SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુકુલવાસ ત્યાગમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ફૂલવાલકનું દૃષ્ટાંત-૫૪૭ [ગીતાર્થ નિશ્રિત એટલે ગીતાર્થની નિશ્રાવાળો. ત્રીજો વિહાર એટલે એક કે અનેક અગીતાર્થોનો સ્વતંત્ર વિહાર. જિનકલ્પિક વગેરેનો વિહાર ગીતાર્થ વિહાર છે. આચાર્યની કે ઉપાધ્યાયની નિશ્રામાં રહેલા ગચ્છવાસી સાધુઓનો વિહાર ગીતાર્થનિશ્રિત વિહાર છે. અગીતાર્થોનો સ્વછંદપણે વિહાર ત્રીજો વિહાર છે.] અહીં વિસ્તારથી સર્યું. જો ઉક્ત નીતિથી એકલો અકાર્યને સેવે તો તેનાથી શું થાય તે (ગાથાના ઉત્તરાર્ધમાં) કહે છે- તેથી ફૂલવાલક મુનિની જેમ વ્રતોથી ભ્રષ્ટ થઈને ભવરૂપ ગહનવનમાં ભમે છે. કૂલવાલકનું વૃત્તાંત કહેવામાં આવે છે કૂલવાલકનું દૃષ્ટાંત કોઈક આચાર્યને કલ્પવૃક્ષમાં વિષકંટકની જેમ સદા પ્રતિકૂલ કોઈક શિષ્ય ક્યાંકથી આવીને મળ્યો. હવે તે આચાર્ય સિદ્ધશિલાને વંદન કરવા માટે કોઇક પર્વત ઉપર તે જ ક્ષુદ્ર શિષ્યની સાથે ચડીને નીચે ઉતરે છે. હવે શુદ્રશિષ્ય શિલાને ધક્કો મારીને તેમની પાછળ ગબડાવી. (અવાજ સાંભળીને ચેતી જવાથી) સૂરિએ જલદી પગ પહોળા કરી દીધા. (આથી શિલા તેમના પગોની વચ્ચેથી પસાર થઈ ગઈ.) આથી શિલા તેમને કોઇપણ રીતે લાગી નહિ. પછી સૂરિએ કહ્યું: હે શિષ્ય! તેં નિષ્કારણ આ કેમ કર્યું? અથવા તું આવું કરવાના કારણે જ સ્ત્રીજનથી વ્રતનાશને પામીશ. તેથી મિથ્યાઆગ્રહવાળા ક્ષુદ્રશિષ્ય વિચાર્યું કે, મારે ત્યાં જવું જોઇએ કે જ્યાં સ્ત્રીઓ દૃષ્ટિથી પણ ન દેખાય. તેથી આ આચાર્ય જાતે જ અસત્યવાદી થશે. આ પ્રમાણે વિચારીને તે કોઇક મહાજંગલમાં ગયો. ત્યાં નદીના કિનારે ઘોર અજ્ઞાન તપને આચરતો અને આતાપના લેતો રહે છે. વણિક આદિના સાર્થોમાં ભિક્ષાને લે છે. ગામ-નગર આદિમાં ક્યારેય પ્રવેશ કરતો નથી. પૂરથી ભરેલી તે નદીનો કિનારો તેના પ્રભાવથી અન્ય તરફ વહેવા લાગ્યો. તેથી લોકમાં તે “ફૂલવાલક એવા નામથી પ્રસિદ્ધ થયો. આ તરફ કૂણિકરાજાને તેની પત્ની પદ્માવતીએ અસત્ આગ્રહથી કહ્યું: તમારા ભાઈઓ હલ્લ-વિહલ્લ પાસેથી હાર, (દિવ્ય) કુંડલ અને હસ્તિરત્ન સેચનક આ ત્રણ ૧. તે આચાર્ય તીર્થયાત્રા કરવા માટે તે શિષ્યની સાથે ઉજ્જયંત પર્વત ઉપર ગયા. ત્યાં કુશિષ્યને યાત્રા માટે આવેલી સ્ત્રીઓ વિષે ચંચળ લોચનવાળો જોઇને આચાર્યું નેત્રોની ચંચળતા કરવાનો નિષેધ કર્યો. ક્રોધે ભરાયેલા તેણે ગુરુને મારી નાખવા શિલા ગબડાવી.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy