SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ આલોચના દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [કેવા ગુરુ પાસે આલોચના કરવી-૫૫૧ આલોચના દ્વારા હવે જેનો સંબંધ કહેવાઈ જ ગયો છે તેવા આલોચના દ્વારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર આલોચના દ્વારમાં રહેલા અર્થોનો સંગ્રહ કરવામાં તત્પર ગાથાને કહે છે कस्सालोयण? १ आलोयओ २ य आलोइयव्वयं ३ चेव । आलोयणविहिमुवरि ४, तद्दोस ५ गुणे ६ य वोच्छामि ॥ ३५०॥ (૧) કોની પાસે=કેવા ગુરુની પાસે આલોચના કરવી? (૨) આલોચક=આલોચના કરનાર શિષ્ય કેવો હોય? (૩) આલોચના કરવા યોગ્ય=કયા દોષોની ગુરુની પાસે આલોચના કરવી જોઇએ? (૪) આલોચનાવિધિ, (૫) આલોચનાદોષો (૬) અને આલોચના ગુણોને કહીશ. [૩૫૦] તેમાં પ્રથમકારને આશ્રયીને કહે છેआयारव १ मोहारव २, ववहारो ३ वीलए ४ पकुव्वे ५ य । अपरिस्साई ६ निजव ७, अवायदंसी ८ गुरू भणिओ ॥ ३५१॥ આચારવાન, અવધારણાવાન, વ્યવહારવાન, અપવ્રીડક, પ્રકર્વક, અપરિશ્રાવી, નિર્યાપક અને અપાયદર્શી ગુરુને દોષો કહેવાને માટે યોગ્ય કહ્યો છે, અર્થાત્ આવા ગુરુની પાસે આલોચના કરવી જોઇએ. વિશેષાર્થ– આચારવાન વગેરે શબ્દોનો અર્થ આ પ્રમાણે છેઆચારવાન- જ્ઞાનાદિ પાંચ પ્રકારના આચારોથી યુક્ત. અવધારણાવાન કહેલા અપરાધોની ધારણાથી યુક્ત. અર્થાત શિષ્ય કહેલા દોષોની ધારણા કરવામાં સમર્થ. વ્યવહારવાન- પ્રરૂપણાદિ પ્રકારથી જીવાદિ વસ્તુનો વ્યવહાર જેનાથી કરાય તે વ્યવહાર. આગમ અને શ્રુત વગેરે પાંચ પ્રકારનો વ્યવહાર છે. પાંચ પ્રકારનો વ્યવહાર હવે પછી તુરત કહેશે. આ વ્યવહાર જેની પાસે હોય તે વ્યવહારવાન અપવ્રડક- લજ્જાથી અતિચારોને છુપાવતા શિષ્યને વિવિધ વચનોથી લજ્જારહિત કરીને સમ્યમ્ આલોચના કરાવનાર. પ્રકુર્વક– અપરાધોની આલોચના કર્યો છતે સમ્યક્ પ્રાયશ્ચિત્ત આપવા વડે વિશુદ્ધિ કરાવવાને માટે સમર્થ. ઉ. ૧૨ ભા.૨
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy