SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવશલ્યના વિપાકમાં]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [આર્તકકુમારનું દૃષ્ટાંત-૫૬૧ ગાયો-ગાયોની સાથે, અશ્વો-અશ્વોની સાથે, મૂર્ખાઓ મૂર્ખાઓની સાથે અને વિદ્વાનો-વિદ્વાનોની સાથે સંગ(=મૈત્રી) કરે છે. સમાન શીલવાળાઓમાં અને સમાન દુઃખવાળાઓમાં મિત્રતા થાય છે.” વળી તેની અનાર્ય દેશમાં જે ઉત્પત્તિ થઈ તેમાં હું માનું છું કે તેણે પૂર્વભવમાં કોઇપણ રીતે સાધુપણાની કંઈક વિરાધના કરી હશે. તેથી એવો કોઈ ઉપાય વિચારું કે જેથી તે જિનધર્મમાં બોધને પામે, અર્થાત્ સમ્યકત્વને પામે. કારણ કે પરમાર્થથી મૈત્રીનું આના સિવાય બીજું ફળ નથી. કહ્યું છે કે- “જે મિત્ર મોહને વશ પડેલા જીવને ધર્મમાં પ્રવર્તાવે અને પાપથી અટકાવે તેને સુમિત્ર કહ્યો છે. જે મિત્ર મોહને વશ પડેલા જીવને પાપમાં પ્રવર્તાવે અને ધર્મથી અટકાવે તેને કુમિત્ર કહ્યો છે.” તેથી હું તેને અતિશય પ્રમોદજનક કોઈ જિનપ્રતિમા મોકલું. તેનાં દર્શનથી તેને કોઈપણ રીતે જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય. (૫૦) પછી શ્રેષ્ઠ રત્નનિર્મિત અને અનુપમ શ્રી આદિનાથ પ્રભુની પ્રતિમાને ધૂપધાણું અને ઘંટ વગેરે અતિશય ઘણા ઉપકરણોની સાથે પેટીઓમાં મૂકીને અને પેટીને ઘણી સુંદર સિક્કાઓના ચિહ્નવાળી કરીને (=મજબૂત રીતે બંધ કરીને) રાજપુરુષોના હાથે મોકલે છે. અને આ સંદેશો કહેવડાવે છે– હે સજ્જનતિલક! પરના થોડા પણ ગુણને દૂરથી પ્રકાશિત કરનાર અને પોતાના ગુણસમૂહને છૂપાવનાર તમારા ઉપર અમારા જેવાઓથી શો ઉપકાર થાય? આમ છતાં તમને શુભવિનોદ કરવા માટે આ કંઈપણ મોકલ્યું છે. તેથી મારા ઉપર અનુગ્રહ કરીને કયાંક ગુપ્ત ઓરડામાં અતિશય અંધકારમાં આને ઉઘાડીને પ્રયત્નપૂર્વક તમારે એકલાએ નિરીક્ષણ કરવું. રાજપુરુષોએ આ ભેટયું લઈ જઈને આર્દિકકુમારને આપ્યું અને સંદેશો કહ્યો. તેથી આદ્રકકુમાર ખુશ થયો. પછી નાની ઓરડીઓના મધ્યમાં બેસીને અંધકારવાળા સ્થાનમાં પેટીઓને જેટલામાં ઉઘાડે છે તેટલામાં સ્વપ્રભાસમૂહથી સંપૂર્ણ અંધકારને ભેદતી, દશદિશાઓને પ્રકાશિત કરતી, હર્ષને પ્રવર્તાવતી, મોહજાળોને છેદતી, પરમાર્થને પ્રગટ કરતી, પાપકર્મની બેડીઓને તોડતી અને રત્નમય આદિનાથની પ્રતિમાને તેણે તુરત જોઈ. તેથી અહો! અપૂર્વ અપૂર્વ એમ આશ્ચર્ય પામ્યો અને આકર્ષાયો. એકક્ષણ રહીને પછી વિચારવા લાગ્યોઃ આ આભરણ શું મસ્તકે, કંઠમાં, છાતીમાં, બાહુમાં, હાથોમાં કે પગોમાં પહેરાય? એ હું જાણતો નથી. અથવા આ વસ્તુ પૂર્વે ક્યાંય પણ કયારે પણ મેં જોઈ છે? આ પ્રમાણે વિતર્ક કરતા તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી જેવી રીતે પૂર્વે સાધુપણું (સંયમ) સ્વીકાર્યું હતું અને કેવી રીતે વિરાવ્યું હતું તે પ્રમાણે બધું યાદ કરીને આ પ્રમાણે વિચારે છે– મનથી પણ કરેલી વિરાધનાનું આ ફલ જુઓ. જેથી હું પાપનું ઘર એવા અનાર્યદેશોમાં ઉત્પન્ન થયો. જ્યાં અપેય પીવાય, કેવળ અભક્ષ્ય ખવાય, અગમ્યમાં ગમન કરાય, નહિ કરવા જેવું બધું કરાય, જ્યાં “ધર્મ' એવા અક્ષરો માત્ર સ્વપ્નમાં પણ ન જણાય, ત્યાં ઉત્પન્ન થયેલાઓને ધર્મની પ્રાપ્તિ ક્યાંથી
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy