SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૨- આલોચના દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પાંચ પ્રકારનો વ્યવહાર અપરિશ્રાવી– આલોચના કરનારે જણાવેલા દોષોને બીજાને ક્યારેય ન કહે. નિર્યાપક– પ્રાયશ્ચિત્ત પૂર્ણ કરવાને અસમર્થ પ્રાયશ્ચિત્તીને તેને યોગ્ય પ્રાયશ્ચિત્ત આપવા વડે પ્રાયશ્ચિત્ત પૂરું કરાવે. અપાયદર્શી આલોચના સમ્યગ્ ન કરનારને પરલોકના અપાયો(=અનર્થો) બતાવે. આવા પ્રકારના જ ગુરુને દોષો કહેવાને માટે યોગ્ય કહ્યો છે. [૩૫૧] અહીં (અનંતર ગાથામાં) “વ્યવહારવાન” એમ જે ક્યું છે તે વિષે પાંચ પ્રકારના વ્યવહારના સ્વરૂપને બતાવવા માટે કહે છે—– आगम सुय आणा धारणा य जीयं च होइ ववहारो । केवलिमणोहिचउदसदसनवपुव्वाई पढमोऽत्थ ॥ ३५२॥ આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા અને જીત એમ પાંચ પ્રકારનો વ્યવહાર છે. તેમાં કેવલજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન, ચૌદપૂર્વ, દશપૂર્વ અને નવપૂર્વ એ પહેલો આગમ વ્યવહાર છે. વિશેષાર્થ જેનાથી જીવાદિ પદાર્થોનો વ્યવહાર કરાય તે વ્યવહાર. અથવા મુમુક્ષુઓની પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ વ્યવહાર છે. વ્યવહારનું કારણ હોવાથી (કારણમાં કાર્યના ઉપચારથી) વિશેષ પ્રકારનું જ્ઞાન પણ વ્યવહાર છે. તે વ્યવહાર પાંચ પ્રકારનો છે. તે આ પ્રમાણે આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા અને જીત. (૧) આગમ – જેનાથી પદાર્થોનો નિર્ણય કરાય આગમ. (૨) શ્રુત– સાંભળવું તે શ્રુત. અથવા જે સંભળાય તે શ્રુત. (૩) આજ્ઞા- આદેશ કરાય તે આશા. (૪) ધારણા ધારી રાખવું તે ધારણા. (૫) જીત– જે સર્વોત્કૃષ્ટતાથી વર્તે તે જીત. પાંચ પ્રકારના વ્યવહારમાં કેવલજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન, ચૌદપૂર્વે, દશપૂર્વે અને નવપૂર્વે આ સઘળોય વ્યવહાર પહેલો આગમવ્યવહાર છે. [૩૫૨] જો કેવલીજ્ઞાનીનો યોગ થાય તો તેમની જ પાસે આલોચના કરવી. તેના અભાવમાં મન:પર્યવજ્ઞાનીની પાસે આલોચના કરવી. તેના પણ અભાવમાં અવધિજ્ઞાનીની પાસે ઇત્યાદિ ક્રમશઃ કહેવું. તેમાં કેવલજ્ઞાની સ્વયં પણ સઘળું જાણે જ છે. તેથી શિષ્યના અતિચાર સમૂહને સ્વયમેવ પ્રગટ કરીને પ્રાયશ્ચિત્ત આપે કે બીજી રીતે? આવી આશંકા કરીને પ્રાસંગિક કહે છે– ૧. જ્યાં સુધી શાસન હોય ત્યાં સુધી જીતવ્યવહાર રહે છે. માટે તે સર્વોત્કૃષ્ટતાથી વર્તે છે.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy