SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહસ્થવેયાવચ્ચ વિષે] . ઉપદેશમલા (પુષ્પમાલા) [સુભદ્રા સાધ્વીનું દૃષ્ટાંત-૬૩૭ સુભદ્રા સાથ્વીનું દૃષ્ટાંત ભરતક્ષેત્રમાં પ્રસિદ્ધ વાણારસી નગરી છે. તે નગરીમાં ભવનો ઊંચાં હતાં. એ ભવનોની મણિઓથી નિર્મિત ઉપરની ભૂમિમાં (=અગાશીમાં) પર્વતનાં શિખરોનાં પ્રતિબિંબો પડતાં હતાં. તથા એ ભવનોની અંદર સ્કુરાયમાન તેજસ્વી શ્રેષ્ઠ રત્નસમૂહ હતો. એ રત્નસમૂહે સદા અંધકાર સમૂહનો નાશ કરી નાખ્યો હતો. તેથી જાણે અંધકારના ઉપદ્રવથી ભય પામીને આકાશ દૂર જતું રહ્યું હોય તેમ જણાય છે. તે વારાણસીમાં ભદ્ર નામનો સાર્થવાહ છે. તેણે વ્યવસાય (=વેપાર)રૂપ સમુદ્રમાંથી લક્ષ્મીને લઇને કુબેરની જેમ વશ કરી છે. તેની રૂપ વગેરે ગુણોથી અલંકૃત શરીરવાળી સુભદ્રા નામની પત્ની છે. પણ તેને એક પણ સંતાન નથી. તેથી તે દુઃખી રહે છે. હવે એકવાર તે વિચારે છે કે, અહીં તે સ્ત્રીઓ ધન્ય છે કે જેમના સ્તનમંડલમાંથી કમલપત્ર જેવા કોમળ હાથોથી દૂધને લઈને ચપલ સ્વભાવવાળા બાળકો પીએ છે. બાળકનાં અલના પામતાં, મધુરરસવાળાં અને અવ્યક્તવાણી જેવાં વચનો સુખથી યુક્ત હોય છે= સુખ આપે છે. બાળકોનું સ્વછંદપણે ભ્રમણ કરવું, આળોટવું, હસવું, પરિભ્રમણ કરવું એ ચિત્તને આકર્ષે છે. બાળકો પોતાની મતિથી કલ્પેલી મનોહર રમતો શરૂ કરે છે. પુન્યરહિત મારે આટલો કાળ થવા છતાં પુત્ર તો દૂર રહો, કિંતુ પુત્રી પણ થઈ નથી. આવી ચિંતાથી તે દુઃખી રહેલી છે. હવે ક્યારેક એક સુવ્રતા પ્રવર્તિનીનો એક સાધ્વીસંઘાટક (=બે સાધ્વીઓ) તેના ઘરે આવ્યો. હર્ષ પામેલી તેણે સાધ્વીઓને નમીને પૂછ્યું: જો તમે બધું ય જાણો છો તો પ્રસન્ન થઈને મને સંતાન કેવી રીતે થાય એટલું કહો. તેથી સાધ્વીઓએ કહ્યું: હે ભદ્ર! આ વચન અમારે સાંભળવું પણ યોગ્ય નથી. અમોએ સર્વ પાપપ્રવૃતિઓનો ત્યાગ કર્યો છે. આથી અમારા માટે આ કહેવું યોગ્ય નથી. અમે એક જ જિને કહેલા ધર્મને કહીએ છીએ. તેથી હર્ષ પામેલી તેણે કહ્યું તો મને જિને કહેલા ધર્મને જ કહો. સાધ્વીજીઓએ તેને સંક્ષેપથી જિનોક્ત ધર્મ કહ્યો. પ્રતિબોધ પામેલી તે શ્રાવિકા થઈ. ઘણા દિવસો બાદ સંતાન ન થવાના નિમિત્તથી તે વૈરાગ્ય પામી. પોતાના પતિની રજા લઈને અપૂર્વ ઘણા આડંબરથી તે સાધ્વીઓની પાસે દીક્ષાનો સ્વીકાર કર્યો. પછી સૂત્રો ભણીને કેટલાક દિવસો સુધી તપ કરે છે. - પૂર્વે સંતાન ન થવાના કારણે ઉદ્વેગ પામેલી હતી. હમણાં પણ મોહની પ્રબળતાના કારણે લોકના બાળકોને જોઇને કોઇક બાળકોને છાતીમાં, ખોળામાં કે જાનુ ૧. મંડલ એટલે ગોળાકાર વસ્તુ. આથી સ્તનમંડલમાંથી એટલે સ્તનરૂપ ગોળાકાર વસ્તુમાંથી એવો શબ્દાર્થ થાય. ૨. બાળક સ્તનને પોતાના મુખમાં લઇને દૂધ પીએ છે. એથી અહીં-“હાથોથી દુધને લઇને” એવો ઉલ્લેખ નવીનતાને જણાવે છે.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy