કોઇક બાળકોને બોલાવે છે. બીજા કોઇક બાળકોને ખાવા યોગ્ય અને પીવા યોગ્ય વસ્તુઓ આપે છે. બીજા બાળકોને ભોજન કરવા યોગ્ય વસ્તુઓ આપે છે. તથા પ્રાસુક (=અચિત્ત) પાણીથી બાળકોને નવડાવે છે, અભંગ અને ઉદ્વર્તન કરે છે. કોઈ બાળકોને અલંકૃત કરે છે. કોઈ બાળકોના હાથ-પગોને (મેંદી વગેરેથી) રંગે છે. 'કડું અને કંકણ વગેરે પણ બાંધે છે. રમકડાંઓ આપે છે. કોઈક બાળકોની આંખો આંજે છે. બીજા બાળકોને પુષ્પો બાંધે છેeગુંથે છે. કોઈ બાળકોને ચરણોમાં રાખીને, અર્થાત્ નજીકમાં બેસાડીને, મૂત્ર-મલનો ત્યાગ કરાવે છે. કોઇક બાળકોને મૂર્છાથી પીઠ, પેટ અને છાતીમાં (લઈને) રમાડે છે, બોલાવે છે, હાથોથી લઈને વિવિધ રીતે રમાડે છે. અતિશય મૂછિત બનેલી અને મોહને વશ બનેલી તે સર્વ સારા બાળકોને પોતાના પુત્રોની જેમ કે પૌત્રોની જેમ જુએ છે. તેથી સાધ્વીઓએ તેને કહ્યું: હે ભદ્ર! સ્નેહની બેડીને તોડી નાખનારી અને સાવદ્ય કાર્યોનો ત્યાગ કરનારી સાધ્વીઓ આપણને બાળકોની ભક્ત-પાન આદિથી આ રીતે સેવા વચન-કાયાથી તો દૂર રહો, કિંતુ મનથી પણ કરવા યોગ્ય નથી. કારણ કે જિનવરોએ ધાત્રીકમ વગેરે દોષોને આ લોક અને પરલોકના દુઃખોનાં કારણ કહ્યાં છે. (૨૫) તેથી તું આ કાર્યથી અટકી જા, અને હમણાં તેનું સમ્યક્ પ્રાયશ્ચિત્ત લઈ લે. સુકુલમાં ઉત્પન્ન થયેલી અને દીક્ષિત બનેલી તારે બીજું કરવા યોગ્ય નથી. ઈત્યાદિ કહેવા છતાં અજ્ઞાનરૂપી અંધકારસમૂહથી અને મોહથી અતિશય મૂઢ બનેલી તે એ વચનોની અવગણના કરીને બાળકો પ્રત્યે તે પ્રમાણે જ વર્તે છે. અનુકૂલ વચનોથી અનેકવાર કહેવા છતાં આ કાર્યથી અટકતી નથી. તેથી કઠોર અને કડક વચનોથી તિરસ્કાર કરાયેલી તે વિચારે છે કે, ગૃહવાસમાં હું સ્વાધીન હતી, પોતાનાં કાર્યો ઇચ્છા પ્રમાણે કરતી હતી. જુઓ, દીક્ષા લીધી ત્યારથી કેમ પરાધીન બની ગઈ? વળી બીજુંગૃહસ્થપણામાં આ સાધ્વીઓ મને આદરથી જોતી હતી, અને જુઓ, દીક્ષિત બનેલી મને અતિશય કઠોર રીતે કેમ તિરસ્કારે છે. તેથી તેમના આ ઉપાશ્રયને છોડીને કયાંક એકલી રહું તેથી ત્યાં હું સ્વેચ્છા પ્રમાણે વિચરું. આ પ્રમાણે તેને હિતકર પણ વિપરીત પરિણમે છે. પછી ત્યાંથી નિકળીને અલગ ઉપાશ્રયમાં રહી. ત્યાં તે અંકુશ, ભય અને શંકાથી રહિત બની ગઈ. ત્યાં વિશેષણપણે બાળકોના મોહમાં તત્પર બનીને કાળ પસાર કરે છે. આ પ્રમાણે ઘણાં વર્ષો સુધી પાસસ્થાપણે અને શિથિલપણે રહ્યા પછી અંતે આલોચન-પ્રતિક્રમણ કર્યા વિના અર્ધમાસિક અનશન કરીને આયુષ્ય પૂર્ણ થતાં મરીને સૌધર્મદેવલોકમાં દેવીપણે ઉત્પન્ન થઈ. ૧. અભંગ=શરીરે તેલનું માલિસ કરવું વગેરે. ૨. ઉદ્વર્તન= શરીર પરથી મેલ દૂર કરવો કે સુગંધી વિલેપન કરવું વગેરે. ૩. ડોળિયાએ પદોમાં કોઈ અશુદ્ધિ જણાય છે.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy