SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬૦-ભાવશલ્યના વિપાકમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) | [આર્વકકુમારનું દૃષ્ટાંત શ્રી અભયકુમારનું ચંદ્ર જેવું નિર્મલ ચરિત્ર સાંભળ્યું નથી? જેવી રીતે નદીઓ સમુદ્રનો આશ્રય લે છે, તેમ સઘળી બુદ્ધિઓએ તેમનો આશ્રય લીધો છે, તો પણ તે બુદ્ધિઓ સર્વ લોકને સ્વસ્થ કરે છે. શ્રેણિકરાજા તેમને પાંચસો મંત્રીઓના નાયક અને રાજ્યચિંતક તરીકે સ્થાપીને નિશ્ચિતપણે રાજ્યને ભોગવે છે. હું માનું છું કે તેણે સ્વયં જ જગતમાં પણ ધર્મને ઉત્પન્ન કર્યો છે. (અર્થાત્ તેણે પોતાના આચરણથી જગતમાં ધર્મ પ્રવર્તાવ્યો છે.) તેમના ચરિત્રોનો અંશ પણ તમને સંભળાવવા માટે અમે કોણ છીએ? અર્થાત્ અમે તેમના ચરિત્રોનો અંશ પણ તમને સંભળાવવા માટે સમર્થ નથી. આ પ્રમાણે સાંભળીને હર્ષ પામેલા આર્દિકકુમારે પિતાને કહ્યું: જો તમે અનુજ્ઞા આપો તો હું અભયકુમારની સાથે પ્રીતિ જોડું. ખુશ થયેલા રાજાએ કહ્યું: હે વત્સ! પૂર્વપુરુષોના સ્નેહને વધારનારાઓને આ વિષે અયોગ્ય શું છે? અર્થાત્ યોગ્ય જ છે. કારણ કે કહ્યું છે કે- તે જ ઉત્તમપુરુષો છે કે જેમનો સ્નેહ આદ્યપુરુષોના સ્નેહને અખંડ રાખે છે, અને દરરોજ વધતો ઋણની જેમ પત્રોમાં સંક્રમે છે=પ્રવેશે છે. સજ્જનોનો સ્નેહ વૃદ્ધપુરુષની જેમ ધીમે ધીમે ઉઠે છે–પ્રગટ થાય છે, ગાઢ લાગેલો તે સ્નેહ વંશમાં સંચરે છે, અને ક્રમશઃ દ્વિગુણ જ થાય છે. તેથી કુમારે પ્રધાનપુરુષને કહ્યું. જે દિવસે પિતાજી તમને રજા આપે તે દિવસે મને તમારે કહેવું. કેટલાક દિવસો પછી રાજાએ (શ્રેણિકરાજા માટે) શ્રેષ્ઠ ભેટશું આપ્યું, અને તેમને પણ સત્કાર કરીને પોતાના પુરુષોની સાથે રજા આપી. પ્રધાનપુરુષોએ કુમારને પોતાના જવાની) વાત કરી. કુમારે પણ અભયકુમારને આપવા માટે મોતી વગેરે ઉત્તમ વસ્તુઓ તેમને આપી, અને કહ્યું કે- દૂર રહેલા પણ સપુરુષો મિત્રતાથી બીજા ઉપર ઉપકાર કરે છે. સૂર્ય અને કમળોના અંતરને જુઓ. છતાં સૂર્ય કમળો ઉપર ઉપકાર કરે છે. અથવા હે અભયકુમાર! તમારા નિર્મલગુણગણના શ્રવણરૂપ દોરડાથી બંધાયેલું મારું મન સદાય તમારી પાસે છે એમ વિચારવું. પ્રધાનપુરુષોએ જઇને શ્રેણિકને અને અભયકુમારને ભેટશું આપ્યું. તથા આર્દિકકુમારે જે સંદેશો કહેવડાવ્યો હતો તે સઘળોય સંદેશો અભયકુમારને કહ્યો. પછી અભયકુમારે પારિણામિકી બુદ્ધિથી વિચાર્યું કે, આ આર્તકકુમાર ચોક્કસ આ જ ભવમાં અથવા પછીના કોઇભવમાં નજીકના કાળમાં મોક્ષમાં જનાર કોઈ જીવ છે. કારણ કે અભવ્ય અને દૂરભવ્ય જીવોને હાર્દિક મૈત્રીભાવ મારી સાથે ન થાય. કારણ કે કહ્યું છે કે-“સમાન સ્વભાવના કારણે અને સમાન ફલ-હેતુના કારણે પ્રાયઃ સમાન પુણ્યવાળા અને સમાન પાપવાળા જીવોની પ્રીતિ થાય છે. મૃગલાઓ મૃગલાઓની સાથે, ૧. નિમિત્તગળગોચિત્તરૂપ મિત્રથી થયેલ, અર્થાત્ હાર્દિક.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy