SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૮- ગુરુકુલવાસ ત્યાગમાં] ઉપદેશમલા (પુષ્પમાલા) [ફૂલવાલકનું દૃષ્ટાંત વસ્તુઓને લઇ લો. ક્રેણિકે કહ્યું: જો ઉત્તમ બાળકો કોઇપણ રીતે આટલાથી સંતુષ્ટ રહેતા હોય તો આ વસ્તુઓ શું કામ માગવી? તો પણ પદ્માવતી સ્વાગ્રહને મૂકતી નથી. તેથી કૂણિકે હલ્લ-વિહલ્લની આગળ આ ત્રણ વસ્તુની માગણી કરાવી. ઘણું કહેવા છતાં હલ્લવિહલ્લ એ વસ્તુઓને આપતા નથી. તેમણે ભાઈની પત્નીનો સઘળો અસદ્ આગ્રહ જાણ્યો. લોક જે નીતિવચનને બોલે છે તે નીતિવચનને તેમણે વિચાર્યું. તે આ પ્રમાણે નદીઓ સમુદ્રજલાન્ત છે, બંધુદાયો સ્ત્રીમેદાન્ત છે, ગુપ્તવાત પિશુનજનાન્ત છે, અને કુળો દુષ્કૃત્રાન્ત છે. અહીં તાત્પર્ય એ છે કે, નદીઓનું અસ્તિત્વ સમુદ્રના જલમાં ન ભળે ત્યાં સુધી હોય છે. સમુદ્રના જલમાં ભળેલી નદીઓનો અંત આવી જાય છે. બંધુઓના હૃદયમાં પરસ્પર પ્રેમ ત્યાં સુધી જ રહે છે કે જ્યાં સુધી સ્ત્રી ભેદ કરતી નથી. સ્ત્રીએ કરેલા ભેદથી બંધુઓના હૃદયોનો અંત આવી જાય છે, અર્થાત્ હૃદયો ભેદાઈ જાય છે=પરસ્પરનો પ્રેમ જતો રહે છે. કોઇપણ વાતની ગુપ્તતા ત્યાં સુધી જ ટકે છે કે જ્યાં સુધી એ વાત પિશુન (=ચાડીચુગલી કરનાર) લોકની પાસે જતી નથી. ગુપ્ત વાત પિશુન પાસે જાય ત્યારે તેની ગુપ્તતાનો અંત આવી જાય છે. કૂળની કુલીનતા ત્યાં સુધી જ ટકે છે, જ્યાં સુધી દુષ્ટપુત્ર ઉત્પન્ન ન થાય. દુષ્ટપુત્રની ઉત્પત્તિ થતાં કુલની કુલીનતાનો અંત આવે છે. તે આ પ્રમાણે નીતિવચનને વિચાર્યા પછી તે બંને પણ રત્નોને લઈને ત્યાંથી ભાગી ગયા અને વૈશાલીનગરીમાં પોતાના નાના ચેટકમહારાજાના ઘેર ગયા. પછી આ પ્રસંગે ચેટકરાજાની સાથે કૂણિકનું મહાશિલાકંટક નામનું યુદ્ધ થયું. તેમાં ચોરાસી લાખ લોકો મરી ગયા. પછી એ બંનેનું બીજું રથમુસલ નામનું યુદ્ધ થયું. તેમાં છæલાખ લોકો મરી ગયા. પછી ચેટકરાજા અધિક સત્તાવાળો હોવા છતાં વૈશાલી નગરીમાં પેસી ગયો. બધીય તરફ નગરીને બંધ કરીને લાંબા કાળ સુધી તેમાં રહ્યો. મુનિસુવ્રતજિનના સ્તૂપના પ્રભાવથી નગરીને કૂણિક લઈ શકતો નથી. ઘણો કાળ થઈ જતાં કૃણિકરાજા ખિન્ન બન્યો. તેથી તેને અનુકૂળ કોઈક દેવીએ આકાશમાં રહીને તેને આ કહ્યું: જો ફૂલવાલક મુનિ માગધિકા વેશ્યાની સાથે સંગ કરે અને વેશ્યા તેને અહીં લાવે તો કૂણિક વૈશાલી નગરીને લેશે. આ સાંભળીને કોણિકરાજાએ કૂલવાલક મુનિની તપાસ કરાવી. તેની જાણ થતાં કોણિકે માગધિકા વેશ્યાને બોલાવીને કહ્યું: કૂલવાલક મુનિની પાસે જઈને તેને વશ કરીને લઈ આવ. સ્વચક્ષુરૂપ શિકારીની જાળ સમાન તારા વિના આ કાર્ય સિદ્ધ નહિ થાય. વેશ્યાએ કહ્યું તે મારા માટે શા પ્રમાણમાં છે? અર્થાત્ મારા માટે આ કાર્ય બહુ સહેલું છે. જોવાયેલા શંકરને પણ હું સ્વદૃષ્ટિરૂપ બાણોથી વીંધી નાખુ . (૨૫) આ પ્રમાણે તે કાર્યને સ્વીકારીને, ધર્મનો પણ અભ્યાસ કરીને, રાજાએ આપેલી ગાડા-બળદ વગેરે સામગ્રી લઇને, કપટીશ્રાવિકા થઈને ફૂલવાલકની પાસે ગઈ. પછી તેણે તેમને ભક્તિથી વંદન કરીને કહ્યું. મારા પતિ મૃત્યુ પામ્યા છે. તેથી હું દિક્ષા લેવાને ઇચ્છું
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy