SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૨-ગુરુકુલવાસ સેવામાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પંથક સાધુનું દૃષ્ટાંત બહાનાથી સેવા માટે આવેલા ત્રણ ભુવન હોય તેમ દેવોએ રચેલા સમવસરણમાં ધર્મને કહે છે. તે નગરીમાં થાવચ્ચ નામની ધનાઢ્ય સ્ત્રી રહે છે. એનો સાર્થવાહ પતિ પરલોકને પામ્યો હતો, અને તેનો એક પુત્ર થાવસ્ત્રાપુત્ર એવા નામથી વિખ્યાત થયો હતો. તે વૈભવની સંખ્યા પણ જાણતો ન હતો, અર્થાત્ અગણિત વૈભવ હતો. ક્રમે કરીને એ શ્રેષ્ઠરૂપવતી અને શ્રેષ્ઠયૌવનવાળી બત્રીશ કન્યાઓને પરણે છે. પછી તે ઉત્તમદેવની જેમ ભોગોને ભોગવે છે. હવે તે વખતે નેમિનાથની પાસે ધર્મ સાંભળીને સંવેગને પામેલો થાવસ્ત્રાપુત્ર ઘણા આગ્રહથી માતાની પાસે દીક્ષા લેવાની અનુમતિ મેળવે છે. પછી થાવચ્ચ માતા કૃષ્ણ વાસુદેવની પાસે જઈને સઘળીય વિગત કહે છે અને પુત્રની દીક્ષાના વરઘોડા માટે છત્ર અને મુગુટ વગેરેની માગણી કરે છે. હવે આશ્ચર્ય પામીને શ્રીકૃષ્ણે કહ્યું: જો તમારો પુત્ર દીક્ષા લેશે તો તમે નિશ્ચિંત રહો. તેનો દીક્ષા મહોત્સવ હું કરીશ. આ પ્રમાણે કહીને સ્વસૈન્યથી પરિવરેલા શ્રીકૃષ્ણ તેના ઘરે ગયા. પરીક્ષા માટે કૃષ્ણ થાવાપુત્રને કહ્યું: તું દીક્ષા ન લે. મારી બાહુ છાયામાં ( મારા આશ્રયે) નિશ્ચિંત રહે. તારું પ્રતિકૂલ બધુંય હું દૂર કરીશ. પછી થાવસ્ત્રાપુત્રે કૃષ્ણને કહ્યું: જો તમે મારું પ્રતિકૂળ દૂર કરો તો હું ચોક્કસ દીક્ષા ન લઉં. પછી કૃષ્ણે કહ્યું: તારે જે અહીં પ્રતિકૂલ હોય તેને તું કહે. થાવસ્ત્રાપુત્રે કહ્યું: મૃત્યુ અને જરાના ભયથી દુઃખી બનેલા મારું રક્ષણ કરો. તેથી હસીને કૃષ્ણ તેને કહ્યું: હે વત્સ! જગતમાં મૃત્યુ-જરાના ભયથી રક્ષા કરવામાં ઈન્દ્ર પણ અસમર્થ છે, તો પછી હું અસમર્થ છું એમાં શી નવાઇ? કર્મક્ષયને છોડીને બીજો કોઈ મૃત્યુ અને જરા એ બેને રોકવા માટે સમર્થ નથી. થાવચ્ચપુત્રે કહ્યું: જો એમ છે તો હું કર્મક્ષય પણ કરવા માટે સમુદ્યત જ છું, તો પછી તમે કેમ અનુજ્ઞા આપતા નથી? થાવચ્ચાપત્રના ઇત્યાદિ વચનથી તેના નિશ્ચયને જાણીને અને તેની ઘણી પ્રશંસા કરીને કૃષ્ણ તેને દીક્ષાની અનુમતિ આપી. પછી કૃષ્ણ નગરમાં ઘોષણા કરાવે છે કે, હમણાં એની સાથે બીજો પણ જે દીક્ષા લેશે તેનો પણ દીક્ષામહોત્સવ હું કરીશ, તથા પછી તેના માતા-પિતા વગેરેના નિર્વાહ માટે જે કંઈ જરૂર પડશે તે હું આપીશ. તેથી થાવસ્ત્રાપુત્રના અનુરાગથી બીજા પણ મોટા રાજાઓ, કોટવાલ અને સાર્થવાહ વગેરે એકહજાર પુરુષો દીક્ષા લેવાની ભાવનાવાળા થયા. તેથી અત્યંત ખુશ થયેલા કૃષ્ણ અતિમહાન આડબરથી એ બધાનો વરઘોડો કાઢ્યો. અત્યંત હર્ષ પામેલા થાવચ્ચપુત્રે હજાર પુરુષોની સાથે શ્રી નેમિજિન પાસે જઇને દીક્ષાનો સ્વીકાર કર્યો. થાવસ્ત્રાપુત્ર મુનિએ થોડા જ કાળમાં ચૌદપૂર્વે ભણી લીધા. આથી શ્રી નેમિજિનેશ્વરે તે હજાર શ્રમણો તેમને શિષ્ય તરીકે આપીને સ્વતંત્ર વિહાર કરવાની
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy