SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૮-વિનય દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [મોક્ષવિનયના પ્રકારો (૨) કોઈને કંઈ વિનંતિ કરવાની હોય (કે કંઈ જણાવવાનું હોય ત્યારે) અંજલિ જોડીને વિનંતિ કરવી તે અંજલિબંધવિનય. (૩) બેસવા માટે આસન આપવું, (૪) અતિથિની પૂજા કરવી, (૫) દેવતાની પૂજા કરવી. તે લોકોપચારવિનય છે. અર્થવિનય અર્થ એટલે ધન. ધનની પ્રાપ્તિ માટે વિનય કરવો તે અર્થવિનય. જેમ કે (૧) ધનનો લાભ થાય એવી ઇચ્છાથી રાજા વગેરેની પાસે રહેવું તે અભ્યાસવૃત્તિ વિનય છે. (૨) ધનનો લાભ થાય એવી ઈચ્છાથી રાજા વગેરેની ઇચ્છાને અનુસરવું તે છંદોડનુવર્તન વિનય છે. (૩) ધનનો લાભ થાય એવી ઇચ્છાથી દેશ-કાલથી ઔચિત્યને જાણીને રાજા વગેરેની સાથે ઔચિત્યપૂર્વક વર્તન કરવું તે ઔચિત્યવર્તન વિનય છે. તથા પૂર્વોક્ત અભુત્થાન, અંજલિબંધ અને આસનપ્રદાન વગેરે પ્રકારનો રાજા વગેરેનો વિનય કરવો તે અર્થવિનય છે. શુ કામવિનય- કામી પુરુષ વેશ્યા વગેરેનો પૂર્વોક્ત અભ્યાસવૃત્તિ વગેરે વિનય કરે તે કામવિનય છે. છે ભયવિનય- ભયથી સ્વામી વગેરેનો વિનય કરવામાં આવે તે ભયવિનય છે. પ) મોક્ષવિનય- હવે જેનું સ્વરૂપ કહેવામાં આવશે તે મોક્ષવિનય છે. અહીં ધર્મોપદેશોનો જ અધિકાર હોવાથી મોક્ષવિનયનો જ અધિકાર છે, અન્ય વિનયોનો અધિકાર નથી. [૩૯૭] અધિકૃત મોક્ષવિનયના જ સ્વરૂપને કહે છેदसणनाणचरित्ते, तवे य तह ओवयारिए चेव ।। मोक्खविणओऽवि एसो, पंचविहो होइ नायव्वो ॥ ३९८ ॥ આ મોક્ષવિનય પણ દર્શનવિનય, જ્ઞાનવિનય, ચારિત્રવિનય, તપવિનય અને ઔપચારિકવિનય એમ પાંચ પ્રકારનો જાણવો. વિશેષાર્થ- સામાન્યથી જ કેવલવિનય પાંચ પ્રકારનો છે એવું નથી, કિંતુ સામાન્ય વિનયના જે પાંચ ભેદો છે, તે પાંચ ભેદોમાં જે મોક્ષવિનય છે, તે મોક્ષવિનય પણ દર્શનવિનય વગેરે પાંચ પ્રકારનો છે. [૩૯૮] મોક્ષવિનયમાં દર્શનવિનય આદિના સ્વરૂપને કહે છેदव्वाइ सद्दहंते, नाणेण कुणंतयम्मि किच्चाई । चरणं तवं च संमं, कुणमाणो होइ तव्विणओ ॥ ३९०॥ (૧) દર્શનવિનય– દ્રવ્ય-ક્ષેત્ર-કાલની અને તેમના સઘળા પર્યાયોની શાસ્ત્રોક્ત નીતિ પ્રમાણે
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy