SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ વિનય દ્વાર]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [ઔપચારિક વિનયના પ્રકારો-૬૦૯ | શ્રદ્ધા કરનારને દર્શનવિનય હોય. અર્થાત્ શાસ્ત્રમાં જે દ્રવ્ય વગેરેનું જેવું સ્વરૂપ બતાવ્યું હોય તે દ્રવ્ય વગેરેના તેવા સ્વરૂપની શ્રદ્ધા કરવી તે દર્શનવિનય છે. (૨) જ્ઞાનવિનય પ્રતિક્ષણ જ્ઞાનનો અભ્યાસ કરનારને અને શાસ્ત્રોક્ત પ્રમાણે જ સંયમના સર્વ કર્તવ્યોને કરનારને જ્ઞાનવિનય હોય. (૩) ચારિત્રવિનય- જિનાજ્ઞા પ્રમાણે ચારિત્રનું પાલન કરનારને ચારિત્રવિનય હોય. (૪) તપવિનય- જિનાજ્ઞા પ્રમાણે તપ કરનારને તપવિનય હોય. [૩૯૯] હવે ઔપચારિક મોક્ષવિનયનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છેअह ओवयारिओ उण, दुविहो विणओ समासओ होइ । पडिरूवजोगजुंजण, तह य अणासायणाविणओ ॥ ४००॥ (૫) ઔપચારિકવિનય- ઔપચારિકવિનય સંક્ષેપથી પ્રતિરૂપ યોગયોજન અને અનાશાતના એમ બે પ્રકારે છે. વિશેષાર્થ- ગુરુ આદિની સાથે વ્યવહાર કરવામાં જે વિનય કરવામાં આવે તે ઔપચારિકવિનય છે. પ્રતિરૂપ એટલે ઉચિત. મન-વચન-કાયા એ ત્રણ યોગો છે. યોજના એટલે યથાસ્થાને કાર્યમાં જોડવા. ઉચિત એવા મન-વચન-કાયારૂપ યોગોને યથાસ્થાને કાર્યમાં જોડવા તે પ્રતિરૂપયોગયોજનવિનય છે. [૪૦૦] પ્રતિરૂપ ઔપચારિક મોક્ષવિનયના અર્થને વિસ્તારથી કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર જાતે જ કહે છે पडिरूवो खलु विणओ, काइयजोगे य वायमाणसिओ । अट्ठ चउव्विह दुविहो, परूवणा तस्सिमा होइ ॥ ४०१॥ પ્રતિરૂપ વિનયના કાયિક, વાચિક અને માનસિક એમ ત્રણ પ્રકાર છે. તેમાં કાયિકવિનય આઠ પ્રકારે, વાચિકવિનય ચાર પ્રકારે અને માનસિકવિનય બે પ્રકારે છે. તેની પ્રરૂપણા આ (=હવેની ગાથાઓમાં કહેવાશે તે) છે. વિશેષાર્થ- સ્થાન પ્રમાણે ઉચિત રીતે યોગોને કાર્યમાં જોડવા તે પ્રતિરૂપવિનય છે. તેની પ્રરૂપણા એટલે આઠ પ્રકારનો કાયિકવિનય વગેરે પ્રતિરૂપવિનયની પ્રરૂપણા. પ્રરૂપણા એટલે સ્વરૂપને પ્રગટ કરવું. [૪૦૧] તેમાં કાયિકવિનયના આઠ પ્રકારોને બતાવે છેअब्भुटाणं १ अंजली २, आसणदाणं ३ अभिग्गह ४ कई ५ य । सुस्सूसण ६ अणुगच्छण ७, संसाहण ८ काय अट्ठविहो ॥ ४०२॥
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy